બ્રુહસ્પતિના ગ્રહને વૈદિક જયોતિષ- શાસ્ત્રમાં ગુરુ અને દેવગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંસ્કૃત ભાષનાં આ શબ્દોનો અર્થ શિક્ષક, પ્રકાશનાં દેવ અને દેવતાઓનાં શિક્ષક એમ થાય છે. ગુરુનો ગ્રહ સર્વોચ્ય કક્ષાનો પવિત્ર, શુભ અને ગ્રહોમાં શ્રેષ્ઠ લાભદાયી ગ્રહ છે. જેમ શુક્રનો ગ્રહ બ્રાહ્મણ જ્ઞાનીનો છે અને ભૃગુ વંશનાં સંતાનો અનુસરે છે તેમ જ ગુરૂનો ગ્રહ પણ બ્રાહ્મણ જ્ઞાતીનો છે અને બ્રાહ્મણ સંતાનો અંગીરસ વંશને અનુસરે છે ગુરૂનાં અનેક વિશેષણો છે, “સત્તાનો ગ્રહ”, “મનને કળી સેનાર” “પવિત્ર વાણીનાં દેવ” વગેરે.ગુરૂનો ગ્રહ ભાગ્ય સંપત્તિ, પ્રતિષ્ઠા, નસીબ, ભકિત વિશ્વાસ, આધ્યાત્મિકતા, દાન, નિતિવાન, ધ્યાન, મંત્ર, બાળક (બાળપણ), ન્યાય પ્રિય, મંત્રીપદ, વકીલાતનાં ગુણો, ન્યાયધીશનાં ગુણો અને ધર્મ તથા સરકારી નેતાઓ જેવાં લક્ષણોનો કારક છે.