હિન્દુ ધર્મની કેટલીક મુલ્યવાન પરંપરાઓ :
૧. યજ્ઞ
યજ્ઞનો એક પ્રમુખ ઉદ્દેશ્ય ધાર્મિક પ્રવૃત્તિ ધરાવતા લોકોને સત્પ્રયોજન માતે સંગઠિત કરવાનો છે. આ યુગમા સંઘ શક્તિ સૌથી પ્રમુખ છે.પરાસ્ત દેવોને પુનઃ વિજયી બનાવવા માતે પ્રજાપતિએ પોતાની પૃથક્-પૃથક્ શક્તિયોંનુ એકીકરણ કરીને સંઘ-શક્તિ ના રૂપ મેં દુર્ગા શક્તિ નુ પ્રાદુર્ભાવ કર્યુ.આ મધ્યમ્થી એમના દિવસ ફ્રરી ગયા અને સંક્ટ દૂર્ થયા. માનવ જાતિની સમસ્યા નો હલ સામૂહિક શક્તિ અને સંઘબદ્ધતા પર નિર્ભર છે, એકાકી-વ્યક્તિવાદી-અસંગઠિત લોકો દુર્બલ અને સ્વાર્થી માનવામા આવે છે.ગાયત્રી યજ્ઞોં નો વાસ્તવિક લાભ સાર્વજનિક રૂપથી, જન સહયોગથી સમ્પન્ન કરવાથીજ ઉપલબ્ધ થાય છે.
૨. પૂજન
ભલે કોઈ માણસ શાસ્ત્ર સમજે-સમજાવે, દેવોની પૂજા કરે, અનેક (શુભ) કર્મ કરે અથવા દેવોને ભજે, તોપણ ‘બ્રહ્મ અને આત્મા એક જ છે’ એવા જ્ઞાન વિના સો બ્રહ્મા થઈ જાય તેટલા …. એને જીતીને મુનિઓ ભગવાનના પ્રસિદ્ધ પરમ પદને પામે છે.
3. સંધ્યા
નિયમ પૂર્વક સંધ્યા કરવાથી પાપ રહિત થઈને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે.
રાત કે દિવસમાં જે વિકર્મ થઈ જાય છે તેઓ ત્રિકાળ સંધ્યાથી નષ્ટ થઈ જાય છે.
સંધ્યા નહીં કરનાર મૃત્યુ પછી કૂતરાની યોનીમાં જન્મ લે છે.
સંધ્યા ન કરવાથી પુણ્યકર્મનું ફળ નથી મળતું.
સમયસર કરવામાં આવતી સંધ્યા ઇચ્છાનુસાર ફળ આપે છે.
ઘરમાં સંધ્યા વંદનથી એક, ગૌ-સ્થાનમાં સૌ, નદી કિનારે લાખ તથા શિવની નજીક અંનત ગણુ ફણ મળે છે.
૪. શ્રાધ્ધ
શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાધ્ધ કહેવાય. પછી તે અમૂક દિવસોમાં જ
કરવાનું હોય કે અમૂક સમયે તે અગત્યનું નથી.
હિંદુ પંચાંગ અને પરંપરા મુજબ ભાદરવાની પૂનમથી ભાદરવાની અમાસ
એ શ્રાધ્ધના દિવસો ગણવામાં આવે છે. એ દિવસો દરમ્યાન કુટુંબમાંથી
ગુમાવેલ પ્યારી વ્યક્તિઓને યાદ કરી તેમના ગુણોનું ગાન કરીએ છીએ.
રૂઢીચુસ્ત લોકો તેમને ભાવતા ભોજન જમે છે. બ્રાહ્મણોને દાન કરે છે. પીંડ
પૂરે છે. તેઓને તર્પણ કરે છે.
શ્રધ્ધા પૂર્વક વિછડેલાને યાદ કરી . તેઓ જ્યાં પણ હોય ત્યાં
શાંતિથી હોય તેવી પ્રાર્થના. કોઈના પણ વગર દુનિયા અટકી નથી અને
અટકવાની પણ નથી. આજે તમે છો, કાલે આપણે સર્વેએ એજ રસ્તે જવાનું
છે એ યાદ રહે. આ દુનિયામા જન્મ તેનું મૃત્યુ નક્કી છે. આપણે સર્વે આ
ફાની દુનિયાના મુસાફરો છીએ તે યાદ શ્રાધ્ધના દિવસો અપાવે છે..
૫. તર્પણ
દિવંગત આત્માની શાંતિ માટે તર્પણ કરતાં આપણે સૌ ઘરમાં હયાત વડીલો કે માતા-પિતાના અંતરને જાણેઅજાણે કેટલું કકળાવીએ છીએ, તેની અત્યારે ખબર નથી પડતી. એ વાત સમજાય છે, તેમની ગેરહાજરીમાં…..
શ્રાદ્ધના દિવસોમાં પિતૃઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે, ત્યારે તેમને એ યાદ નથી આવતું કે મૃતાત્માની શાંતિ કરતાં પહેલાં જે હયાત છે, તેમના આત્માને તો શાંતિ આપીએ. જીવિત માતા-પિતા કે વડીલને ઘરના એક ખૂણામાં બેસાડી રાખીને કે પોતાનાથી શક્ય ન હોય તો ઘરડાઘરમાં મૂકી આવનારા સંતાનો પિતૃઓ માટે તર્પણ કરે ત્યારે એ તર્પણ ખરેખર તેમને શાંતિ પ્રદાન કરે?
અત્યારે જ્યારે તમે પિતૃઓના આત્માની શાંતિ માટે તર્પણ કરી રહ્યાં હો, ત્યારે તેની સાથોસાથ તમારા હયાત વડીલોને આત્માને, અંતરને પણ ઠારો અને તેમના જીવતેજીવ આશીર્વાદ મેળવી શકો. અન્યથા જીવતાં જાણ્યા નહીં ને મૂઆ પછી ધડાપીટ કરીને કરેલું તર્પણ સાચું તર્પણ કહેવાય ખરું?
૬. યજ્ઞોપવીત
‘ઉપનયન’ એ બ્રાહ્મણોના જીવનનો એક મહત્વપૂર્ણ સંસ્કાર છે. આ સંસ્કારથી જ દ્વિજત્વના અધિકારી ત્રણ વર્ણોના બાળકોને દ્વિજત્વ પ્રાપ્ત થાય છે. ‘ઉપનયન’ શબ્દ સંસ્કૃત ધાતુ उप+नी નજીક લઇ જવું, દોરી જવું પરથી બન્યો છે. એનો શાબ્દિક અર્થ ‘વિદ્યાર્થીને એના ગુરુ પાસે એના શિક્ષણ માટે લઇ જવો’ તે છે. આ સંસ્કારથી ત્રણે વર્ણોને વેદજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ મળતો. આ સંસ્કાર વડે મનુષ્યના જ્ઞાન અને ચારીત્ર્યનો પાયો નંખાય છે અને મનુષ્ય નવું જીવન પામે છે.
યજ્ઞોપવિત્રીનો અર્થ – જે બીજા માટે કર્મ કરી પોતાના જ્ઞાનની શક્તિ વડે ત્યાગ અર્પણ કરી બીજાને જ્ઞાન સ્વરૃપ કર્મ કરી ત્યાગ અને બલીદાન આપે તેમને યજ્ઞોપવિત્રી કહે છે. યજ્ઞોપવિત્રીમાં ૩ તાર ના ધાગા હોય છે. તે દરેક તારમાં ત્રણ ત્રણ ધાગા હોય છે. એટલે કુલ નવ તંતુ હોય છે.
યજ્ઞોપવિત્રીમાં દરેક તંતુના દેવતા આ મુજબ છે :
(૧) પ્રણવ, (૨) અગ્નિ, (૩) સર્પ, (૪) સોમ, (૫) પિતૃ, (૬) પ્રજાપતિ, (૭) અનીલ (વાયુ), (૮) યમ, (૯) વિશ્વદેવા.
યજ્ઞોપવિત્રીમાં જે બ્રહ્મગાંઠ હોય છે તેના દેવતા – બ્રહમા , વિષ્ણુ, મહેશ છે.
૭. સૂર્યને અર્ધ્ય
જો તમે પણ શક્તિ, સ્વાસ્થ્ય, યશ, સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા કે સપના રાખતા હોવ તો રવિવારે સૂર્ય ઉપાસનામાં સૂર્યના અહીં બતાવેલ વેદોક્ત મંત્ર બોલો. આ કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે જાપ કરાવવાથી પણ ખૂબ જ શુભ પરિણામ મળે છે…
આ સૂર્ય મંત્ર છે…
ॐ आकृष्णेन् रजसा वर्तमानो निवेशयन्न अमृतं मर्त्यं च।
हिरण्ययेन सविता रथेना देवो याति भुवनानि पश्यन।।
-રવિવારની સવારમાં સ્નાન કરી સૂર્યને અર્ધ્ય આપતી વખતે આ મંત્ર બોલો, સાથે જ ઓછામાં ઓછા ૧૦૮વાર આ મંત્ર જાપ સૂર્યનું ધ્યાન કરીને કરો. આ દિવસે રવિવારનું વ્રત રાખી મીઠાનો ત્યાગ કરવાનું શુભ રહે છે.
૮. તીર્થયાત્રા
ભારત તીર્થોની ભૂમિ કહેવાય છે. વેદ-ઉપનિષદના કાળમાં નદીના સંગમ સ્થાનોને પવિત્ર ગણવામાં આવતા હતા અને તેમાં સ્નાન કરવાનું માહાત્મ્ય દર્શાવવામાં આવ્યું હતું. સમય જતાં કેવળ નદીના સંગમને જ નહીં પરંતુ પર્વતના શિખરો, મંદિરો કે ગુફા-તળાવો અને સરોવરોને પણ તીર્થસ્થાનોની ગરિમા બક્ષવામાં આવી. તીર્થસ્થાનોની મહત્તાને સ્થાનવિશેષ કરતાં વ્યક્તિ-વિભૂતિ વિશેષની સાથે વધુ સંબંધ છે. ભારતના બધા જ પ્રમુખ તીર્થસ્થાનો એક કે વધુ દેવી-દેવતા સાથે સંકળાયેલા છે. પાછળથી તે યાદીમાં સમર્થ સંતપુરુષોના જન્મસ્થાનો કે કર્મસ્થાનોનો પણ ઉમેરો થયો. તીર્થસ્થાનો સાથે દંતકથાઓ અને ચમત્કારની વાતો પણ જાણ્યે-અજાણ્યે જોડાઈને લોકજીભે વહેતી થઈ.
ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ – જ્યાં પણ જાઓ, ભારતના લગભગ દરેક પ્રદેશમાં એવા સ્થાનો મળી આવે છે કે જે કોઈ ને કોઈ રીતે દેવી-દેવતા કે સંતપુરુષો સાથે સંકળાયેલા હોય. એક રીતે જોતાં એમ કહેવું ખોટું નથી કે સમગ્ર ભારત તીર્થભૂમિ છે. દેશ તેમજ પરદેશના અસંખ્ય શ્રદ્ધાળુ ભક્તજનો પોતાની આસ્થા અને શ્રદ્ધાની જ્યોતને જલતી રાખી તેવા તીર્થસ્થાનોની યાત્રા કરે છે અથવા જીવનની પરિસમાપ્તિ પહેલાં કરવાની કામના રાખે છે.
૯. ગોદાન
૧૧. દાન
પુણ્ય કરવાનાં રસ્તાઓ શાસ્ત્રોએ ને ધર્મગુરુઓએ અનેક વર્ણવ્યા છે. તેમાંનું એક છે દાન. દાન એટલે બીજાંને આપણું કંઈક આપી તેને સુખ આપવું તે.
દાન આપવાની પ્રથા તો મનુષ્યના જીવનમાં નાનપણથી અપનાવવામાં આવી છે. અને નાનું બાળક હોય તેને ય મંદિરમાં લઈ જાય તો બહાર ગરીબ માણસોને પૈસા અપાવડાવે છે, ખાવાનું અપાવડાવે છે, મંદિરમાં દાનની પેટીમાં પૈસા નખાવડાવે છે. આમ બાળપણથી દાનના સંસ્કાર મળતાં જ હોય છે.
દાન આપતાં અંદરની અજાગૃતિ હોય તો આપીને ય કેવી ખોટ ખવાય છે, તેનું સૂક્ષ્મ નીરુપણ પરમ !
૧૨… ગંગાસ્નાન
પ્રાચીનકાળથી ગંગા નદીનું માહાત્મ્ય અનેરું રહ્યું છે. હિમાલયના જે વિસ્તારમાંથી આ જળપ્રવાહ નિરંતર વહ્યા કરે છે તેની વિશિષ્ટતાઓ અને ઔષધીય ગુણો પાણી સાથે ઉમેરાય છે પરિણામે અન્ય નદીઓ કરતાં ગંગાજળનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. લાખો ભારતીયોની આસ્થા ગંગા સાથે જોડાયેલી છે અને વારાણસી કે બનારસ અથવા કાશીના તીર્થક્ષેત્રમાં ગંગાસ્નાનનો અનેરો મહિમા છે. ગંગાસ્નાન સાથે જોડાયેલી આ શ્રદ્ધા અંગે મનોવિજ્ઞાનીઓ દ્વારા પણ સંશોધનો થઈ રહ્યાં છે.
૧૩… યમુનાપાન
યમુનાપાન કે યમુનાસ્નાન કરવાથી અંતીમ પળોમાં યમ યાતના વેઠવી પડતી નથી. પુષ્ટિમાર્ગના હરિરાયજી મહાપ્રભુજી યમુનાજીનું મહાત્મ્ય કરતાં જણાવે છે કે ઃ
‘અતિ હિ વિખ્યાત સબ બાત ઇનકે હાથ
નામ લેત હી કૃપા કરી અતોલે’
દરસ કર પારસ કર,
ઘ્યાન હિય મેં ધરે,
સદા વ્રજનાથ ઇન સંગ ડોલે
શ્રી યમુનાજીની કૃપાથી કૃષ્ણ પ્રાપ્તિ સહજ થઈ જાય છે.
પ્રભુ સાથે મીલન થાય છે. પુષ્ટિમાર્ગના વૈષ્ણવો શ્રી યમુનાજી શ્રીનાથજી અને મહાપ્રભુજી ત્રણેય સ્વરૂપને એક જ માને છે.
૧૪.. ભૂમિપૂજન – શિલાન્યાસ – વાસ્તુવિધિ
૧૫… સૂતક
જન્મ સંબંધી સૂતક…
પ્રસવવાળી (સુવાવડવાળી) બહેનો ૪૦ દિવસ સુધી પ્રભુ પૂજા કે દર્શન કરવા નહિ,
તથા મુનિ ભગવંતો ને આહાર-પાણી વહોરાવાય નહિ.
એક રસોડે જમતા ઘરના બીજા સભ્યો પુત્ર જન્મે તો ૧૦ દિવસ અને પુત્રી જન્મે
તો ૧૧ દિવસ સુધી પૂજા ન કરે,પણ દૂરથી દર્શન કરી શકે, સામાયિક-પ્રતિક્રમણ
વિગેરે સુત્રો મનમાં બોલી શકે.
સાધુ-સાધ્વી ના મૃતક દેહ સંબંધી સૂતક લાગતું નથી.
૧૬… તિલક
હિન્દુ ધર્મમાં તિલક અથવા તિલક ને કપાળ પર અને શરીરના અન્ય ભાગો પર કરવામાં આવે છે. વિવિધ રીતરિવાજો પ્રમાણે તિલક દરરોજ કરવામાં આવે છે અથવા માત્ર વિશિષ્ટ ધાર્મિક પ્રસંગ માટે કરવામાં આવે છે. માન્યતા માનવને પરમાત્મા સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ સાધન બુદ્ધિ છે. આથી આ પૂજન પછી બુદ્ધિના નિવાસ-સ્થાન મસ્તકનું પૂજન કરવામાં આવે છે કેમ કે પહેલાં સાઘ્ય એટલે ઈશ્વર-પૂજન અને ત્યાર પછી સાધન એટલે બુદ્ધિનું પૂજન. એટલા માટે દરેક પવિત્ર કાર્યમાં, પૂજન-અર્ચનમાં મસ્તક પર તિલક અથવા ટીલું કરવામાં આવે છે. બહેન દ્વારા ભાઇના કપાળે તિલક કરવામાં આવે છે. એનું વિશેષ મહત્ત્વ છે. ભાઇને આ તિલક ‘ત્રિલોચન’ બનાવે છે અને ત્રીજી આંખમાં કામ-દહનની શકિત છે. જગતની સ્ત્રીજાતિ તરફ કામ-દૃષ્ટિથી ન જોતાં ભાવદૃષ્ટિથી, બહેનની ભાવનાથી જોવાનું હૃદયંગમ સૂચન તિલકમાં સમાયેલું છે.
તિલક સૌભાગ્યનું પ્રતીક પણ છે. વિવાહ ઉપરાંત સ્ત્રી પોતાનું જીવન પતિને સમર્પિત કરે છે એટલા માટે તે પતિના નામનું તિલક (બિંદી) કરે છે. જયારે પતિનું અવસાન થાય છે ત્યારે તિલક દૂર કરવામાં આવે છે.
૧૭… કંઠી – માળા
૧૮… ચાંદલો – ચૂડી – સિંદૂર
માનવ મગજ માનવશરીરના તમામ અંગોનું નિયંત્રણ કક્ષ છે, તે સ્પંદન લાગણીનો અનુભવ તેમજ બુધ્ધિપૂર્વક વિચારવાનું કાર્ય પણ કરે છે. આ મગજ મસ્તમાં સ્થાપિત છે અને તેના કપાળે કરાતુ તીલક અથવા ચાંદલો હકિકતમાં બુધ્ધિને અર્ધ્ય એટલે પૂજાનું પ્રતિક છે. બુધ્ધિનો મહિમા અપરંપાર છે, ભુતકાળમાં પણ હતો અને હવે પછી પણ રહેશે. માણસ નામના સામાજીક પ્રાણીનો આટલો ઉચ્ચ વિકાસ થયો હોય તો તેના પાયામાં બુધ્ધિ રહેલી છે. માણસને ઈશ્વર સુધી લઈ જનાર પણ બુધ્ધિ જ છે. શુન્યમાંથી સુષ્ટિનું સર્જન કરવાની શક્તિ બુધ્ધિમાં રહેલી છે. આવું અનોખું માહાત્મય ધરાવતી બુધ્ધિના પૂજન માટે આપણે મસ્તક ઉપર તીલક કે ચાંદલો કરીએ છીએ, આમ, તીલક કે ચાંદલો તેના પૂજા પ્રતિકો બન્યા છે. માનવ ઈતિહાસમાં હજારો ઉદાહરણો જોવા મળે છે. જેમાં બુધ્ધિપ્રતિભાનો ઉપયોગ કરી માણસ શ્રેષ્ઠતા પામ્યો હોય. નંદવંશના જુલ્મી રાજા ધનનંદના શાસનને ઉખાડવા માટે વિષ્ણુગુપ્ત અર્થાત ચાણકય પાસે શરૂઆતમાં મદદમાં કોઈ જ નહોતું, જો સાથમાં હતી તો તેની બુધ્ધિપ્રતિભા જ અને તેના વડે જ તેને ધનનંદના શાસનનો અંત કર્યો અને મહાન મૌર્ય સામ્રાજયની સ્થાપ્નામાં નિમિત બન્યા, આજે પણ બુધ્ધિશાળી માણસ ને ચાણક્ય તરીકે સન્માનવામાં આવે છે.
માથાના આ ભાગમાં સિંદૂર એટલા માટે લગાવવામાં આવે છે કારણ કે તેમાં પારા નામની ધાતુ હોય છે. પારો બ્રહ્મરંધ માટે ઔષધિનું કાર્ય કરે છે. તે મહિલાઓને તણાવથી દૂર રાખે છે અને માથાને ચેતનવંતુ બનાવે છે.
ભારતીય વૈદિક પરંપરા પ્રમાણે હિન્દુ સમાજમાં લગ્ન પછી સ્ત્રીઓએ માથામાં(સેંથામાં) સિંદૂર ભરવું પડે છે. અલબત હાલના સમયમાં આ સિંદૂરની જગ્યા કંકુ તેમજ અન્ય સૌંદર્યપ્રસાધનોએ લીધી છે. પણ સવાલ એ છે કે શા માટે આ સિંદૂર લગાવવામાં આવે છે?
હકીકતમાં આની પાછળ મોટું વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. આ કાર્ય સાથે સ્વાસ્થ્ય જોડાયેલું છે. માથાના જે ભાગમાં સિંદૂર ભરવામાં આવે છે ત્યાં મહત્વની ગ્રંથિ આવેલી હોય છે જેને બ્રહ્મરંધ કહેવામાં આવે છે, આ ગ્રંથિ અત્યંત સંવેદનશીલ હોય છે. જે કપાળના અંતથી લઇને માથાના મધ્યભાગ સુધી હોય છે.
૧૯… નૈવેદ્ય
પ્રભુજીની આગળ ત્યાગ ભાવનાની વૃદ્ધિ માટે અણાહારી પદની પ્રાપ્તિ માટે ભાવનાથી સમર્પિત થતી આહાર સામગ્રી.
૨૦… મંદિરમાં દેવ દર્શન, આરતી દર્શન
દર્શન કરી લેવાથી, ફૂલમાળા ચઢાવી દેવાથી, દીવો કરવાથી કે દંડવત પ્રદક્ષિણા કરવા માત્રથી જ દેવતાઓ પ્રસન્ન થઈને ઇચ્છિત મનોરથોને પૂરા કરી દેશે. આ પ્રકારના ભ્રાન્ત વિશ્વાસુઓ એ સમજાતા નથી, કે ૫રમાત્માના પ્રતિનિધિ દેવતાઓ એવા હલકી કક્ષાના માણસો જેવા હોતા નથી, જે માત્ર હાજરી પુરાવી દેવાથી અથવા કોઈ ભેટ સોગાદ આ૫વાથી, પ્રશંસા કે સ્તવન વાકયોનું ઉચ્ચારણ કરી દેવાથી પ્રસન્ન થઈ જાય અને પોતાની ખુશામત૫સંદ ટેવને કારણે ચમચાગીરી કરનારાના દુર્ગુણો ન જુએ અને પોતાનાની પાસે લઈ લે ! જો દેવતાઓની પ્રકૃતિ આવી જ રીતની હોત તો તેમનામાં અને સાધારણ માણસમાં કોઈ ફરક ન રહેત, ખુશામત સાંભળીને કે કોઈ બીજી રીતે પ્રસન્ન થઈને તેઓ ગમે તેની ૫ર અનુગ્રહ વરસાવી દેત.
૨૧… પીપળે પાણી રેડવું
લોકવાયકા મુજબ જ્યારે પાંડવો મહાભારતનું યુધ્ધ પૂર્ણ કરી હિમાલયમાં પ્રાયશ્ચિત કરવા ગયા ત્યારે હિમાલયે તેમનાથી ગોત્ર હત્યા, બ્રહ્મહત્યા થઈ હોઈ આશરો આપવાની ના પાડી અને કહ્યું કે તમે દ્વારકા જાવ ત્યાં ભગવાન કૃષ્ણ માર્ગ બતાવશે. ભગવાન કૃષ્ણએ તેમને કાળો સાંઢ અને કાળા તલ આપી જણાવ્યું કે જે તીર્થમાં આ સાંઢ તથા તલ પધરાવતા બન્ને સફેદ થાય તો તે સ્થળે જ વિધિ કરવાથી મોક્ષગતિ મળશે. પાંડવો ૬૮ તીર્થની યાત્રા કરતા કરતા પ્રભાસ ક્ષેત્રના પ્રાચીમાં આવ્યા અહીં સરસ્વતી નદીમાં તલ અને સાંઢ પધરાવતા બન્ને સફેદ થતા તેઓએ ધાર્મિક વિધિ કરી હતી અને ધર્મરાજાએ અહીં પીપળાનું વાવેતર કર્યું. આ પીપળે પાણી રેડવાથી પિતૃઓને મોક્ષ મળે તેવી માન્યતા છે. આમ અહીં શ્રાધ્ધ દરમિયાન સર્વપિતૃઓની વિધિ કરવા લોકો આવે છે. જેથી તેમને મોક્ષ પ્રાપ્ત થાય તેવી માન્યતા છે.
૨૨… તુલસીને જળ આપવું
તુલસીનો છોડ ઘરમાં હોવાથી હવાની સાથે તુલસીના બીજ અને સુગંધ સમગ્ર ઘરમાં ફેલાઇ જાય છે. જેના કારણે ઘરનું વાતાવરણ ઘરની વ્યક્તિઓને માનસિક અને શારીરિક રુપે સ્વસ્થ બનાવે છે.
વહેલી સવારે સૂર્યને અર્ધ્ય ચઢાવવાની સાથે તુલસીને પણ જળ જઢાવવામાં આવે છે. આ કાર્ય ધર્મની સાથે-સાથે સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલું છે. જળ ચઢાવવાની ક્રિયા થકી તેની સમીપ જઇ શકાય તે આશય હોય છે. તુલસી ગુણકારી ઔષધિ છે. તેના પાનનો ઉપયોગ દવાના રુપમાં પણ થાય છે. જ્યારે જળ ચઢાવવા તુલસીની નજીક જવામાં આવે છે ત્યારે તેની સુગંધથી જ આપણા શરીરમાંના જીવાણુઓ નષ્ટ થાય છે. જે આપણને શરદી, ફ્લૂ જેવા રોગો સામે રક્ષણ આપે છે
૨૩… અન્નદાન – અન્નક્ષેત્ર
અન્નદાન એ એક મહાન દાન છે. અન્નદાન જેવું બીજું એકેય પુણ્ય નથી. ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે, અન્નદાન મહાપવિત્ર છે અને ત્રણે તાપનો નાશ કરનાર છે તેમજ સર્વ સુખ દેનારું છે. માટે અન્નદાન હંમેશાં શ્રદ્ધાપૂર્વક દેવું. અન્નદાન કરનાર વ્યક્તિ અક્ષયસુખને પામે છે અને આ લોકમાં ઉત્તમ યશ પામીને મોક્ષપદને પ્રાપ્ત કરે છે.
પરાશર મુનિ કહે છે, જે મનુષ્ય સદા એકાગ્ર મનથી અન્નદાન કરે છે તેને કદી કષ્ટ આવતું નથી. થાકેલા અને પૂર્વે નહીં થાકેલા પથિકને શ્રદ્ધાપૂર્વક જે અન્નદાન આપે છે તેને મોટું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ને અતિથિને જમાડયા પછી જમવું એ સમાન કોઈ ધર્મ નથી.