શિવ – શ્રી શિવ લિંગાષ્ટકમ્
બ્રહ્મમુરારિસુરાર્ચિતલિંગમ્ નિર્મલભાસિતશોભિતલિંગમ્।
જન્મજદુ:ખવિનાશકલિંગમ્ તત્પ્રણમામિ સદાશિવલિંગમ્ ॥ ૧॥
ભાષાંતરઃ હું એ સદાશિવ લિંગને પ્રણામ કરું છું જેમની બ્રહ્મા, વિષ્ણુ તથા અન્ય દેવતાઓ દ્વારા અર્ચના કરવામાં આવે છે, જે સદૈવ નિર્મલ ભાષાઓ દ્વારા પૂજિત છે તથા એ લિંગ જે જન્મ-મૃત્યુના ચક્રનો વિનાશ કરે છે અને મોક્ષ પ્રદાન કરનાર છે.
દેવમુનિપ્રવરાર્ચિત લિંગમ્, કામદહં કરુણાકર લિંગમ્ ।
રાવણદર્પવિનાશન લિંગમ્, તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૨॥
ભાષાંતરઃ દેવતાઓ અને મુનિઓ દ્વારા પૂજિત લિંગ, જે કામનું દમન કરે છે તથા કરુણામય શિવનું સ્વરૂપ છે, જેમણે રાવણના અભિમાનને પણ નાશ કર્યો, એવાં સદાશિવ લિંગને હું પ્રણામ કરું છું.
સર્વસુગંન્ધિસુલેપિત લિંગમ્, બુદ્ધિવિવર્ધનકારણ લિંગમ્ ।
સિદ્ધસુરાસુરવન્દિત લિંગમ્, તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૩॥
ભાષાંતરઃ બધા પ્રકારના સુગંધિત પદાર્થો દ્વારા સુલેપિત લિંગ, જે બુદ્ધિનો વિકાસ કરનાર છે તથા સિદ્ધ-સુર અને અસુરો એમ બધા માટે વંદિત છે, એવાં સદાશિવ લિંગને હું પ્રણામ કરું છું.
કનકમહામણિભૂષિત લિંગમ્, ફણિપતિવેષ્ટિતશોભિત લિંગમ્ ।
દક્ષસુયજ્ઞવિનાશન લિંગમ્, તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૪॥
ભાષાંતરઃ સ્વર્ણ અને મહામણિઓથી વિભૂષિત, તથા સર્પોના સ્વામીથી શોભિત સદાશિવ લિંગ જે દક્ષના યજ્ઞનો વિનાશ કરનાર છે, આપને પ્રણામ.
કુંકુમચંદનલેપિત લિંગમ્, પંઙ્કજહારસુશોભિત લિંગમ્ ।
સંઞ્ચિતપાપવિનાશિન લિંગમ્, તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૫॥
ભાષાંતરઃ કુંકુમ તથા ચંદનથી શોભાયમાન, કમળના હારથી શોભાયમાન સદાશિવ લિંગ જે બધા સંચિત પાપોથી મુક્તિ પ્રદાન કરનાર છે, એ સદાશિવ લિંગને પ્રણામ.
દેવગણાર્ચિતસેવિત લિંગ, ભવૈર્ભક્તિભિરેવચ લિંગમ્ ।
દિનકરકોટિપ્રભાકર લિંગમ્, તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૬॥
ભાષાંતરઃ આપ સદાશિવ લિંગને પ્રણામ, જે બધા દેવો અને ગણો દ્વારા શુદ્ધ વિચાર તથા ભાવો દ્વારા પૂજિત છે તથા જે કરોડો સૂર્ય સમાન પ્રકાશિત છે.
અષ્ટદલોપરિવેષ્ટિત લિંગમ્, સર્વસમુદ્ભવકારણ લિંગમ્ ।
અષ્ટદરિદ્રવિનાશિત લિંગમ્, તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૭॥
ભાષાંતરઃ આઠો દળોમાં માન્ય, તથા આઠો પ્રકારની દરિદ્રતાનો નાશ કરનાર સદાશિવ લિંગ બધા પ્રકારે સૃજનનું પરમ કારણ છે – આપ સદાશિવ લિંગને પ્રણામ.
સુરગુરૂસુરવરપૂજિત લિંગમ્, સુરવનપુષ્પસદાર્ચિત લિંગમ્ ।
પરાત્પરં પરમાત્મક લિંગમ્, તતપ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૮॥
ભાષાંતરઃ દેવતાઓ તથા દેવ ગુરુ દ્વારા સ્વર્ગની વાટિકાના પુષ્પોથી પૂજિત, પરમાત્મા સ્વરૂપ, જે બધી વ્યાખ્યાઓથી શ્રેષ્ઠ છે – એવાં સદાશિવ લિંગ જે પ્રણામ.
લિંગાષ્ટકમિદં પુણ્યં યઃ પઠેચ્છિવસન્નિધૌ।
શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે॥ ૯॥
ભાષાંતરઃ જે કોઈપણ ભગવાન શિવજીના નિકટ આ લિંગાષ્ટક સ્તોત્રનો પાઠ કરે છે તે નિશ્ચિત રૂપે શિવલોકમાં નિવાસ કરે છે અને શિવજી સાથે અત્યંત આનંદ પ્રાપ્ત કરે છે.
॥ ઇતિ શ્રી લિંગાષ્ટકસ્તોત્રં સંપૂર્ણમ્ ॥