પ્લોટનાઆકાર અને ફળ
પ્લોટ પસંદગી વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખવી.
*આકારમાં બેડોળ પ્લોટ કદાપી ન લેવો.
*જે પ્લોટમાં ઈશાન ખૂણો મોટો હોય તો તે પ્લોટ સુખ તથા ધનલાભ આપનાર બને છે.
*જે પ્લોટમાં વાયવ્ય ખૂણો મોટો થતો હોય તો તેના માલિકની માનસિક સ્થિતિ ડામાડોળ રહે છે.
*ત્રિકોણાકાર પ્લોટના માલિકને કોર્ટ-કચેરીનું મોં જોવું પડે છે. વળી સતત ઝગડા થયા કરે છે.
*‘એલ‘ આકારનો પ્લોટ હોય તો તેના બે ટુકડા કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે.
*લંબગોળાકાર પ્લોટથી વિદ્યા તથા જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે.
*જે પ્લોટ અગ્નિ ખૂણાથી વધારે હોય તેનો માલિક સતત ચિંતાના ઓથાર તળે જીવે છે. આ પ્રકારના પ્લોટમાં રહેનાર નોર્મલ જીવન જીવી શકતા નથી.
*જે પ્લોટનો નેઋત્ય ખૂણો મોટો હોય તેનો માલિક ગુન્હાહીત પ્રવૃત્તિમાં સંકળાય છે.
*તારોડીયા એટલે કે સ્ટાર આકારનો પ્લોટ રહેણાંક માટે અશુભ ગણાય છે, પરંતુ કેટલાક ચોક્કસ વ્યવસાય માટે આ પ્રકારના પ્લોટને શુભ માનવામાં આવ્યો છે. ખાસ કરીને બે નંબરના કારોબાર કરતા લોકોને આ પ્રકારનો પ્લોટ વધુ અનુકૂળ આવતો જોવા મળ્યો છે.
*અષ્ટકોણ ધરાવતો પ્લોટ રહેવા માટે સારો ગણાય છે તથા આ પ્લોટમાં રહેનારને અનેક સ્ત્રોત દ્વારા આવક પ્રાપ્ત થાય છે. આ પ્રકારના પ્લોટમાં રહેનાર સુખ-શાંતિ તથા સમૃદ્ધિ ભોગવી શકે છે.
*ભદ્રાસન પ્રકારનો પ્લોટ પણ રહેનારને માનસિક શીતળતા આપનાર છે. આ પ્લોટમાં રહેનાર વ્યક્તિ કાયમી આનંદમાં રહેતી જોવા મળે છે.
*કોઈ એક દીશા બાજુ વધારાની ચોરસ કે લંબચોરસ જગા ધરાવતો પ્લોટ રહેનારના જીવનમાં અનિયમિતતા વધારનાર બને છે. તથા અકસ્માત આપનાર બને છે.
*ડમરૂ આકારનો પ્લોટ રહેનારનાં જીવનમાં ઘણા – ઘણા વિરોધાભાસ ઊભા કરનાર બને છે. આ પ્રકારના પ્લોટમાં કદાપિ વાસ ન કરવો જોઈએ.
*ગૌમુખી પ્લોટ રહેણાંક માટે શુભ ગણાય છે, વ્યવસાય માટે શુભ ગણાતો નથી, તેથી ઉલટી દિશા કરતા વ્યાઘ્રમુખ પ્લોટ બને છે જે વ્યવસાય માટે શુભ છે, પરંતુ રહેણાંક માટે યોગ્ય ગણાતો નથી.
*ઢોલક આકારના પ્લોટમાં રહેનાર પણ શુભફળ પ્રાપ્ત કરી શકતા નથી. આ પ્રકારના પ્લોટમાં રહેનાર વ્યક્તિ કોઈને કોઈ રોગનો શિકાર બનતા જોવા મળે છે.
*બાજુમાં દર્શાવ્યા મુજબ અર્ધગોળ કે પર્વતાકાર પ્લોટ રહેવા માટે શુભ મનાતા નથી. આ પ્રકારના આકારમાં રહેનાર વ્યક્તિના જીવનમાં ઘાત આવતી જોવા મળે છે. તથા આવી જગ્યામાં આત્માઓનો વાસ હોય તેવો અહેસાસ પણ જોવા મળે છે.
*ષટકોણ જમીનને રહેવા માટે શુભ માનવામાં આવી છે. આ પ્રકારના પ્લોટમાં રહેનાર વ્યક્તિના ઘરમાં કદી ધન-ધાન્યની કમી થતી નથી.
*સમાન રીતે બનતા અષ્ટકોણવાળી જમીન પર રહેવા માટે શુભ છે અને રહેનાર વ્યક્તિના યશ-માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે.
*જે પ્લોટમાં વાયવ્યકોણમાં વૃદ્ધિ થતી હોય તેનો માલિક વિચિત્ર મગજનો હોય છે. તેના ગુસ્સા પર કે વિચાર પર તેનું નિયંત્રણ રહેતું નથી. આ વ્યક્તિ સાથે વિચિત્ર પ્રકારના બનાવ બનતા જોવા મળે છે.
*વિષમ બાજુઓ તથા કોઈ દિશામાં ચોરસ કે લંબચોરસ જમીનના વધારાવાળો પ્લોટ રહેવા માટે હાનિકર્તા છે.
*જે પ્લોટમાં ખૂણા કપાતા હોય તે પ્લોટ રહેવા માટે શુભ ગણાતો નથી. આ પ્રકારના પ્લોટમાં રહેવાથી માનસિક શાંતિનો ભંગ થાય છે, તથા અણધારી આફત આવી પડે છે.
*પંખાકાર પ્લોટમાં રહેનાર વ્યક્તિના કુટુમ્બમાં કલેશ થાય છે, તથા ધીમે – ધીમે આ વ્યક્તિનું કુટુમ્બ વેરવિખેર થતું જોવા મળે છે. આ પ્રકારના પ્લોટને પિતૃદોષ સાથે ઘણીખરી લેવાદેવા છે.
ખાસ કરીને જે પ્લોટમાં ઈશાનકોણ કપાતો હોય તે પ્લોટને રહેવા માટે કદાપિ યોગ્ય ન ગણી શકાય.
*શૂર્પાકાર પ્લોટમાં રહેનાર વ્યક્તિ આર્થિકરીતે પાયમાલ થતો જોવા મળે છે, તથા ધીમે ધીમે તે વ્યાજના ચક્કરમાં ફસાઈને જીવન બરબાદ કરે છે.