હિંન્દુ સંસ્કૃતિના આધારરુપ મહાન સંતો
* માણસના જીવનને શુધ્ધ બનાવીને ભગવાન સુધી પહોચાડવાનું કામ સંત કરે છે.માતા જેમ બાળકને શુધ્ધ અને પવિત્ર કરે તેમ સંત માણાસના હ્રદયને શુધ્ધ કરે છે.સંત સંસ્કૃતિના સનાતન મુલ્યો અને પરંપરાને જીવંત રાખે છે અને પેઢી દર પેઢી તેનું સિચન કરે છે.એવા સાચા સંત જ સંસ્કૃતિઓ સાચો આધારસ્તંભ છે.સંત વિના કયારેય સંસ્કૃતિ ટકતી નથી.સંત દ્રારા જ સંસ્કૃતિના અન્ય બે આધારસ્તંભો-મંદિર અને શાસ્ત્રો રચાય છે.
ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં ઋષિઓથી માંડીને આજે પ્રમુખસ્વામી મહારાજ પર્યત એવા મહાન સંતોની એક અવિરત શૃંખલા ચાલતી રહી છે,જેઓના કારણે સંસ્કૃતિ આજપર્યત ટકી છે. એવા કેટલાક મહાન આચાર્યો અને સંતોનાં નામોનું સ્મરણ કરીએ.
(૧)શંકરાચાર્ય,
(૨)રામાનુજાચાર્ય,
(૩)વલ્લભાચાર્ય,
(૪)ગૌતમ બુધ્ધ,
(૫)મહાવીર,
(૬)ચૈતન્યમહાપ્રભુ,
(૭)સંત તિરુવલ્લુવર,
(૮)સંત કબીર,
(૯)સંત જ્ઞાનેશ્વર,
(૧૦)સંત તુકારામ,
(૧૧)નરસિહ મહેતા,
(૧૨)મીરાંબાઈ,
(૧૩)આંડાળ,
(૧૪)સંત રૈદાસ,
(૧૫)સંત તુલસીદાસ,
(૧૬)ગુરુનાનક,
(૧૭)ભગતજી મહારાજ,
(૧૮)રામકૃષ્ણ પરમહંસ,
(૧૯)સ્વામી વિવેકાનંદ,
(૨૦)પ્રમુખસ્વામી મહારાજ.