માણસના શરીરમાં પ્રાણ એ જીવન તત્વ છે. તેનાથી જ સમગ્ર શરીર ધબકે છે. બધી ક્રીયાઓ થાય છે. એકવાર શરીરમાંથી પ્રાણ ચાલ્યા ગયા પછી આ નશ્વર દેહમાં કોઈ કામનો રહેતો નથી. આપણે બહારના ઉપયોગી તમામ તત્વોનો મહિમા ગાઈએ પરંતુ ખુદ આપણા જીવન તત્વ અર્થાત્ પ્રાણને ભૂલી જઈએ તે કેમ ચાલે ? કારણકે તેના વગરતો કશું જ સંભવી શકે નહિ. વ્યકિત, કુટુંબ કે સમાજ કે રાષ્ટ્ર જીવનને પ્રાણવાન બનાવવા માટે તેનો આદર કે ઉપાસના કરવી જરૂરી છે જ આપણા વેદશાસ્ત્રોમાં પણ પાંચ પ્રકારના પ્રાણની ઉપાસના કરવાનું કહયું છે, તેમાં સમગ્ર શરીરમાં ફરતો અને વ્યાનરુપે રહેતો પ્રાણ હ્દયમાં તેનો વાસ પ્રાણવાયુ સ્વરૂપે છે તે ગુદામાં એ અપાનવાયુ તરીકે ઓળખાય છે, માનવના કંઠમાં રહેતો ઉદાનવાયુ સ્વરૂપમાં તેમજ શરીરના નાભિમંડળમાં જે સમાન વાયુ તરીકે નિવાશ કરે છે. જીવસૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે સૃષ્ટિના સર્જક બ્રહ્મા, પાલનકર્તા વિષ્ણુ તેમજ નાશકર્તા મહેશ મૂળ તો એક જ શક્તિના ત્રણ ભાગ હતા પરંતુ આ અખંડ શક્તિના ત્રણ કાર્યોને કારણે તેઓ હવે અલગ-અલગ ઓળખાય છે. તે જ રીતે શરીરનો એક જ પ્રાણવાયુ તેના પંચકર્મના આધારે અલગ-અલગ પાંચ નામે ઓળખાય છે.