હિન્દુ ધર્મની પાયાની ચાર માન્યતાઓ
* હિન્દુ ધર્મની પાયાની ચાર માન્યતાઓ છે.જેને હિન્દુ ધર્મની આગવી વિશેષતાઓ પણ કહી શકાય.એ માન્યતાઓ અન્ય વિશ્વ ધર્મો કરતાં હિન્દુ ધર્મની અજોડતા દર્શાવે છે. એ પૈકી મુખ્ય ચાર માન્યતાઓ નીચે મુજબ છેઃ
(૧)એકેશ્વરવાદ અને અવતારવાદ,
(૨)મુર્તિપુજાવાદ,
(૩)આત્માવાદ,
(૪)કર્મ અને પુનર્જન્મવાદ.
માન્યતા ૧ એકેશ્વરવાદ અને અવતારવાદ
*હિન્દુ ધર્મ અનેક ભગવાન નહી,પરંતુ એક જ સર્વોપરિ ભગવાનમાં માને છે તેને પરમાત્મા,પરબ્રહ્મ કે પુર્ણ પુરુષોતમ નારાયણપણ કહે છે. એ પરમાત્મઆનો દિવ્ય આકાર છે. એ પરમાત્મા સર્વ કર્તાહર્તા છે.અસંખ્ય બ્રહ્માડોની ઉત્પતિ-પાલન-પ્રલયનું એઓ સર્વોપરિ કારણ છે.
* એજ પરમાત્મા આ પૃથ્વી ઉપર ચાર હેતુ માટે જન્મ ધારણ કરે છેઃ
(૧)અનેક જીવોના કલ્યાણ માટૅ.
(૨)પ્રેમી ભક્તોના લાડ લડાવવા માટે.
(૩)ભક્તોની રક્ષા માટૅ.
(૪)અસુરોના વિનાસ માટૅ.
*એજ સર્વોપરિ ભગવાન જુદાં જુદાં કાર્ય નિમિતે ઇશ્વરીય વિભુતિઓ દ્રારા પોતનો દિવ્ય પ્રભાવ જણાવે છે. એને અવતાર કહેવામાં આવે છે.અવતારો અનેક હોય છે.પરંતુ તે દરેકમાં એક જ સર્વોપરિ પરમાત્માની શક્તિ રહેલી છે,હિન્દુ ધર્મમાં દસ અવતારનો મહિમા વિશેષ છે.
માન્યતા ૨ મુર્તિપુજાવાદ.
* હિન્દુ ધર્મમાં ભગવાનની મુર્તિનેપણ એક અવતાર માનવામાં આવે છે.શાશ્ત્રોમાં ભગવાને વરદાન આપ્યુ છે કે ચિત્ર, ધાતુ, પથ્થર કે લાકડુ વગેરે આઠ પ્રકારની મુર્તિઓમાં હું અખંડ રહુ છુ.આથી,હજારો વર્ષોથી હિન્દુઓ માને છે કે મુર્તિ દ્રારા સાક્ષાત ભગવાન ભક્તોના ભાવ ગ્રહણ કરે છે.શુધ્ધ ભાવના સાથે ભગવાનની મુર્તિની સેવા-પુજા-પ્રાર્થના કરનારને ભગવાનના સાક્ષાત સાંનિધ્યનો આનંદ મળૅ છે.