આપણે આ અલૌકિક જન્મની વાત સમજતાં પહેલાં, આપણા મનમાં ઠસી ગયેલી ચોરાસી લાખ જન્મોની વાત કાઢવી પડશે.આપણને બાબા યે ૮૪ મા અલૌકિક જન્મનુ લક્ષ રાખવાનુ કહેલ, જે અપભ્રંસ થઈ ૮૪ લાખ થયુ, તેમાંથી વળી ૮૪ લાખ યોનિ માં જન્મ લેવાનુ આવ્યુ, આ બધી ખોટી વાતો માણસો એ ઉભી કરેલી છે.
ખરી વાત એ છે કે કલ્પ ના ૫૦૦૦ વર્ષો દરમિયાન મનુષ્ય વધુમાં વધુ ૮૪ જન્મો લે છે, તેમાં ૮૩ જન્મો ગર્ભમાં રહી માતાની કુંખેથી લે છે.અને આ અલૌકિક જ્ન્મ બ્રહ્માના મુખેથી લે છે, અને જીવતાં જીવ સુદ્રમાંથી બ્રાહ્મણ બને છે.
હવે માતાની કુંખેથી જે ૮૩ જન્મ લે છે તેનો હીસાબ આ પ્રમાણે છે.સત યુગમાં ૮ જન્મ+ ત્રેતાયુગમાં ૧૨ જન્મ+ દ્વાપર યુગમાં૨૧ જન્મ+ કળીયુગમાં ૪૨ જન્મ= ૮૩ જન્મ ને લૌકિક જન્મ કહે છે.
હવે આ ૮૪ મો જન્મ અલૌકિક એટલા માટે કહેવાય છે કે; કળીયુગના અંતે બાબા બ્રહ્માના મુખેથી જ્ઞાન આપી સુદ્ર માંથી બ્રાહ્મણ બનાવે છે,આમાં જીવતાં જીવ જે મનુષ્ય બ્રહ્માના મુખેથી જ્ઞાન લઈ સુદ્રના હલકા, રાક્ષસી સંસ્કારો છોડે છે,(સુદ્રપણુ છોડી, સુદ્ર મટી,) નવિન બ્રાહ્મણના સંસ્કારો ધારણ કરવા, આત્મ સ્થીતિ માં આવી પરમાત્માના ખોળે બેસી પરમાત્માનો વારસ બને છે, નવુ સંસ્કારી જીવન ધારણ કરે છે, તેણે આ ૮૪મા જન્મનુ લક્ષ સાધ્યુ કહેવાય છે.
આ લક્ષ સાધ્ય ઍટલા માટે કરવાનુ મહત્વ છે કે જેમ “બ્રહ્મા સો વિશ્નુ” કહેવાય છે એટલે સતયુગમાં આ બ્ર્હ્મા વિશ્નુ નુ પદ પામે છે તેમ “બ્રાહ્મણ સો દેવતા” એટલે જે મનુષ્ય આત્મા બ્રાહ્મણ થઈ આત્માનુ જ્ઞાનથી પરીવર્તન કરી આત્મશક્તિઓ પ્રાપ્તકરે છે તે સતયુગંઆં દેવતા બને છે. આમાં બ્રાહ્મણીની કુંખે જન્મેલા બ્રાહ્મણોની વાત નથી. હવે આ બ્રાહ્મણ થવાનુ જ્ઞાન લેવા માટે કોઈ વિસિષ્ટ લૌકિક લાયકાત ની જરુર નથી.
કારણકે આ બાબાયે ખોલેલી અલૌકિક જન્મ ધારીઓ માટેની અલૌકિક વિશ્વ વિદ્યાલય છે,તેમાં વિશ્વ ની કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ, ઉંમર,ધર્મ,દેશ વગેરેના ભેદભાવ વગર પ્રવેશ મેળવી લે છે,તેમાં પ્રવેશ માટે કોઈ અરજ કરવાની હોતી નથી,તેમાં કોઈ ફી ભરવાની નથી, તે બધાં માટે ફ્રી છે,દુનિયાના બધાજ દેશોમાં, બાબા યે પોતે સિક્ષણ આપી તૈયાર કરેલા બ્રાહ્મણ સિક્ષકો જ્ઞાન આપે છે, તેમાં બાબા હમેશાં અલૌકિક હાજર હોયછે,આમાં તૈયાર થયેલા બ્રાહ્મણોનુ કામ ભણવુ ભ્ણાવવુ અને જ્ઞાન યુક્ત પવિત્ર રહેવાનુ હોય છે. આ વિદ્યાલયમાં તૈયાર થયેલા બાળકો અલૌકિક આત્મ શક્તિ મેળવી સ્વયં વધુને વધુ પવિત્ર થતાં, બાબાની (શક્તિઓનાસાગર) તમામ શક્તિઓ નો વારસો લેવાના અધીકારી બને છે.આ અલૌકિક જન્મ જ મહત્વનો હોઈ તેની વધારે વિગતે વાત આગલ કહીશુ.ઓમશાન્તિ,,
અન્ય વેબસાઈંટમાંથી…