શિવ – શ્રી શિવ પંચાક્ષર માલા
ઇષ્ટવસ્તુમુખ્યદાનહેતવે નમઃ શિવાય ।
દુષ્ટદૈત્યવંશધૂમકેતવે નમઃ શિવાય ।
સૃષ્ટિરક્ષણાય ધર્મસેતવે નમઃ શિવાય ।
અષ્ટમૂર્તયે વૃષેન્દ્રકેતવે નમઃ શિવાય ।
ભાષાંતરઃ ઈચ્છિત વસ્તુનું દાન આપવાના મુખ્ય કારણરૂપ શિવને નમસ્કાર. દુષ્ટ રાક્ષસોના વંશના વિનાશ માટે ધૂમકેતુના જેવા શિવને નમસ્કાર. સૃષ્ટિના રક્ષણ માટે ધર્મના સેતુરૂપ શિવને નમસ્કાર. જેની ધજામાં વૃષભનું ચિહ્મ છે તેવાં અષ્ટમૂર્તિ શિવને નમસ્કાર.
શાપદોષખણ્ડનપ્રશસ્ત તે નમઃ શિવાય ।
વ્યોમકેશદિવ્યભવ્યરૂપ તે નમઃ શિવાય ।
હિમમેદિનીધરેન્દ્રચાપ તે નમઃ શિવાય ।
નામમાત્રદગ્ધસર્વપાપ તે નમઃ શિવાય ।
ભાષાંતરઃ શાપ અને દોષનો નાશ કરવામાં કુશળ તે શિવને નમસ્કાર. આકાશ જેવાં વિશાળ કેશ અને દિવ્ય ભવ્ય રૂપવાળા તે શિવને નમસ્કાર. હિમાલય પર્વતના સોહામણા ઈન્દ્રધનુ જેવાં તે શિવને નમસ્કાર. જેનાં નામમાત્રના જાપથી પાપ નાશ પામે છે તે શિવને નમસ્કાર.
જન્મ મૃત્યુ ઘોર દુઃખ હારિણે નમઃ શિવાય ।
ચિન્મયૈકરૂપદેહધારિણે નમઃ શિવાય ।
મન્મનોરથાવપૂર્તિકારિણે નમઃ શિવાય ।
સન્મનોગતાયકામવૈરિણે નમઃ શિવાય ।
ભાષાંતરઃ જન્મ અને મૃત્યુના ઘોર દુઃખને દૂર કરનાર શિવને નમસ્કાર. ચિન્મયરૂપ દેહને ધારણ કરનાર શિવને નમસ્કાર. મનના મનોરથ પૂરા કરનાર શિવને નમસ્કાર. શુદ્ધ મનથી જાણી શકાય તેવા અને કામદેવના શત્રુ શિવને નમસ્કાર.
સ્તોક ભક્તિતોઅપિ ભક્તપોષિણે નમઃ શિવાય ।
માકરન્દસારવર્ષિભાષિણે નમઃ શિવાય ।
એકબિલ્વદાનિતોડપિતોષિણે નમઃ શિવાય ।
નૈકજન્મપાપજાલશોષિણે નમઃ શિવાય ।
ભાષાંતરઃ અલ્પ ભક્તિથી પણ ભક્તો ઉપર પ્રસન્ન થનાર શિવને નમસ્કાર. મકરન્દનાં મધુર વચનોની વૃષ્ટિ કરનાર શિવને નમસ્કાર. માત્ર એક બીલીપત્રના દાનથી પણ સંતુષ્ટ થનાર શિવને નમસ્કાર. અનેક જન્મોના પાપ સમૂહનો નાશ કરનાર શિવને નમસ્કાર.
અન્તકાન્તકાય પાપહારિણે નમઃ શિવાય ।
શંતમાય દન્તિચર્મધારિણે નમઃ શિવાય ।
સંતતાશ્રિતવ્યથાવિદારિણે નમઃ શિવાય ।
જન્તુજાતનિત્યસૌરવ્યકારિણે નમઃ શિવાય ।
ભાષાંતરઃ કાળના પણ કાળ, પાપ હરનાર શિવને નમસ્કાર. કલ્યાણ કરનાર તથા ગજચર્મને ધારણ કરનાર શિવને નમસ્કાર. સતત આશ્રયે આવનારની વ્યથા વિદારનાર શિવને નમસ્કાર. પ્રાણીમાત્રને નિત્ય સુખ આપનાર શિવને નમસ્કાર.