શિવ – શ્રી શિવ સ્તવન
પશૂનાં પતિં પાપનાશં પરેશં ગજેન્દ્રસ્ય કૃત્તિં વસાનં વરેણ્યમ્ ।
જટાજૂટમધ્યે સ્ફુરદ્ગાડ્ગવારિ મહાદેવમેકં સ્મરામિ સ્મરામિ ॥ ૧ ॥
ભાષાંતરઃ પશુઓના પતિ, પાપનો નાશ કરનાર, પરમેશ્વર, ગજરાજના ચર્મનું વસ્ત્ર ધારણ કરનાર, સર્વશ્રેષ્ઠ, જેના જટાજૂટમાં ગંગાજળ ઝળકી રહ્યું છે તેવાં, અનન્ય મહાદેવને હું સ્મરું છું, સ્મરું છું.
મહેશં સુરેશં સુરારાર્તિનાશં વિભૂં વિશ્વનાથં વિભૂત્યઙ્ગભૂષમ્ ।
વિરૂપાક્ષમિન્દ્વર્કવહ્નિત્રિનેત્રં સદાનન્દમીડે પ્રભું પઞ્ચવક્ત્રમ્ ॥ ૨ ॥
ભાષાંતરઃ મહેશ, સુરેશ, દેવોના દુઃખને દૂર કરનાર વિભુ, વિશ્વનાથ, વિભૂતિથી વિભૂષિત દેહવાળા, વિરૂપાક્ષ, સૂર્ય ચંદ્ર અને અગ્નિ રૂપી ત્રણ નેત્રોવાળા, પાંચ મુખવાળા, નિત્ય આનંદ સ્વરૂપ ભગવાન શિવને હું વંદું છું.
ગિરીશં ગણેશં ગલે નીલવર્ણં ગવેન્દ્રાધિરૂઢં ગણાતીત રૂપમ્ ।
ભવં ભાસ્વરં ભસ્મના ભૂષિતાઙ્ગં ભવાનીકત્રં ભજે પઞ્ચવક્ત્રમ્ ॥ ૩ ॥
ભાષાંતરઃ જે કૈલાશપતિ છે, ગણોના સ્વામી છે, ગળામાં નીલવર્ણવાળા છે, મોટા વૃષભ ઉપર બિરાજમાન છે. અનેક રૂપવાળા છે, જે ઉત્પત્તિ કરનાર છે, દેદીપ્યમાન છે, ભસ્મથી શોભતા દેહવાળા છે, ભવાની જેની ગૃહિણી છે તેવાં પંચમુખી ભગવાન શિવને હું ભજું છું.
શિવાકાન્ત શભ્ભો શશાઙ્કાર્ધમૌલે મહેશાન શૂલિન્ જટાજૂટ ધારિન્ ।
ત્વમેકો જગદ્વ્યાપકો વિશ્વરૂપ પ્રસીદ્ પ્રસીદ્ પ્રભો પૂર્ણરૂપ ॥ ૪ ॥
ભાષાંતરઃ હે પાર્વતીપતિ ! હે શંભુ ! હે ચન્દ્રમૌલિ, હે પરમેશ્વર, હે શૂલપાણિ ! હે જટાજૂટધારી ! આપ એક જ વિશ્વરૂપ છો અને વિશ્વવ્યાપક છો. હે પૂર્ણરૂપ પ્રભુ ! પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ.
પરાત્માનમેકં જગદ્બીજમાદ્યં નિરીહં નિરાકારમોઙ્કારવેધમ્ ।
યતો જાયતે પાલ્યતે યેન વિશ્વં તમીશં ભજે લીયતે યત્ર વિશ્વમ્ ॥ ૫ ॥
ભાષાંતરઃ જે એક છે, પરમાત્મા છે, વિશ્વનું આદિ ઉત્પત્તિકારણ છે, જે ઈચ્છારહિત નિરાકાર અને ૐ કારથી જાણી શકાય તેવા છે, જેમાંથી વિશ્વનું સર્જન અને પાલન થાય છે તેમજ જેમાં વિશ્વનો લય થાય છે તે ભગવાન શિવને હું ભજું છું.
ન ભૂમિર્ન ચાપો ન વહ્નિર્ન વાયુર્ન ચાકાશમાસ્તે ન તન્દ્ર ન નિદ્રા ।
ન ગ્રીષમો ન શીતં ન દેશો ન વેશો ન યસ્યાસ્તિ મૂર્તિસ્ત્રિમૂતિં તમીડે ॥ ૬ ॥
ભાષાંતરઃ જે ભૂમિ, જળ, અગ્નિ, વાયુ કે આકાશ નથી, જે તન્દ્રા નથી કે નિદ્રા નથી, જે ઉનાળો નથી કે શિયાળો નથી, જે દેશ નથી કે વેશ નથી, અને જેને કોઈ મૂર્તિ (આકાર) નથી એવાં ત્રિમૂર્તિ ભગવાન શિવને હું નમું છું.
અજં શાશ્વતં કારણં કારણાનાં શિવં કેવલં ભાસકં ભાસકાનામ્ ।
તુરીયં તમઃપારમાદ્યન્તહીનં પ્રપદ્યે પરં પાવનં દ્વૈતહીનમ્ ॥ ૭ ॥
ભાષાંતરઃ જે અજન્મા અને શાશ્વત છે, જે કારણોનું પણ કારણ છે, જે કેવળ શિવ (પરમ કલ્યાણ) છે, જે તેજનું પણ તેજ છે, જે તુરીય છે, જે તમસથી પર છે, જે આદિ કે અંત રહિત છે, જે અદ્વૈત છે અને પરમ પાવન છે તે શિવતત્ત્વને હું પામું છું.
નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે નમસ્તે નમસ્તે ચિદાનન્દમૂર્તે ।
નમસ્તે નમસ્તે તપોયોગગમ્ય નમસ્તે નમસ્તે શ્રુતિજ્ઞાનગમ્ય ॥ ૮ ॥
ભાષાંતરઃ હે વિશ્વરૂપ પ્રભુ ! આપને નમસ્કાર. હે ચિદાનન્દરૂપ આપને નમસ્કાર. હે તપ અને યોગથી પ્રાપ્ત થનાર શિવ ! આપને નમસ્કાર. હે શ્રુતિ (વેદ) જ્ઞાનથી જાણી શકાય તેવાં પરમેશ્વર આપને નમસ્કાર.
પ્રભો શૂલપાણે વિભો વિશ્વનાથ મહાદેવ શભ્ભો મહેશ ત્રિનેત્ર ।
શિવાકાન્ત શાન્ત સ્મરારે પુરારે ત્વદન્યો વરેણ્યો ન માન્યો ન ગણ્યઃ ॥ ૯ ॥
ભાષાંતરઃ હે શૂલપાણિ પ્રભુ ! હે વિશ્વનાથ પ્રભુ ! હે મહાદેવ શંભુ, હે ત્રિનેત્ર મહેશ્વર ! હે પાર્વતીપતિ ! હે શાંત ! હે સ્મરારી, હે પુરારી ! આપના સિવાય અન્ય કોઈ પૂજ્ય મહાન કે માન્ય નથી.
શભ્ભો મહેશ કરુણામય શૂલપાણે ગૌરિપતે પશુપતે પશુપાશનાશિન્ ।
કાશીપતે કરુણયા જગદેતદેકસ્ત્વં હંસિ પાસિ વિદધાસિ મહેશ્વરોઽસિ ॥ ૧૦ ॥
ભાષાંતરઃ હે શંભુ ! હે મહેશ્વર ! હે કરુણામય શૂલપાણિ ! હે ગૌરીપતિ, પશુઓના પાશ છોડાવનાર હે પશુપતિ ! હે કાશીપતિ ! આપ એકલા જ કરુણાથી આ જગતનું સર્જન કરો છો, પાલન કરો છો અને નાશ કરો છો, આપ ખરેખર મહાદેવ છો.
ત્વત્તો જગદ્ ભવતિ દેવ ભવ સ્મરારે ત્વય્યેવ તિષ્ઠતિ જગન્મૃડ વિશ્વનાથ ।
ત્વય્યેવ ગચ્છતિ લયં જગદેતદીશ લિઙ્ગાત્મકં હર ચરાચરવિશ્વરૂપમ્ ॥ ૧૧ ॥
ભાષાંતરઃ હે સ્મરારિ દેવ ભવનાથ ! આપમાંથી જ આ જગત ઉત્પન્ન થાય છે, કલ્યાણ કરનાર હે વિશ્વનાથ ! આપમાં જ તે જગતની સ્થિતિ છે. વળી આપમાં જ હે શંકર ! જડ અને ચેતન તેમજ લિંગ રૂપવાળું આ અખિલ જગત લય પામે છે.