આરોગ્ય વિજ્ઞાનના પ્રથમ આંદોલનો ફેલાવ્યાભારતીય સંસ્કૃતિએ…
* હજારો વર્ષ પહેલાં વિશ્વને આરોગ્યનો એકડો ધુટાવનાર છે ભારત.વૈદિક સમયમાં ભારતીય ઋષિઓએ’આર્યુવેદ’દ્રારા આરોગ્ય વિજ્ઞાનનો સૌપ્રથમ પ્રકાશ ફેલાવ્યો હતો.શસ્ત્રક્રિયા(સર્જરી)થી માડીને બાળરોગો તેમજ ઔષધ વિજ્ઞાન(ફાર્મસી)થી માંડીને પશુઓના આરોગ્ય સુધી આર્યુવેદના પ્રાચીન ઋષિઓ-આચાર્યોએ હજારો રોગો અને તેના ઉપચાર પર સમગ્ર વિશ્વને અદભુત માર્ગદર્શન આપ્યુ છે.
આ આયુર્વેદ આજેય વિશ્વના સૌથી પ્રાચીન આરોગ્ય વિજ્ઞાન તરીકે લાખો લોકોને આરોગ્ય બક્ષે છે.
વિશ્વના સૌપ્રથમ ફિઝિશિયન હતાઃ ભારતીય…
* ભારતના મહાન ઋષિ ચરક.પશ્ચિમના લોકો ગિપોક્રેટસ નામના ગ્રીક વિદ્રાનને જગતના પ્રથમ ફિઝિશિયન તરીકે માન આપ્ર છે.પરંતુ તેના જન્મ પહેલા ઓછાંમાં ઓછાં ૩૦૦ વર્ષ પહેલાં આચાર્ય ચરકે ‘ચરક સંહિતા’મહાન ગ્રંથ લખીને કેન્સર સહિત અનેક રોગોના લક્ષણૉ,ઉપચારો,ઔષધો વગેરે વિશે વૈજ્ઞાનિક પધ્ધતિથી જગતને માર્ગદર્શન આપ્યું છે.તેમેને એક લાખ કરતા વધુ ઔષધીઓનું જ્ઞાન સિધ્ધ હતું.