ગર્ભાધાન સંસ્કાર શું છે ? પહેલા તો ગર્ભાધાન શબ્દને સમજીએ. ગર્ભનું આધાન, એટલે કે ગર્ભ રહેવો તે ગર્ભાધાન છે. ગર્ભાધાન થવું અને સંસ્કારપૂર્વક ગર્ભને સ્થાપિત કરવો એ બંનેમાં ફર્ક છે.
આપોઆપ ગર્ભ રહી જવો તેમાં સંસ્કાર થતા નથી. પરંતુ ઇશ્વરને આહવાન કરીને, દેવતાઓને ગર્ભને આર્શીવાદ આપવા આમંત્રણ આપીને વિધિપૂર્વક પ્રાર્થનાસહ ગર્ભાધાન કરવું એ સંસ્કાર છે.
શાસ્ત્રો કહે છે, માનવ ૠણી છે. માનવ તરીકે જીવી રહ્યો છે, તે માટે તે દેવોનો, ૠષિઓનો અને પિતૃઓનો ૠણી છે. આ ૠણ તેણે ચુકવવાનું છે. જ્ઞાન પ્રાપ્તિ અને જ્ઞાન દાન વડે ૠષીૠણ, ઈશ્વરની પુજાઅર્ચના વડે દેવૠણ અને સંતાનોત્પાદન વડે તે પિતૃૠણ ચુકવે છે.
આ ૠણ ચુકવવા માટે ગર્ભાધાન સંસ્કાર વડે શ્રેષ્ઠ સંતાનને જન્મ આપવો તે ગૃહસ્થનું કર્તવ્ય છે.
ગર્ભાધાન વખતે કરવામાં આવતી પ્રાર્થનાઓનું અનુપમ વર્ણન વેદ અને ઉપનિષદોમાં જોવા મળે છે. ૠગ્વેદમાં પતિપત્નીએ મિલનની ક્ષણે ઉચ્ચારવા માટે મંત્ર દર્શાવ્યો છે, જે આ પ્રમાણે છે.
વિષ્ણુર્યોનંિ કલ્પયતુ ત્વષ્ય રૂપાણિ પંિશતુ ।
આ સિચ્ચતુ પ્રજાપતિર્ધાતા ગર્ભ દધાતુ તે ।।
અર્થાત્, હે પ્રિયે! વિષ્ણુ તારા ગર્ભાશયને સમર્થ બનાવે. ત્વષ્ટા તને શોભાયમાન બનાવે પ્રજાપતિ બીજારોપણ કરે, અને ધાતા કર્મને વ્યવસ્થિત રીતે સ્થાપિત કરે
એ જ રીતે બૃહદારણ્યકોપનિષદમાં મંત્ર છે,
ગર્ભ ધેહિ સિનીવાલિ ગર્ભ ધેહિ પૃથુષ્ટુ કે ।
ગર્ભ તે અશ્વિનૌ દેવાવાધત્તાં પુષ્કરસ્ત્રજૌ ।।
અર્થાત, હે સિનીવાલી દેવી! અને હે વિસ્તૃત જાંઘોવાળી પૃથુષ્ટુકા દેવી! આપ આ સ્ત્રીને ગર્ભધારણ કરવાનું સામર્થ્ય આપો અને તેને પુષ્ટ કરો. કમળની માળાથી સુશોભિત બંને અશ્વિનીકુમાર તારા ગર્ભને પુષ્ટ કરે.
યત્તે સુસીમે હદયં દિવિ ચન્દ્રમસિ શ્રિતમ ।
વેદાહં તન્માં તદ્ વિદ્યાત યશ્મેમ શરદ ઃ શતં જીવેમ શરદ ઃ શતં શ્રૃણુયામ શરદ ઃ શતમ ।। (પારસ્કર ગૃહય સૂત્ર)
અર્થાત, હે સૌભાગ્ય શાળી ! તારૂ જે મન આકાશમાં રહેલા ચન્દ્રમામાં સ્થિત છે, તે મને જાણે. આપણે બંને સો શરદ ૠતુઓ સુધી જીવિત રહીએ અને સાંભળવા આદિમાં સમર્થ બની રહીએ.
આ રીતે પ્રાર્થના કર્યા બાદ પતિપત્ની સમાગમમાં લીન બને, અને ત્યારે પણ ઉત્તમ સંતાન માટે પ્રાર્થનામાં તલ્લીનતા ટકી રહે તો શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત થાય. આ છે ગર્ભાધાન સંસ્કાર !
શાસ્ત્રોમાં તો માત્ર એક દિવસ નહીં, ઉત્તમ સંતાન માટે પુરા એક મહિનાના અનુષ્ઠાનનું વર્ણન છે. આ એક મહિના દરમ્યાન પતિપત્ની ચર્ચા કરે છે કે તેમને કેવું સંતાન જોઇએ છે. તેના નિર્ણયના આધારે જેવું સંતાન ઇચ્છતા હોય તે પ્રમાણે મુહુર્ત કાઢવામાં આવે છે. તે માટે કયા દેવતાનો યજ્ઞ કરવો, અને કઇ વિધિથી કરવો તેનો નિર્ણય કરાય છે.
તે પછી પંદર દિવસ એટલે કે એક પક્ષ સુધી સંયમપૂર્વક રહીને દેવપૂજન, ભજન, મનન ચંિતન સાથે દેવતાને સદ ગુણ સંપન્ન સંતાન માટે પ્રાર્થના કરાય છે. બીજા પક્ષ એટલે કે બીજા પંદર દિવસમાં મૌન, વ્રત, જપ, યજ્ઞ સાથે પવિત્ર હવિષ્યાન્ન ગ્રહણ કરીને દંપતિ પોતાની અંદર ઓજનું આધાન કરે છે. તે પછી રાત્રિ વિશેષમાં વિશિષ્ટ નિયમ અનુસાર ગર્ભાધાન સંપન્ન કરે છે. આ આઘ્યાત્મિક ગર્ભાધાન એ જ સંસ્કાર છે.
આ સંસ્કારથી મનુષ્ય આત્મા દેવ સ્તરનો બની જાયછે, પણ આજે આપણાં અસંયમ અને ભોગવૃત્તિએ આ સંસ્કારને અવ્યવહારિક બનાવી દીધો છે
પરંતુ દેવતાઓ અને મહાત્માઓના પુનઃધરતી પર અવતરણ માટે લુપ્ત થઇ ગયેલા ગર્ભાધાન સંસ્કારને ફરીથી પુનર્જિર્વિત કરવાની જરૂર છે.