મલ્લિકાર્જુન
મલ્લિકાર્જુન સ્વામીનું જયોર્તિલિંગ કૃષ્ણ અને ગોદાવરી નદીના તીરે ૨૫૦૦ ફૂટ ઊંચા શ્રી શૈલ નામના પર્વત પર બિરાજમાન છે. જેને શિવજીનું બીજું નિવાસસ્થાન ગણવામાં આવે છે અને આ પર્વતને દક્ષિણ ભારતનો કૈલાસ પર્વત કહે છે. આ સ્થળ હૈદરાબાદની દક્ષિણે ૨૨૦ કી.મી. તેમજ કર્નુલ ટાઉનથી ૧૮૦ કી.મી. દૂર છે. ત્યાં પહોંચવા માટે નજીકના રેલ્વે સ્ટેશનો હૈદરાબાદ અને કર્નુલ ટાઉનથી મોટરબસ દ્વારા શ્રી શૈલમ જવું પડે છે. અને ત્યાંથી બસ બદલીને શ્રી શૈલમ દેવસ્થાનના બસમાં જ બાકીનો ૧૫ કિ.મીનો રસ્તો પસાર કરવાનો રહે છે.દક્ષિણ ભારતમાં જૂઈનાં સફેદ ફૂલોને મલ્લિકાર્જુન કહે છે.
આ મંદિર ફરતે વીસેક ફૂટ ઊંચો કિલ્લો છે, દક્ષિણ ભારતની પ્રણાલિકા મુજબ ચારેય દિશામાં શિલ્પકળાથી સભર ઊંચા ગોપુરમવાળા પ્રવેશદ્વારો છે. વિશાળ પટાંગણની વચ્ચે મલ્લિકાર્જુન સ્વામીનું ભવ્ય મંદિર