નષ્ટ જાતક – એક પરિચય
મનુષ્યના જન્મના સમયની ચોક્કસ માહિતી ઉપલબ્ધ હોય તો તેના પરથી નિશ્ચિતપણે જન્મકુંડળી બની શકે અને મનુષ્યને બહુમૂલ્ય માર્ગદર્શન મળી રહે. પરંતુ જન્મના સમયાદિની વિગતો બધા પાસે હોય જ એવું બનતું નથી. આ સ્થિતિમાં જ્યોતિષશાસ્ત્રના મહાન લાભથી આવા લોકો વંચિત રહી જાય છે. આ સમસ્યા પર ભારતીય જ્યોતિષચાર્યોએ ગંભીરતાથી ધ્યાન આપ્યું છે અને આવા લોકોની જન્મકુંડળી તૈયાર કરી શકાય તે માટે ખૂબ ઊંડાણપૂર્વક ચિંતન કરીને સિદ્ધાંતો તારવ્યા છે. ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં આ સુવર્ણ પ્રકરણ ‘નષ્ટ જાતક‘ નામથી પ્રસિદ્ધ છે.
પ્રશ્ન લગ્નની રાશિ જો રાત્રિસંજ્ઞક હોય – અર્થાત્ મેષ, વૃષભ, મિથુન, કર્ક, ધન, મકર હોય તો જન્મ દિવસે થયો જાણવો અને જો પ્રશ્નલગ્નની રાશિ દિવાસંજ્ઞક હોય તો જન્મ રાત્રિનો સમજવો.
પ્રશ્ન લગ્નની ભુક્ત કલાઓ પરથી જન્મનો સમય પણ જાણી શકાય છે.
અહીં એ નોંધવું આવશ્યક છે કે જ્યોતિષશાસ્ત્રના ગ્રંથોમાં નષ્ટ જાતક વિષે અત્યંત સૂક્ષ્મ પદ્ધતિઓ, ઝીણી વિગતો સાથે ચર્ચવામાં આવી છે. તેનો અભ્યાસ સારા જ્યોતિષીએ કરીને પછી જ નિર્ણય કરવો ઘટે. આ લેખમાં તો માત્ર પરિચયાત્મક નિર્દેશ જ છે. બીજું, કયા્રેક વિગતો પરસ્પર વિરુદ્ધ આવે, જેમકે જન્મનું જે અયન નક્કી થાય, તે પ્રમાણેની ઋતુ ન આવે તો તેમાં કઈ બાબતને, ક્યા સિદ્ધાંતને આધારે નિર્ણાયક ગણવી તેના ખુલાસા જ્યોતિષશાસ્ત્રે આપેલા છે. આ ઉપરાંત જાતકના જન્મનું વર્ષ નક્કી કરવા માટે તેની વર્તમાનમાં જે ઉંમર દેખાતી હોય તેના પરથી, પ્રાપ્ત થયેલા ગુરુના ગોચરને આધારે તેનું જન્મનું વર્ષ નિશ્ચિત કરી શકાય. આ સિવાય જાતકના જીવનની ઘટનાઓને પણ ધ્યાનમાં લેવી જોઈએ, કારણ કે છેવટે તો શાસ્ત્રનો પુરુષાર્થ સત્ય સુધી પહો:ચવાનો છે.
આમ, જો શાસ્ત્ર અને સામાન્ય બુદ્ધિના સમન્વયથી નિર્ણય કરવામાં આવે તો આ વિકટ સમસ્યાને સુખદ રીતે ઉકેલી શકાય.
ડો. બી. જી. ચંદારાણા