મુંબઈ રાજ્યના ઈ.સ. ૧૯૦૧ માં પ્રસિદ્ધ થયેલ ઈ.સ. ૧૮૯૧ ના વસ્તી ગણતરી મુજબ કચ્છ અને કાઠીયાવાડ સહિત બ્રહ્મનો ની કુલ સંખ્યા ૫,૬૮,૮૬૮ હતી, જે કુલ હિંદુ વસ્તી ના ૫.૭૫% જેટલી હતી. રાજગોર બ્રહ્મણ જ્ઞાતિ સેવા સંઘ નું બંધારણ અપિલ,૪,૧૯૬૦ માં અમલમાં આવ્યું. ત્યારે સૌરાષ્ટ્ર માં ૪૮૨ ગામડા માં ૨,૮૭૬ કુટુંબો હતા.
ઈ.સ. ૨૦૦૮ માં જ્ઞાતિ સર્વે મુજબ ફક્ત ગુજરાત માં જ ૧૨,૫૦૦ જેટલા કુટુંબો છે.૧૮૯૧ ના સર્વે પ્રમાણે કાઠીયાવાડી તથા કચ્છી રાજગોર ની કુલ વસ્તી ૨૩,૫૯૬ જેટલી હતી. જે પૈકી આપણી જ્ઞાતિ રાજવી કુટુંબ ના ગોર તરીકે ઓળખાય છે. કચ્છ માંથી જયારે કથી દરબારો કાઠીયાવાડ માં રાજ્યકર્તા તરીકે આવ્યા ત્યારે કોઈ બ્રહ્મનો અજ્ઞાતી નું ગોરપદુ સ્વીકારવા તૈયાર ન થયા.
રાજગોર જ્ઞાતિ ના પૂર્વજ શ્રી માવઋષી એ વિ.સ. ૯૫૦ માં કાઠી દરબાર નું ગોરપદુ સ્વીકારી એક ક્રાંતિકારી પગલું લીધું. માવઋષી જ્ઞાતિ ના આદિપુરુષ ગણાય છે. કાળક્રમે અન્ય પાંચ ઋષી ઓ પણ કાઠી ના ગોર તરીકે જોડાયા હોવાની સંભાવના છે. જેથી આ છ ભાઈઓ ના વંશજો કાઠીગોર રાજગોર તરીકે ઓળખાયા. જેમાં મેહતા, માઢક, શીલુ, ધાંધિયા અને તેરૈયા અટક નો સમાવેશ થાય છે. તેમનું ગોત્ર કોશીક ગણાયું. તે સિવાય રાજગોર અવતિયા કેહવાયા.
કઠિ જ્ઞાતિનું ગોરપદુ સ્વીકાર્યું, પરંતુ કાઠી લોકો આપણ ને “રાજ્યનું પૂરું હિત કરનાર” ગણેલ હોય ‘રાજ પુરોહિત’ નું બિરુદ આપેલ. કાઠી જ્ઞાતિ માં રાજગોર વિષે શું સ્થાન હતું તે શ્રી જલુભાઇ ખાચર પ્રકાશિત કરાયેલ “કાઠી સંસ્કૃતિ ભાગ-૧” ના પૃષ્ઠ ૧૪૦ થી ૧૪૨ પર નીચે મુજબ વર્ણન કરેલ છે.
‘રાજગોર’ ‘રાજગર’ અથવા ગોરબાપા ભૂદેવ તેમજ મહારાજ અથવા જાજરમાન મન ના અધિકારી એટલે રાજગોર બ્રહ્મનો કાઠી દરબારો માં ખુમાણ, વાળા, ખાચર અને લાલુ આ બધી પ્રજા ના રાજગોર બ્રહ્મનો માઉ ઋષિ ના વંશજો થયા. રાજગોર ચતુર કોમ છે. ઘણા બધા રાજ્ગોરો ને ગરાસ મા જમીન મળેલી છે. અને દરબારી ઠાઠ થી રેહનારી આજ્ઞાથી અવર (બીજા) પાસે હાથ લાંબો નથી કરતા. માટે ઋષિ અતિ તેજસ્વી કુલ છે. કારણ કાઠી એ કશ્યપ ગોત્ર છે. જે સૂર્ય વંશ અતિ તેજસ્વી અને સમજદાર, બુદ્ધિ, ચાતુરી, ઉદારતા, સહનશીલતા, ધીરજ, શીલતા, શૂરવીરતા આવા અનેક ગુણો થી સુર્યવંશ અને તેના રાજગોર સામાન્ય ન હોય શકે. માઉ ઋષિ તેજસ્વી અને ગુણો થી સભર હોવાથી જ સૂર્યવંશી ઓએ સ્વીકારેલ. રાજગોર ની કેટલીક શાખાઓ (કાઠી સંસ્કૃતિ મુજબ)
(૧) શીલુ (૨) રવૈયા / રવિયા (૩) તૅરૈયા (૪) બોરીસાગર (૫) ચાઉ (૬) ભરાડ (૭) ગામોટ (૮) ધાંધિયા (૯) મહેતા (૧૦) ઝાંખરા વિગેરે. રાજગોર સમાધાન કરનારા કાઠી ના અંદરો અંદર ના ઝઘડા માટે, અભણ રાજગોર હોય તો પણ કુળગોર તરીકે માન મરતબો રાખતા. આજે તો ઘણા બધા વિદ્વાનો રાજગોર મા જોવા મળે છે. એક તો બ્રાહ્મણ અને વિદ્યા જાણે શંખ અને દૂધે નાહ્યા એટલે વિદ્વાન રાજગોર ને જોઈએ ત્યારે ગર્વ થાય, કે રાજગોર જ્ઞાતિ એ રાજ્ય માટે મોટો ભોગ આપ્યો છે. રાજગોર દાદા ને સમાધાન ની યાદી મા બન્ને પાસા તરફ થી ગરાસ મા ખેતી લાયક જમીનો આપવામાં આવતી. ડાયરા મા રાજગોરનું સ્થાન ‘દાદા’ જેવું મળતું. દાદા વગર ડાયરો અધુરો લાગે.
જય પરશુરામ ….