પ્રાચીન કાળમાં, હજારો વર્ષ પહેલાં, શિવ-આરાધના કરતાં કરતાં એકવાર દેવર્ષિ નારદજી વિંધ્યગિરિ પર્વત પર પધાર્યા. વિંધ્યરાજે અતિ ભક્તિભાવથી તેમનો અતિથિ-સત્કાર કર્યો અને કહ્યું કે “હે ભગવાન્ ! મારું અહોભાગ્ય છે કે આપની કૃપાથી અહીં કોઈ વાતની ખોટ નથી. હું આપની શું સેવા કરું ?” વિંધ્યરાજની દંભોક્તિ સાંભળીને એમનો અહંકાર તોડવાના નિશ્ચયથી નારદજી ઉભા થઈ ગયા અને ક્રોધથી કહ્યું કે “તારું શિખર સુમેરુ પર્વતના શિખરોની જેમ દેવલોક સુધી પહોંચતું નથી. છતાં […]
કાશી વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ મંદિરને ગોલ્ડન ટૅમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાશી વિશ્વનાથ એ દ્વાદશ જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિંગ છે. કાશી અથવા વારાણસી અથવા બનારસ એ દેવોના દેવ મહાદેવનું નિવાસસ્થાન ગણાય છે. ગંગાના પશ્ચિમકાંઠે વસેલી કાશી નગરી સૌથી પુરાણી નગરી મનાય છે. કાશીને હિન્દુ ધર્મગ્રંથોમાં સાત મોક્ષદાયી પુરીઓમાંની એક તરીકે પણ ઓળખવામાં આવે છે. કાશીમાં ભારતના સૌથી અધિક શિવાલયોની સંખ્યા હશે એવું મનાય છે. કાશીને રુદ્રમય પણ માનવામાં આવે છે. ધર્મગ્રંથો […]
દ્વાદશ બાર જ્યોતિર્લિંગોમાં આ છેલ્લું પવિત્ર જ્યોતિર્લિંગ છે. તેને ધુશ્મેશ્વર, ધૃસૃણેશ્વર કે ધૃષ્ણેશ્વર પણ કહેવામાં આવે છે. તે મહારાષ્ટ્ર પ્રદેશમાં દૌલતાબાદથી બાર માઇલ દૂર વેલુર ગામની પાસે આવેલું છે. દક્ષિણ દેશમાં દેવગિરિ પર્વતની નજીક સુધર્મા નામનો એક અત્યંત તેજસ્વી બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ સુદેહા હતું. તેમને કોઈ સંતાન નહોતું જ્યોતિષ જાણવાથી ખબર મળી કે સુદેહાને સંતાનપ્રાપ્તિ થઈ શકે તેમ નથી. તેને સંતાનની ઘણી ઇરછા હતી. તેના આગ્રહથી સુધર્માનું […]
सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्। उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम् સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓંકારેશ્વર, અમલેશ્વર… परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्। सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમાં નાગેશ્વર… वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे। हिमालये तु केदारं घुश्मेशं च शिवालये વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ પર ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, શિવાલયમાં ઘુષ્ણેશ્વર… एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रात: पठेन्नर:। सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति જે કોઈ પણ મનુષ્ય […]
https://youtu.be/EXJmGcvVjSo?list=PL05E335CC413E6503https://youtu.be/EXJmGcvVjSo?list=PL05E335CC413E6503 રત્નૈ: કલ્પિતમાસનં હિમજલૈ: સ્નાનં ચ દિવ્યાંબરં, નાનારત્ન વિભૂષિતં મૃગમદામોધંક્તિં ચંદનમ જાતિ-ચંપક બિલ્વપત્રરચિતં પુષ્પં ચ ધૂપં તથા દીપં દેવ ધ્યાનિધે પશુપતે ઋત્કલ્પિતં ગૃહ્યતામ સૌવર્ણે નવરત્નખંડ રચિતે પાત્રે ધૃતં પાયસં, ભક્ષ્યં પંચ વિધં પયોદધિયુક્તંરંભાફલં પાનકમ શાકાનામયુતં જલં રુચિકરં કર્પૂરખંડોજ્જવલં, તાંબુલં મનસા મયા વિરર્ચિતં ભકત્યા પ્રભો સ્વીકુરુ છત્રં ચામરયોર્યુગં વ્યજનકે ચાદર્શક નિર્મલં વીણાભેરિમૃદંગકાહલકલા ગીતં ચ નૃત્યં તથા સાષ્ટાંગં પ્રણતિઃ સ્તુતિર્બહુવિદ્યા હેતત્સમસ્તં મયા, સંકલ્પેન સમર્પિતં તવ વિભો પૂજાં ગૃહાણ પ્રભો આત્મા ત્વં ગિરિજા […]
ક્રીડારામં તુ યઃ કુર્યાદુદામફલસંયુતમ્ । સ ગચ્છેચ્છંકરપુરં વસત્તત્ર યુગત્રયમ્ ॥ ઉત્તમ પ્રકારનાં ફળ આપનારાં વૃક્ષોથી યુક્ત ઉદ્યાન બનાવનારો માણસ મૃત્યુ બાદ કૈલાસમાં જાય છે અને ત્યાં ત્રણ યુય પર્યંત રહે છે. એતત્સર્વં પરિજાય વૃક્ષારોપં સમારભેત્ । ધર્માર્થકામમોક્ષાણાં દ્રુમેભ્યઃ સાધનં યતઃ ॥ એ સઘળું જાણીને વૃક્ષારોપણ કરવું; કારણ કે વૃક્ષો ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સાધન છે. અશ્વત્ગમેકં પિચુમન્દમેકં ન્યગ્રોધમેકં દશ ચિશ્ચિણીકાઃ । કપિત્થબિલ્વામલકં ત્રયં ચં પંચાંમ્રવાપો નરકં ન પશ્યેન્ ॥ […]
દરેક ગ્રહનાં મૂળ રત્નો હોય છે. પરંતુ કેટલાંક એવાં રત્નો હોય છે કે જેને મૂળભૂત રીતે કોઈ ગ્રહના રત્ન તરીકે ઓળખાવી શકાય નહીં. તેમને મૂળ રત્નના સહાયક કે ઉપરત્નો તરીકે ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિ મૂળ કે સાચાં ગ્રહરત્નો મોંઘા હોવાના કારણે ઘણીવાર ધારણ કરી શકતી નથી. તેવા સંજોગોમાં ઉપરત્નો કમસે કમ એકાદ ગ્રહખામીને ટાળવા માટે સમર્થ હોઈ તથા મૂલ્યમાં સસ્તાં હોઈ ઘણાં લોકો ધારણ કરે છે. આવાં કેટલાંક રત્નો […]
જ્યોતિષશાસ્ત્રમાં રોગ માટે છઠ્ઠો ભાવ-ષષ્ઠેશ ૬-૮નો સંબંધ, રાશિ આધારિત જાતકને ક્યા દર્દો થઈ શકે તેનું સ્પષ્ટ નિદાન થઈ શકે છે. રાશિ સંબંધિત થતા રોગો : મેષ :– મસ્તકનાં દર્દો, મગજની અંદરના અવયવો, માથું દુઃખવું, આધાશીશી, નસ તૂટવી, મગજની અંદર રક્તશાસ્ત્રવ, વગેરે દર્દો આપે. વૃષભ :– નાનું મગજ, ગળાનો ભાગ, સ્વર નળી, ટોન્સીલ, કાન, ખોપરીનો પાછળનો ભાગ, હડપચી, ગળાની મુખ્ય ધમની, કબજિયાત, ગુપ્તરોગ, સ્ત્રીઓમાં માસીકની અનિયમિતતા વગેરે દર્દો આપે.? મિથુન :– […]
ચંદ્રના દક્ષિણ મધ્યબિદુંને કેતુ કહેવાય છે. કેતુનો અર્થ પ્રતિક કે ધ્વજ થઈ શકે. રાહુ ભૌતિક સૂચવે છે તો કેતુ આધ્યાત્મિકતા, ધર્મની ઉત્પત્તી અને ભૌતિકતાનું પરિવર્તન આત્માની શોધ તરફ થાય તેમ સૂચવે છે. કેતુ ભૌતિક સુખ માટે હાનિકારક અને આધ્યાત્મિકતા માટે લાભદાયક ગ્રહ છે. તે શોક, ખોટ વગેરે સર્જે છે જે આખરે વ્યકિતને પરમ ઈશ્વરની સમીપે લઈ જનાર ગ્રહ છે, કુશાગ્ર બુધ્ધી, સ્વતંત્રતા કલ્પનાશકિત, આંતરીક, સુક્ષ્મદૃષ્ટિ, ચિત્તભ્રમ (પાગલપણ), હથિયાર – શસ્ત્રોને […]