દ્વાદશ કાલસર્પયોગ – ફળ
કૃતેયુગે સૂર્યચંદ્રૌ ચ દ્વિતિયે જીવ – ભૃગુસુતૌ। દ્વાપરે ભૌમ : સૌમ્યશ્ચ.કલૌ રાહુ – શનિશ્ચરૌ॥ અર્થાત્ – સતયુગમાં સૂર્ય અને ચંદ્રનો પ્રભાવ રહે છે. બીજા એટલે કે ત્રેતાયુગમાં ગુરુ (જીવ) અને શુક્ર (ભૃગુસુત)નો પ્રભાવ જાણવો, દ્વાપરમાં મંગળ અને બુધ (સૌમ્ય) પ્રભાવશાળી હોય છે અને કલીયુગમાં રાહુ-શનિનો પ્રભાવ રહેશે. આ શ્લોકના આર્ષર્દષ્ટા ઋષિના કથન મુજબ જ વર્તમાન સમયમાં જોવા મળે છે કે રાહુ – શનિપ્રધાન જાતકો કોઈને કોઈ રીતે મહત્વનું સ્થાન ધરાવતા હોય છે અને રાહુ-શનિ જો દુષતિ કે પીડિત હોય તો જાતકો કષ્ટ પામતા હોય છે, રાહુથી બનતા કષ્ટપ્રદ યોગોમાં એકયોગ છે કાલસર્પયોગ. સામાન્ય રીતે જન્મકુંડળીમાં રાહુ અને કેતુની વચ્ચે બધા ગ્રહો આવી જાય ત્યારે કાલસર્પયોગ થાય છે, પરંતુ કાલસર્પયોગ અંગે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.
(૧) રાહુ અને કેતુ વચ્ચે આવેલા બધા જ ભાવમાં કોઈને કોઈ ગ્રહ હોય અને વચ્ચે એક પણ ભાવ ખાલી ન હોય તો પૂર્ણ કાલસર્પ યોગ ગણાય. અન્યથા ખંડિત કાલસર્પયોગ કહેવાય.
(૨) રાહુ કે કેતુની સાથે યુતિમાં કોઈ ગ્રહ હોય અને અંશાત્મક રીતે તે ગ્રહ રાહુ કે કેતુની પક્કડની બહાર નીકળી જતો હોય તો પણ એ ખંડિત કાલસર્પયોગ ગણાય. જેમ કે મેષમાં રાહુ – શુક્ર છે, તુલામાં કેતુ છે. વચ્ચેનાં સ્થાનોમાં બધા ગ્રહો છે. હવે રાહુ મેષનાં ૧૫નો હોય અને શુક્ર મેષનાં ૧૦નો હોય તો શુક્ર રાહુ – કેતુની વચ્ચે આવતો નથી, છતાં સ્થાનગત રાહુની સાથે છે તેથી આ કાલસર્પયોગ પૂર્ણ ન થયો.
કુંડળીની રચના પ્રમાણે રાહુ – કેતુ કુંડળીના ૧૨ સ્થાનોમાં વિવિધ રીતે હોઈ શકે તેમ જેમ કે રાહુ ૧માં, કેતુ ૭માં, રાહુ ૨માં કેતુ ૮માં… વગેરે. તેથી બાર પ્રકારના કાલસર્પયોગ થાય. રાહુને સર્પનું મુખ અને કેતુને સર્પની પુચ્છ ગણવામાં આવે છે. તેથી રાહુ જ્યાં હોય ત્યાંથી આગળ આગળના સ્થાનમાં ગ્રહો રહેલા હોય અને કેતુના સ્થાન સુધીમાં સ્થિત હોય ત્યારે કાલસર્પયોગ થાય છે. આનાથી વિપરીત સ્થિતિ પણ હોઈ શકે જેમ કે કેતુ મેષમાં છે અને રાહુ તુલામાં છે, હવે બધા ગ્રહો વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યામાં હોય તો કેતુથી શરૂ કરીને રાહુ સુધીના સ્થાનમાં બધા ગ્રહો આવી ગયા ગણાય. આને વિપરીત કાલસર્પયોગ કહેવામાં આવે છે વિપરીત કાલસર્પયોગનું ફળ, કાલસર્પયોગના પ્રમાણમાં ઘણું મંદ હોય છે. કુંડળીના પ્રથમ ભાવથી બારમા ભાવ પર્યંતનાં બાર સ્થાનોમાં રાહુ-કેતુ હોતાં જે બાર પ્રકારના કાલસર્પયોગ થાય છે તેનાં નામાભિધાન અલગ અલગ છે. મહાભારતના આદિ પર્વમાં નાગનાં અનેક નામો આપેલાં છે, પ્રથમ – મુખ્ય બાર નામ નીચે પ્રમાણે છે.
શેષઃ પ્રથમતો જાતો વાસુકિસ્તદનન્તરમ્ ।
ણે્રાવતસ્તક્ષકશ્ચ કર્કોટકધનંજ્યૌ ।
કાલિયો મણિનાગશ્ચ – નાગશ્ચાપૂરણસ્તથા
નાગસ્તથા પિંજરક એલાપત્રોડથ વામનઃ ॥ (મહા.)
અર્થાત્ (૧) શેષ (ર) વાસુકિ (૩) ઐરાવત (૪) તક્ષક (૫) કર્કોટક (૬) ધનંજ્ય (૭) કાલિય (૮) મણિનાગ (૯) આપુરણ (૧૦) પિંજરક (૧૧) એલાપત્ર અને (૧૨) વામન આ બાર નામોને આધાર તરીકે લઈને આ દ્વાદશ પ્રકારનાં કાલસર્પયોગના સંક્ષિપ્ત અને મુદ્દાસર ફળાદેશ જોઈએ. અહીં માત્ર કુંડળીનાં સ્થાનને ધ્યાનમાં રાખીને સ્થાનગત કે ભાવગત ફળાદેશની જ ચર્ચા કરી છે. તે તે સ્થાનમાં રહેલી રાશિને કારણે ફળાદેશમાં વૈવિધ્ય આવે, ઉપરાંત સમગ્ર ગ્રહસ્થિતિ પણ આ ફળને વધતું ઘટતું કરી શકે. તેથી સમગ્રફળકથન કરતી વખતે તો એ બધા જ મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ.
(૧) શેષ કાલસર્પયોગ :
રાહુ પ્રથમભાવમાં અને કેતુ સાતમા ભાવમાં હોય ત્યારે શેષકાલસર્પયોગ થાય છે. આ યોગ મુખ્યત્વે સ્વાસ્થ્યને અને ગૌણ રીતે દાંપત્યજીવનને અસર કરે છે. માથાનો દુઃખાવો, શરીરની ક્ષીણતા, અપયશ અને દુઃખી દાંપત્યજીવન આ યોગનાં ફળ ગણાય.
(૨) વાસુકિ કાલસર્પયોગ :
બીજા સ્થાને રાહુ અને આઠમા સ્થાને કેતુ હોતાં મુખ્યત્વે ધનસ્થાન અને ગૌણ રીતે આયુષ્ય સ્થાનને સ્પર્શતો, આ વાસુકિ કાલસર્પયોગ થાય છે. આ યોગથી ધનહાનિ, અણધાર્યા ખર્ચ, ઋણબંધન, અકસ્માત જેવાં દુષિત ફળ મળે છે.
(૩) ઐરાવત કાલસર્પયોગ :
ત્રીજા સ્થાને રાહુ અને ભાગ્યસ્થાને કેતુ હોતાં આ યોગ થાય છે. જ્યોતિષશાસ્ત્ર ત્રીજે રાહુને યોગકારક ગણે છે અને આ યોગનું નામ પણ ઐરાવત કાલસર્પયોગ છે. ઐરાવત નામનો હાથી સમુદ્રમંથનમાંથી નીકળ્યો અને ઇન્દ્રનું વાહન બન્યો. આ કાલસર્પયોગ દુષિત ફળ નથી આપતો પણ સાહસ અને પરાક્રમની ક્ષમતા આપે છે. કાલસર્પયોગ એટલે ખરાબ જ એવી માન્યતાનું અહીં ખંડન થાય છે. સાહસ દ્વારા સિદ્ધિ મેળવનારાઓ કાલસર્પની જેમ કાળ સાથે તો ખેલે છે પરંતુ સિદ્ધિ પણ મેળવે છે.
(૪) તક્ષક કાલસર્પયોગ :
રાહુ ચોથે અને કેતુ દસમે હોય ત્યારે તક્ષક કાલસર્પયોગ થાય છે. અહીં ચતુર્થસ્થાનના વિષયો મુખ્ય છે અને દસમાના ગૌણ છે. આ યોગથી સ્થાવર મિલકતના પ્રશ્નો વિકટ બને છે, માતા-ભૂમિ સાથે લેણાદેવી ઓછી રહે સુખ ઘટે, સતત માનસિક દબાવ અનુભવાય. હ્રદયરોગની સંભાવના રહે. અલબત્ત આ યોગ જાતકને ઉત્તરાવસ્થામાં સુખ આપે છે.
(૫) કર્કોટક કાલસર્પયોગ :
પાંચમે રાહુ – અગિયારમે કેતુ એટલે કર્કોટક કાલસર્પયોગ. આ યોગને સારી અને નબળી એમ બંને બાજુઓ છે. જો રાહુ દુષિત હોય તો વિદ્યાસંતાન વિષયક નબળું ફળ આપે પણ જો રાહુ સ્વગૃ્હી કે અન્ય રીતે બળવાન હોય તો ટેકનીકલ લાઈનનો અભ્યાસ કરાવે. બળવાન પણ તોફાની સંતાનો આપે, ક્યારેક અચાનક દ્રવ્યલાભ આપે.
(૬) ધનંજય કાલસર્પયોગ :
રાહુ છઠે અને કેતુ બારમે હોતાં આ પ્રકારનો કાલસર્પયોગ થાય છે, જે જાતકના જીવનને અનેક પ્રકાર ઉતાર-ચઢાવ આપે, શત્રુ અને શત્રુવિજય, રોગ અને રોગપ્રતિકારકારક શક્તિ એ આ યોગથી બને. આ યોગવાળા જાતકોની એક વિશેષતા એ છે કે તેઓ હંમેશાં આત્મનિર્ભર હોય છે. જીવનના પ્રારંભિક તબક્કામાં આ જાતકો અસહાય સ્થિતિમાં હોય છે. જેમાંથી તેઓ સ્વાવલંબનનું કોઈ અદમ્ય બળ મેળવી લે છે. ધનંજય એ અર્જુનનું પણ એક નામ છે. ગીતાના વિષાદયોગમાં જેમ અર્જુન પ્રથમ વિષાદ અનુભવે છે અને પછી તેમાંથી ઉત્તમ રીતે બહાર આવે છે અને મહાભારતના યુદ્ધને જીતે છે તેવું જ આ ધનંજય કાલસર્પયોગ વાળા જાતકોના જીવનમાં બને છે.
(૭) કાલિય કાલસર્પયોગ :
સાતમે રાહુ અને પ્રથમ સ્થાને કેતુથી બનતો આ કાલિય કાલસર્પયોગ તેના નામ પ્રમાણે ઘણો જ પીડાદાયક છે. અહીં રાહુ અ ને કેતુની વચ્ચે રાહુથી શરૂ કરીને કેતુ સુધી ગણતાં કુંડળીના ર્દષ્ટગોળાર્ધનાં સ્થાનો (૮,૯,૧૦,૧૧,૧૨) કાલસર્પની પક્કડમાં આવી જતાં હોવાથી જીવનના બધાં જ ક્ષેત્રોમાં નિરાશા-હતાશાની સંભાવના રહે છે. દુઃખમય દાંપત્યજીવન, છૂટાછેડા, ચિતભ્રમ વગેરે આ યોગનાં ફળ છે. કાલીનાગને જેમ કૃષ્ણે નાથ્યો હતો તેમ આ યોગના જાતકો જો તેમના ભીતરી આત્મબળને કામે લગાડે તો જીવનની સાર્થકતાને પામી શકે કારણ કે આ યોગમાં કુંડળીનું અર્દશ્ય ગોળાર્ધ (સ્થાન ૧ થી ૭) મુક્ત છે. જે ભીતરની અગોચર ચેતનાનું ક્ષેત્ર છે.
(૧૨) વામન કાલસર્પયોગ :
રાહુ બારમે અને કેતુ છઠ્ઠે હોતાં વામન કાલસર્પયોગ થાય. યોગનું નામ સૂચક છે. બારમે રાહુ મનુષ્યને બધી રીતે વામન-વામણો બનાવી દે છે. ‘જીવન એટલે મુસિબત‘ એ જ તેના માટે જીવનની પરિભાષા બની રહે છે. વતનથી દૂર દૂર ભટકવું, વસ્તુઓનો અભાવ, અપયશ, સંબંધોમાં ગેરસમજ, આવક કરતાં વધારે ખર્ચ, ઉદાસિનતા વગેરેનો આ યોગવાળા જાતકોનો સામનો કરવો પડે છે.
આ યોગનો એક લાભ છે – નામ સૂચવે છે તેમ વામન વિષ્ણુનો અવતાર છે. જિંદગીની નક્કર અને નઠોર – કઠોર વાસ્તવિકતાઓનો સામનો કરતાં આ જાતક એવા વૈરાગ્ય ભાવને પામે છે કે તેનું જીવન વામનમાંથી વિરાટ બની જતું હોય છે. જિંદગી પ્રત્યે, સંસાર પ્રત્યે કેળવાયેલો વૈરાગ્ય આવા જાતકોને ઉત્તરાવસ્થામાં મુક્તિનો અધિકારી બનાવી દે છે.
ડો. બી. જી. ચંદારાણા