શિવ – શ્રી અર્ધનારીશ્વર સ્તોત્ર ચામ્પેયગૌરાર્ધશરીરકાયૈ કર્પૂરગૌરાર્ધશરીરકાય । ધમ્મિલકાયૈ ચ જટાધરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૧ ॥ જેની અડધી કાય ચમ્પકના જેવી ગૌર છે, અડધુ શરીર કપૂરના જેવું સફેદ છે, અર્ધભાગમાં સુંદર સુંવાળા વાળ છે, જ્યારે બીજા અડધામાં જટા છે, આવા શિવા (પાર્વતી) ને તથા શિવને નમસ્કાર. કસ્તૂરિકાકુઙ્કુમ્ ચર્ચિતાયૈ ચિતારજઃ પૂઞ્ચવિચર્ચિતાય । કૃતસ્મરાયૈ વિકૃતસ્મરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૨ ॥ (અર્ધદેહ) કસ્તુરી અને કુંકુમથી ચર્ચિત છે, […]
શ્રી શિવ તાંડવ સ્તોત્ર – રાવણ રચિત જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે ગલેવલમ્બ્યલમ્બિતાંભુજંગતુંગમાલિકામ્. ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં ચકારચંડતાંડવંતનોતુ નઃ શિવઃ શિવમ ॥ ૧ ॥ ભાષાંતરઃ સઘન જટામંડલ રૂપ વનથી પ્રવાહિત થઈને શ્રી ગંગાજીની ધારાઓ જે શિવજીના પવિત્ર કંઠ પ્રદેશને પ્રક્ષાલિત (ધોવે) કરે છે, અને જેમના ગળામાં લાંબા લાંબા અને મોટા મોટા સાપોની માળાઓ લટકી રહી છે તેમજ જે શિવજી ડમરૂને ડમ-ડમ વગાડીને પ્રચંડ તાંડવ નૃત્ય કરે છે, તે શિવજી અમારૂ કલ્યાણ કરેં. ભાષાંતરઃ જટાઓંમાં લપેટાયેલ સર્પના ફણના […]
શિવ – શ્રી શિવ સ્તવન પશૂનાં પતિં પાપનાશં પરેશં ગજેન્દ્રસ્ય કૃત્તિં વસાનં વરેણ્યમ્ । જટાજૂટમધ્યે સ્ફુરદ્ગાડ્ગવારિ મહાદેવમેકં સ્મરામિ સ્મરામિ ॥ ૧ ॥ ભાષાંતરઃ પશુઓના પતિ, પાપનો નાશ કરનાર, પરમેશ્વર, ગજરાજના ચર્મનું વસ્ત્ર ધારણ કરનાર, સર્વશ્રેષ્ઠ, જેના જટાજૂટમાં ગંગાજળ ઝળકી રહ્યું છે તેવાં, અનન્ય મહાદેવને હું સ્મરું છું, સ્મરું છું. મહેશં સુરેશં સુરારાર્તિનાશં વિભૂં વિશ્વનાથં વિભૂત્યઙ્ગભૂષમ્ । વિરૂપાક્ષમિન્દ્વર્કવહ્નિત્રિનેત્રં સદાનન્દમીડે પ્રભું પઞ્ચવક્ત્રમ્ ॥ ૨ ॥ ભાષાંતરઃ મહેશ, સુરેશ, દેવોના દુઃખને દૂર કરનાર […]
શિવ – શ્રી શિવ માનસ પૂજા રત્નૈઃ કલ્પિતમાસનં હિમજલૈઃ સ્નાનં ચ દિવ્યામ્બરં નાનારત્નવિભૂષિતં મૃગમદામોદાઙ્કિતં ચન્દનમ્ । જાતીચમ્પક બિલ્વપત્રરચિતં પુષ્પં ચ ધૂપં તથા દીપં દેવ દયાનિધે પશુપતે હૃત્કલ્પિતં ગૃહ્યતામ્ ॥૧॥ ભાષાંતરઃ હું એવી ભાવના કરું છું કે હે દયાળુ પશુપતિ દેવ! સંપૂર્ણ રત્નોથી નિર્મિત આ સિંહાસન પર આપ વિરાજમાન થાઓ. હિમાલયના શીતળ જળથી હું આપને સ્નાન કરાવું છું. સ્થાન ઉપરાંત રત્નજડિત દિવ્ય વસ્ત્ર આપને અર્પિત કરું છું. કેસર-કસ્તૂરીથી બનાવેલ ચંદનના તિલક […]
નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માઙ્ગરાગાય મહેશ્વરાય। નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય તસ્મૈ ‘ન’ કારાય નમઃ શિવાય॥૧॥ ભાષાંતર – જેમના કંઠમાં સર્પોનો હાર છે, જેમના ત્રણ નેત્રો છે, ભસ્મ જ જેમનું અનુલેપન છે, દિશાઓ જ જેમના વસ્ત્ર છે (અર્થાત્ જે નગ્ન છે), એવાં શુદ્ધ અવિનાશી મહેશ્વર “ન” કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર. મન્દાકિનીસલિલચન્દનચર્ચિતાય નન્દીશ્વરપ્રમથનાથમહેશ્વરાય। મન્દારપુષ્પબહુપુષ્પસુપૂજિતાય તસ્મૈ ‘મ’ કારાય નમઃ શિવાય॥૨॥ ભાષાંતર – ગંગાજળ અને ચંદનથી જેમની અર્ચના થઈ છે, મંદાર પુષ્પ તથા અન્યોન્ય કુસુમોથી જેમની સુંદર […]