શિવ – શ્રી દ્વ્રાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર
સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ|
ઉજ્જયિન્યાં મહાકાલમ ૐકારમ અમલેશ્વરમ. ||૧||
ભાષાંતરઃ સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓંકારેશ્વર, અમલેશ્વર…
પરલ્યાં વૈદ્યનાથં ચ, ડાકિન્યાં ભીમશંકરમ|
સેતુબન્ધૈ તુ રામેશં, નાગેશં દારુકાવને. ||૨||
ભાષાંતરઃ પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમાં નાગેશ્વર…
વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં ગૌમતીતટે|
હિમાલયે તુ કેદારં, ધુશ્મેશં તુ શિવાલયે. ||૩||
ભાષાંતરઃ વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ પર ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, શિવાલયમાં ઘુષ્ણેશ્વર…
એતાનિ જ્યોતિર્લિગાનિ, સાયંપ્રાત: પઠેન્નર:|
સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિય. ||૪||
ભાષાંતરઃ જે કોઈ પણ મનુષ્ય પ્રતિદિન પ્રભાત અને સાયંકાલમાં આ બાર જ્યોતિર્લિંગના નામનો પાઠ કરે છે,
તો આ લિંગોના સ્મરણ માત્રથી સાત જન્મોમાં કરેલ પાપ નષ્ટ થઈ જાય છે.