ભારત વર્ષની મહાન સંકસ્કૃતિ તમામ વિષયોમાં વૈવિધ્યસભર છે. છતાં પણ કોઈપણ તત્વ પ્રત્યે જરાપણ ભેદભાવ રાખ્યો નથ,માનવ ઉપર અત્યાચાર કરતા પરિબળોને નાથવા માટે આ પૃથ્વી ઉપર જન્મ લેતાં ઈશ્વરીય અવતારોને પણ પૂજયા છે તો સંસ્કૃતિની રક્ષા કરવા પોતાનું સમગ્ર જીવન ન્યોચ્છાવર કરનાર ઋષિમુનિઓને પણ પુજયા છે. તેણે સમાજજીવનને નવી દિશા આપતા મહાપુરૂષોને પણ પૂજયા છે તો ગાય જેવા મૂંગા પ્રાણીને માતાનું સ્થાન આપ્યું છે. તેણે ઝાડ, પાન, વનસ્પ્તિની મહત્તા સમજી તેની પણ પૂજા કરવા જણાવ્યું છે. તેજ જ આજે પણ દરેકના ધરમાં તુલસીનો છોડ અવશ્ય હોય છે, સ્ત્રીઓ પીપળાની પૂજા કરે છે. ભગવાન શંકરની પૂજામાં લીલી વૃક્ષના પાનનો ઉપયોગ થાય છે, જયારે દેવદારુના વૃક્ષને ખુદ માતા પાર્વતી જળ આપીને ઉછેરતા આવો ઉચ્ચમહિલા ધરાવતી વનસ્પતિ સુષ્ટિપુજનની અધિકારી છે.