શિવ – શ્રી શિવ બાવની શિવ મહિમાનો ના’વે પાર, અબુધ જનની થાયે હાર. સુર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાય વાણી અટકી જાય. જેનામાં જેવું છે જ્ઞાન, તે જ રીતે તે ગાયે ગાન. હું પણ અલ્પ મતિ અનુસાર, ગુણલા તારા ગાવું અપાર. કોઈ ના પામે તારો ભેદ, વર્ણન કરતાં થાકે વેદ. બૃહસ્પતિ પણ ભાવે ગાય, છતાં ન કોઈ વિસ્મિત થાય. મંદ મતિ હું તારો બાળ, પીરસવા ચાહું રસથાળ. બ્રહ્મા વિષ્ણુ શિવ […]
શિવ – શ્રી રુદ્રાષ્ટકમ્ નમામીશમીશાન નિર્વાણરૂપમ્ . વિભું વ્યાપકં બ્રહ્મ વેદસ્વરૂપમ્ નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં . ચિદાકાશમાકાશવાસં ભજેહં નિરાકારમોંકારમૂલં તુરીયં . ગિરા જ્ઞાનગોતીતમીશં ગિરીશં કરાલં મહાકાલ કાલં કૃપાલં . ગુણાગાર સંસાર પારં નતોહં તુષારાદિ સંકાશ ગૌરં ગભીરં . મનોભૂતકોટિ પ્રભા શ્રી શરીરં સ્ફુરન્મૌલિકલ્લોલિનીચારુગંગા . લસદ્ભાલ બાલેન્દુ કણ્ઠેભુજંગા ચલત્કુણ્ડલં ભ્રૂ સુનેત્રં વિશાલં . પ્રસન્નાનનં નીલકંઠં દયાલં મૃગાધીશચર્મામ્બરં મુંડમાલં . પ્રિયં શંકરં સર્વનાથમ્ ભજામિ પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં . અખંડં અજં ભાનુકોટિ […]
શિવ – શ્રી દ્વ્રાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ| ઉજ્જયિન્યાં મહાકાલમ ૐકારમ અમલેશ્વરમ. ||૧|| ભાષાંતરઃ સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓંકારેશ્વર, અમલેશ્વર… પરલ્યાં વૈદ્યનાથં ચ, ડાકિન્યાં ભીમશંકરમ| સેતુબન્ધૈ તુ રામેશં, નાગેશં દારુકાવને. ||૨|| ભાષાંતરઃ પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમાં નાગેશ્વર… વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં ગૌમતીતટે| હિમાલયે તુ કેદારં, ધુશ્મેશં તુ શિવાલયે. ||૩|| ભાષાંતરઃ વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ પર ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, […]
શિવ – શ્રી મહામૃત્યુંજય સ્તોત્ર ૐ અસ્ય શ્રીમહામૃત્યુંજયસ્તોત્રમન્ત્રસ્ય શ્રીમાર્કંડેય ઋષિઃ અનુષ્ટુપ્છન્દઃ શ્રીમૃત્યુજયો દેવતા ગૌરી શક્તિઃ મમ સર્વારિષ્ટસમસ્તમૃત્યુશાન્ત્યર્થં સકલૈશ્વર્યપ્રાપ્ત્યર્થં ચ જપે વિનિયોગઃ અથ ધ્યાનમ્ ચંદ્રાકરાગ્નિવિલોચનં સ્મિતમુખં પદ્મદ્વયાન્તઃસ્થિતં મુદ્રાપાશમૃગાક્ષ સૂત્રવિલસત્પાણિ હિમાંશુપ્રભુમ્. કોટીન્દુપ્રગલત્સુધાપ્લુતતનું હરાદિભૂષોજ્જ્વલં કાન્તં વિશ્વવિમોહનં પશુપતિં મૃત્યુંજયં ભાવયેત્ . ૐ રુદ્રં પશુપતિં સ્થાણું નીલકંઠમુમાપતિમ્. નમામિ શિરસા દેવં કિં નો મૃત્યુઃ કરિષ્યતિ ||૧|| નીલકણ્ઠં કાલમૂતિં કાલજ્ઞં કાલનાશનમ્ . નમામિ શિરસા દેવં કિં નો મૃત્યુઃ કરિષ્યતિ ||૨|| નીલકણ્ઠં વિરૂપાક્ષં નિર્મલં નિલયપ્રભમ્ . નમામિ શિરસા […]
શિવ – શ્રી બિલ્વાષ્ટકમ્ ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુધમ્ । ત્રિજન્મપાપસંહારં એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૧॥ ત્રિશાખૈઃ બિલ્વપત્રૈશ્ચ હ્યચ્છિદ્રૈઃ કોમલૈઃ શુભૈઃ । શિવપૂજાં કરિષ્યામિ એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૨॥ અખણ્ડ બિલ્વપત્રેણ પૂજિતે નન્દિકેશ્વરે । શુદ્ધયન્તિ સર્વપાપેભ્યો એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૩॥ શાલિગ્રામ શિલામેકાં વિપ્રાણાં જાતુ અર્પયેત્ । સોમયજ્ઞ મહાપુણ્યં એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૪॥ દન્તિકોટિ સહસ્રાણિ વાજપેય શતાનિ ચ । કોટિકન્યા મહાદાનં એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૫॥ લક્ષ્મ્યાસ્તનુત ઉત્પન્નં મહાદેવસ્ય ચ પ્રિયમ્ । બિલ્વવૃક્ષં પ્રયચ્છામિ […]
રુદ્રાક્ષનો મહિમા શંકરની આખોમાથી જે જલબિંદુ પડયા તે અશ્રુજલના બિંદુમાંથી રુદ્રાક્ષના મોટા વૃક્ષો થયા જેમાં આડત્રીસ પ્રકારના રુદ્રાક્ષ થયા.જેમાથી શંકરના સુર્યરુપ નેત્રમાંથી બાર પિંગળા રંગના રુદ્રાક્ષ થયા.ચંદ્રરુપ નેત્રમાંથી સોળ ધોળા રંગના અનેઆગ્નિરુપ નેત્રમાંથી દસ કાળા રંગના રુદ્રાક્ષ થયા.ધોળારંગનો રુદ્રાક્ષ બ્રાહ્મણજાતિનો છે,લાલરંગનો રુદ્રાક્ષ ક્ષત્રિય જાતિનો છે,પિંગળારંગનો રુદ્રાક્ષ વેશ્ય જાતિનો છે,કાળા રંગનો રુદ્રાક્ષ શુદ્ર જાતિનો છે,
શિવ – શ્રી અર્ધનારીશ્વર સ્તોત્ર ચામ્પેયગૌરાર્ધશરીરકાયૈ કર્પૂરગૌરાર્ધશરીરકાય । ધમ્મિલકાયૈ ચ જટાધરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૧ ॥ જેની અડધી કાય ચમ્પકના જેવી ગૌર છે, અડધુ શરીર કપૂરના જેવું સફેદ છે, અર્ધભાગમાં સુંદર સુંવાળા વાળ છે, જ્યારે બીજા અડધામાં જટા છે, આવા શિવા (પાર્વતી) ને તથા શિવને નમસ્કાર. કસ્તૂરિકાકુઙ્કુમ્ ચર્ચિતાયૈ ચિતારજઃ પૂઞ્ચવિચર્ચિતાય । કૃતસ્મરાયૈ વિકૃતસ્મરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૨ ॥ (અર્ધદેહ) કસ્તુરી અને કુંકુમથી ચર્ચિત છે, […]
શ્રી શિવ તાંડવ સ્તોત્ર – રાવણ રચિત જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે ગલેવલમ્બ્યલમ્બિતાંભુજંગતુંગમાલિકામ્. ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં ચકારચંડતાંડવંતનોતુ નઃ શિવઃ શિવમ ॥ ૧ ॥ ભાષાંતરઃ સઘન જટામંડલ રૂપ વનથી પ્રવાહિત થઈને શ્રી ગંગાજીની ધારાઓ જે શિવજીના પવિત્ર કંઠ પ્રદેશને પ્રક્ષાલિત (ધોવે) કરે છે, અને જેમના ગળામાં લાંબા લાંબા અને મોટા મોટા સાપોની માળાઓ લટકી રહી છે તેમજ જે શિવજી ડમરૂને ડમ-ડમ વગાડીને પ્રચંડ તાંડવ નૃત્ય કરે છે, તે શિવજી અમારૂ કલ્યાણ કરેં. ભાષાંતરઃ જટાઓંમાં લપેટાયેલ સર્પના ફણના […]
શિવ – શ્રી શિવ સ્તવન પશૂનાં પતિં પાપનાશં પરેશં ગજેન્દ્રસ્ય કૃત્તિં વસાનં વરેણ્યમ્ । જટાજૂટમધ્યે સ્ફુરદ્ગાડ્ગવારિ મહાદેવમેકં સ્મરામિ સ્મરામિ ॥ ૧ ॥ ભાષાંતરઃ પશુઓના પતિ, પાપનો નાશ કરનાર, પરમેશ્વર, ગજરાજના ચર્મનું વસ્ત્ર ધારણ કરનાર, સર્વશ્રેષ્ઠ, જેના જટાજૂટમાં ગંગાજળ ઝળકી રહ્યું છે તેવાં, અનન્ય મહાદેવને હું સ્મરું છું, સ્મરું છું. મહેશં સુરેશં સુરારાર્તિનાશં વિભૂં વિશ્વનાથં વિભૂત્યઙ્ગભૂષમ્ । વિરૂપાક્ષમિન્દ્વર્કવહ્નિત્રિનેત્રં સદાનન્દમીડે પ્રભું પઞ્ચવક્ત્રમ્ ॥ ૨ ॥ ભાષાંતરઃ મહેશ, સુરેશ, દેવોના દુઃખને દૂર કરનાર […]
શિવ – શ્રી શિવ માનસ પૂજા રત્નૈઃ કલ્પિતમાસનં હિમજલૈઃ સ્નાનં ચ દિવ્યામ્બરં નાનારત્નવિભૂષિતં મૃગમદામોદાઙ્કિતં ચન્દનમ્ । જાતીચમ્પક બિલ્વપત્રરચિતં પુષ્પં ચ ધૂપં તથા દીપં દેવ દયાનિધે પશુપતે હૃત્કલ્પિતં ગૃહ્યતામ્ ॥૧॥ ભાષાંતરઃ હું એવી ભાવના કરું છું કે હે દયાળુ પશુપતિ દેવ! સંપૂર્ણ રત્નોથી નિર્મિત આ સિંહાસન પર આપ વિરાજમાન થાઓ. હિમાલયના શીતળ જળથી હું આપને સ્નાન કરાવું છું. સ્થાન ઉપરાંત રત્નજડિત દિવ્ય વસ્ત્ર આપને અર્પિત કરું છું. કેસર-કસ્તૂરીથી બનાવેલ ચંદનના તિલક […]