મુંબઈથી ભુસાવલ જતી રેલ્વે લાઈન પર ૧૮૮ કિ.મી. દૂર મહારાષ્ટ્રમાં નાસીક રોડ રેલ્વે સ્ટેશન આવેલુ છે ત્યાંથી નાસિક શહેર ૮ કિ.મી. દૂર છે. અને અહિંથી મોટર રસ્તે ૨૮ કિ.મી. પશ્ચિમે બ્રહ્મગિરિ નામનાં પર્વત આવેલો છે. જે ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન છે. અને તેની તળેટીમાં ત્ર્યંબકેશ્વર મહાદેવના જયોર્તિલિંગનું મંદિર આવેલ છે.
કથાસાર પ્રમાણે, હજારો વર્ષ પહેલાં મહાન ૠષિ ગૌતમ અને તેમની પત્ની અહલ્યા આશ્રમમાં બીજા ૠષિઓ સાથે રહેતા હતા. પરંતુ એક વખત ઝઘડો થતાં બીજા ૠષિઓએ ગૌતમ ૠષિને હેરાન કરવા શ્રી ગણેશજીને રીઝવવા તપ કર્યું. ગણપતિજી પ્રસન્ન થયા ત્યારે આ આશ્રમમાંથી ગૌતમ ૠષિને કાઢી મૂકવાનું વરદાન માંગ્યુ. ત્યારે ગણેશજીએ નિર્બળ ગાયનું રૂપ ધારી ગૌતમ ૠષિ પાસે પડેલું ધાન ખાવા ગયા. જેવા ગૌતમ ૠષિએ ઘાસના પૂળાથી ગાયને અટકાવી કે તરતજ ગાય જમીન પર પડીને મૃત્યુ
ત્ર્યંબકેશ્વર જયોર્તિલિંગ