સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-ત્રયોદશા શ્રાદ્ધ, ભાગ-૬
ત્રયોદશા શ્રાદ્ધ
વિષ્ણુના સ્થાપનના પાટલાની પાછળ એક પાટલા પર સફેદ કપડા પર ચોખાનું અષ્ટદળ કરવું. તેમાં વચ્ચેતાંબાનો કળશ મૂકવો.
કળશનેનાડાછડી બાંધવી. પાણી ભરવું. પંચ પલ્લવ. દૂર્વા, ફૂલ, સોપારી, કંકુ, ચોખા, પંચ ધાન્ય વગેરેનાખવાં.
ॐ कलशे जलं पंचपल्लवाः दूर्वा पुष्पं पूगीफलं कुंकुमं अक्षतान् पंचधान्यं निक्षिपाम्यहम्.
ઉપર ચોખા ભરી તરભાણી મૂકવી. તેમાં એક સોપારી અનેશ્રીફળ મૂકવું. કળશને ફરતા ૧૩ ચાંલ્લા કરવા. ૧૩ પૈસા અને૧૩ સોપારી સ્થાપનમાંઅષ્ટદળમાં મૂકવાં. પછી લલિતાદિ ૧૩ દેવતાઓનું નીચેમુજબ સ્થાપન કરવું.
જનોઈ ડાબી બાજુએ રાખવી. –ડાબા હાથમાં ચોખા લઈ જમણા હાથેબબ્બેદાણા વધાવવા.
यानिकानि च पापानि जन्मान्तर कृतानि च,
तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणा पदे पदे.
આ પછી હાથ જોડી પ્રાર્થના કરવી.
ॐ काश्यप गोत्रोत्पन्न ……… प्रेताय
सर्व पापक्षयकामः पूयशोणितयुत वैतरणी
संज्ञक नद्युत्तारण पूर्वकं सुखेन
वैकुंठभुवन प्राप्तिकामो वा ईमां वैतरणी
संज्ञिकां गां यमद्वारे पथि घोरे घोरा वैतरणी नदी.
धेनुके त्वं प्रतीक्षस्व यमद्वारे महापथे,
उत्तितीर्युं रहं देवी वैतरण्ये नमोस्तुते.
પાસે રાખેલા તુલસીના કુંડામાં દીવો- અરબત્તી કરી પુચ્છપાણીની વિધિ શરૂ કરવી. એ માટે એક તાંબાના વાસણ કે
સ્ટીલની ડોલમાં દૂધ-પાણી, તલ, જવ, કંકુ, અબીલ-ગુલાલ, ચોખા, ફૂલ, તુલસીપત્ર વગેરેનાખીનેગાયના પૂંછડા નજીક રાખવું.
પુચ્છપાણી આપનારેડાબા હાથમાં ફૂલ અને છૂટા પૈસા લઈ ગાયનું પૂછડું ડાબા હાથમાં લેવું. ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરી
ચાર વખત જમણા હાથે દર્ભની ઝૂડીથી સ્ટીલની ડોલમાંથી પાણી લઈ પૂછડે ચડાવવું. તેમ જ ભગવાનનું સ્મરણ કરી
ગતાત્માનો બ્રહ્મપ્રાપ્તિનો માર્ગ નિષ્કંટક બનો એવી પ્રાર્થના કરી ગાયનું પૂંછડું આંખેઅડાડવું. પગેલાગવું. આમ નાનાથી મોટાં દરેક જણ આ
વિધિ કરી શકે.જેદાન કરવાં હોય તે…ગોદાન, પંથિકદાન, લાડુસહિત કુંભદાન, લોઢાનું, કપાસનું, સાત ધાન્યોનું, તેર જોડ પગરખાંનું,
વસ્ત્રદાન વગેરેજેકરવું હોય તે. દાન આપતી વખતે જનોઈ જમણી બાજુ કરવી, અનેનીચેનો મંત્ર બોલવો.
ॐ काश्यप गोत्रस्य ………दासस्य(देव्याः) सर्व पापक्षयार्थं पूयशोणितयुत्
वैतरणी संज्ञक नद्यौ तारण पूर्वक सुखेन वैकुंठ भुवन प्राप्त्यर्थम्.
–જનોઈ ડાબી બાજુકરવી, અનેહાથ જોડી રાખવા.
भूतद्रव्यं सर्वजनकल्याणार्थे संप्रददेऽम् तेने पापहा श्री भगवान विष्णुः प्रियंताम्.