ભાગ-૫-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-દ્વાદશા શ્રાદ્ધ
દ્વાદશા શ્રાદ્ધ
–શરૂઆતમાં નિત્ય તર્પણ, વિષ્ણુપૂજા વગેરે.
–જનોઈ સવ્યમ્ (ડાબી બાજુ)
–જમણા હાથ તરફ એક પાટલા પર એક ચટ પૂર્વાભિમુખ અનેબીજા ત્રણ ચટ ઉત્તરાભિમુખ મૂકવા. પછી આચમન કરવું.
ॐ केशवाय नमः, ॐ माधवाय नमः, ॐ नारायणाय नमः.
હાથ ધોવા ॐ गोविंदाय नमः.
–હાથમાં દર્ભની સેર અને જવ લઈ પૂર્વાભિમુખ રાખેલા ચટ પર હાથ મૂકી રાખવો.
ॐ एकानागसंज्ञिका विश्वदेवाः आगतः व स्वागतम्.
–જવ ઉપર મૂકી દેવા. ફરીથી હાથમાં જવ લઈ બીજા ત્રણેચટોનું આ મુજબ સ્વાગત કરવું.
–બધા ચટો ઉપર પાણી, ચંદન, ફૂલ ચડાવવાં.
–જનોઈ જમણી બાજુ (અપસવ્યમ્) કરવી.
–શ્રાદ્ધ કરનારેદક્ષિણ દિશામાં મુખ
રાખી પહેલાં પૂર્વાભિમુખના ચટ ઉપર તલ
અનેદર્ભની સેર રાખી જમણો હાથ અડાડી રાખવો.
गतोऽसि दिव्य लोकं त्वं कुतान्तविहिता प्रिये,
मनसा वायुभूतेन चटे त्वां निमंत्रये.
ॐ काश्यप गोत्राय…….प्रेताय ते आगतः व स्वागतम्.
–તલ એ ચટ પર મૂકી દેવા, અનેપાણી, ફૂલ, ચંદન ચડાવવાં.
–હવેઉત્તરાભિમુખ ચટોનું સ્વાગત વારા ફરતી. હાથમાં તલ લેવા.
પુરુષનું(પિતાનું) શ્રાદ્ધ / સ્ત્રીનું(માતાનું) શ્રાદ્ધ
ॐ काश्यप गोत्राय पिता/माता (મૃતકના પિતા કે માતાનું નામ)…….प्रेताय ते आगतः व स्वागतम्.
ॐ काश्यप गोत्राय पितामह/पितामही
(મૃતકના દાદા કે દાદીમાનું નામ)
…….प्रेताय ते आगतः व स्वागतम्.
ॐ काश्यप गोत्राय प्रपितामह/ प्रपितामही (મૃતકના વડદાદા કે વડદાદીમાનું નામ)………. प्रेताय ते आगतः व स्वागतम्.
જનોઈ ડાબી બાજુ (સવ્યમ્) કરી શરીર પર
પાણી છાંટવું.–સ્નાન
અપસવ્યમ્ — હાથમાં તલ અનેદર્ભ લેવાં.
ॐ पूर्वे नारायणः पातु वारिजाक्षस्तु दक्षिणे,
प्रद्युम्न पश्चिमे पातु वासुदेवोस्तथोत्तरे.
उर्ध्वे गोवर्धनो रक्षेत् अधस्ताच्च त्रिविक्रमः.
–તલ ફરતેવેરી દેવા.
–ડાબી તરફ જનોઈ કરવી. બંનેહાથ જમીન પર ચત્તા રાખવા.
श्राद्धभूमिं गयां ध्यात्वा देवं गदाधरं तथा,
ताभ्यां चैव नमस्कारं ततः श्राद्ध समाचरेत्.
सप्तव्याधा दशारण्ये मृगाः कालिंजिरेगिरी,
चक्रवाका सरद्वीपे हंसा सरसि मानसे.
तेऽपि जात कुरुक्षेत्रे ब्राह्मणा वेदपारगाः,
प्रस्थिता दीर्घमध्वानं पयं तेभ्यो वसादथ.
–શ્રાદ્ધ ભૂમીનેનમસ્કાર કરવા.
—દર્ભના ટુકડા પર વાડકીમાં પાણી, જવ, તલ, ચંદન, ફૂલ અનેદર્ભનો ટૂકડો મૂકી તે પાણી શરીર પર તથા પૂજાની સામગ્રી પર છાંટવું.
ॐ अपवित्रः पवित्रो वा૦
જનોઈ જમણી બાજુકરવી. હાથમાં સુતરનો ટૂકડો લેવો.
ॐ काश्यप गोत्राय ……. प्रेताय ते नमः आसनं समर्पयामि.
ફરીથી સુતરનો ટુકડો લેવો — ઉત્તરાભિમુખ ત્રણ ચટોનેમાટે. પુરુષ-
ॐ काश्यप गोत्रेभ्यः
पितृपितामहप्रपितामहेभ्य नमः आसनं समर्पयामि.
સ્ત્રી- ॐ काश्यप गोत्रेभ्यः
मातृपितामहीप्रपितामहीभ्य नमः आसनं समर्पयामि.
બારમાના શ્રાદ્ધનું પિંડદાન–
એક મોટો લાંબો પિંડ અનેત્રણ નાના પિંડ. મોટો પિંડ ઉત્તર દક્ષિણ અનેનાના પિંડોની સેર ઉત્તર-દક્ષિણ મૂકવી.
પુરુષ– काश्यप गोत्रे (મૃતકનું નામ)…….
प्रेतस्य पिंडीकरण निमित्तं एष
ते पिंड तव उपतिष्ठताम्. — મોટો પિંડ.
–દહીં, દૂધ, મધ ભેળવી એક એક ટુકડો વારા ફરતી ત્રણ પિંડોમાં ભેળવવો, અનેત્રણે
પિંડોનેમૂળ સ્થાનેમૂકતા જવું.
પુરુષ–
१. काश्यप गोत्रे ………. प्रेतस्य पिंड
त्वत्पिता काश्यप गोत्रेण (મૃતકનાં પિતા)………वसुरूपेण सह संयुजिनम्.
२. काश्यप गोत्रे …… प्रेतस्य पिंड त्वत्पितामहेन काश्यप गोत्रेण
(મૃતકના દાદા)………रुद्ररूपेण सह संयुजिनम्.
३. काश्यप गोत्रे …… प्रेतस्य पिंड
त्वत्प्रपितामहेन काश्यप गोत्रेण
(મૃતકના વડદાદા)………आदित्यरूपेण सह संयुजिनम्.
સ્ત્રી–
१. काश्यप गोत्रा …….. प्रेतस्य पिंड
त्वत्माता काश्यप गोत्रया
(મૃતકનાં મા)……… वसुरूपाया सह संयुजिनम्.
२. काश्यप गोत्रा …….. प्रेतस्य पिंड
त्वत्पितामह्याः काश्यप गोत्रया (મૃતકનાં દાદીમા)………..रुद्ररूपाया सह संयुजिनम्.
३. काश्यप गोत्रा …….. प्रेतस्य पिंड
त्वत्प्रपितामह्याः काश्यप गोत्रया (મૃતકનાં વડદાદીમા) आदित्यरूपाया सह संयुजिनम्.
–ફરીથી આ ત્રણ પિંડોનું પૂજન.
वसुरूप रुद्ररूप आदित्यरूप पिंडाय नमः
सर्वोपचारार्थे जलं वस्त्रं यज्ञोपवीतं
चंदनं पुष्पं धुपं दीपं नैवेद्यं कुंकुमं अक्षतान् समर्पयामि.
હાથ જોડી રાખવા.
પુરુષ काश्यप गोत्राणां अस्मत्
पितृपितामहप्रपितामहानां
वसुरुद्रादित्यस्वरूपाणां
સ્ત્રી काश्यप गोत्राणां अस्मत्
मातृपितामहीप्रपितामह्यानां
वसुरुद्रादित्यस्वरूपयाणां
विश्वदेवा पूर्वकस्यैक सपिंडना
विधिना श्राद्धस्य कृतस्य विधेर्यन्
न्यूनातिरिक्तां तत्सर्व भवतां ब्राह्मणानां
वचनात् श्री महाविष्णु प्रसादात् परिपूर्णमस्तु.
–પિંડની દર્ભની સળીનેહલાવવી. વચલો પિંડ સૂંઘવો. જનોઈ ડાબી તરફ કરી આચમન કરવું. હાથ જોડવા.
ईशान विष्णु कमलासन कार्तिकेय वहनि त्रयार्क रजनीशगणे श्वराश्राम,
कौ चामरेन्द्र कलशोद्भव काश्यपानां पदान्नमामि संत पितृमुक्ति हेतोः.
જનોઈ જમણી બાજુકરી દર્ભના મૂળથી પિતૃનું વિસર્જન કરવું. જનોઈ ડાબી બાજુકરી દર્ભના અગ્રથી વિશ્વદેવોનું વિસર્જન કરવું.