માનવની ભક્તિ, તપ, યજ્ઞ કાર્યો વગેરેથી પ્રસન્ન થયેલ દેવી-દેવતાઓ તેને સંપત્તિવાન બનાવે છે. આ સંપત્તિમાંથી દેવને ચરણે ધરવા માટે અલગથી દેવ-ભોગ ન કાઢીએ તો આપણે દેવને અપમાન કર્યુ છે તેમ ગણાય અને તે માટે પાપના અધિકારી બનીએ, માનવ ઉપર ભગવાનના હજારો ઉપકારો છે. તેનું ખોરાક લેવાનું, બોલવાનું, ચાલવાનું, ઉંઘવાનું સંપત્તિવાન બનવાનું વગેરે તમામ પ્રભુની ઈચ્છાથી શક્ય બને છે, કહેવાનો મતલબ કે માણસના જીવનની તમામ િક્રયાઓ પ્રક્રીયાઓ ખુદતેનું અસ્તિત્વ પણ ઈશ્વરને આધિન છે. આપણી દરેક બાબતોમાં ભગવાન સાથે જ હોય છે. ભગવાનના આ અસંખ્ય ઉપકારોના બદલામાં તેમણે આપેલા ફળના બદલામાં એમાંથી નાનો હિસ્સો એટલે કે જેની ઉપર ભગવાનનો હક્ક થાય તે દેવ-ભોગ આપણે તેમના ચરણોમાં ધરીએ. ભગવાન પાસે કોઈ બાબતની કમી નથી. પરંતુ તેઓ ભક્તની ભાવનાના ભૂખ્યા છે. #brake# તેઓ આપણને દરેક કર્મનું ફળ આપે છે. પરંતુ તે એમ કહેતા નથી કે તેમાંથી અડધો ભાગ મને આપી દે, તેઓ તેમાંથી માત્ર નાનો હિસ્સો જ માંગે છે, અને તે પણ વ્યક્તિગત રીતે તેઓ પોતાની પાસે રાખતા નથી, તેઓના અર્થાત માનવકલ્યાણના માર્ગે વપ્રાતા તેમજ ઈચ્છે છે. આમ, માનવે પ્રભુને ધરેલો ભોગ અંતે માનવના ઉપયોગમાં જ આવે છે.