* અગાઉ બધુ જ કેહવાયુ ગયું હોયુ છે છતાય તે તરફ કોઈએ લક્ષ્ય આપ્યું નહિ હોવાથી જ આપને ફરી ફરી ને તે કહેવું પડે છે.
* પહેલા તો આપણે શું મેળવવું છે , આપણું ધ્યેય શું છે, તે શોધી કાઢવું જોયએ અને પછી ત્યાં જલ્દી કઈ રીતે પહોચી શકાય એ માટે નો રસ્તો શોધી કાઢવો જોઈએ .
* ક્યાં જવું છે એ નક્કી કર્યા વગર તો ઘાણી નો બળદ જ ચાલે છે.
* માનસને સહેલાયથી મળેલી પહેલી સફળતા ઘણીવાર તેની છેલ્લી સફળતા બની જાય છે.
* સફળતા સેન્ટીમીટર ના માપથી મળે છે કિલોમીટર ના માપ થી નહિ.
* જીવનમાં એક પણ વિચાર નકામો જતો નથી ,માટે હમેશાં સારા જ વિચારો કરવા જોઇએ
* જેઓ તમારી માત્ર પ્રશંસા જ કરતાં હોય તેમને તમારા હિતેચ્છુ ના સમજતા પણ જે તમારી ભૂલોની ટીકા કર્યા કરતાં હોય તેજ ખરા હિતેચ્છુ છે.
* ભૂતકાળ ની ભૂલો ને વળગી ના રેહવું ,ભવિષ્યમાં ભૂલો નહિ કરોતો ભૂતકાળની ભૂલો માફ થઇ જશે.
* જયારે માણસ નવું કંઇક શીખી સકતો નથી ત્યારે માણસ તરીકેની તેની પ્રગતિ અટકી જાય છે.
* જેઓ ઓછામાં ઓછા કામો જીવનમાં મુલતવી રાખે છે તે જીવનમાં વધુમાં વધુ સફળતા પ્રાપ્ત કરે છે.