શિવ – શ્રી અર્ધનારીશ્વર સ્તોત્ર
ચામ્પેયગૌરાર્ધશરીરકાયૈ કર્પૂરગૌરાર્ધશરીરકાય ।
ધમ્મિલકાયૈ ચ જટાધરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૧ ॥
જેની અડધી કાય ચમ્પકના જેવી ગૌર છે, અડધુ શરીર કપૂરના જેવું સફેદ છે, અર્ધભાગમાં સુંદર સુંવાળા વાળ છે, જ્યારે બીજા અડધામાં જટા છે, આવા શિવા (પાર્વતી) ને તથા શિવને નમસ્કાર.
કસ્તૂરિકાકુઙ્કુમ્ ચર્ચિતાયૈ ચિતારજઃ પૂઞ્ચવિચર્ચિતાય ।
કૃતસ્મરાયૈ વિકૃતસ્મરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૨ ॥
(અર્ધદેહ) કસ્તુરી અને કુંકુમથી ચર્ચિત છે, (અન્ય અર્ધભાગ) ચિતાની ભસ્મથી ખરડાયેલો છે. એક ભાગ સ્મર (કામદેવ) ને ઉત્પન્ન કરનાર છે. અન્ય ભાગ કામદેવનો નાશ કરનાર છે, આવા શિવાને તથા શિવને નમસ્કાર.
ચલત્ક્વણત્ કંઙ્ગનૂપુરાયૈ પાદામ્બરાજત્ફણિનૂપુરાય ।
હેમાંગદાયૈ ભુજઙ્ગદાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૩ ॥
(દેહના એક ભાગમાં) કંકણ અને ઝાંઝર ઝમકે છે, બીજામાં પગની અંદર સર્પોનાં ઝાંઝર શોભે છે. એકમાં સોનાના બાજુબંધ છે, બીજામાં ભુજંગના બાજુબંધ, આવા શિવાને અને શિવને નમસ્કાર.
વિશાલનીલોત્પલલોચનાયૈ વિકાસિપડેકરુહલોચનાય ।
સમેક્ષણાયૈ વિષમેક્ષણાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૪ ॥
એક ભાગમાં વિશાલ નીલકમલ જેવાં નેત્ર છે, બીજામાં વિકસેલા લાલ કમળ જેવાં લોચન છે. એક ભાગમાં સમાન નેત્ર છે, બીજામાં વિષમ નેત્ર છે, આવા શિવાને અને શિવને નમસ્કાર.
મન્દારમાલાકુલિતાલકાયૈ કપાલમાલાંકિતકન્ધરાય ।
દિવ્યામ્બરાયૈ ચ દિગમ્બરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૫ ॥
દેહના એક ભાગમાં મન્દાર પુષ્પોની માળાથી કેશ ગૂંથ્યા છે, બીજામાં મુંડ માળાથી ડોક શોભે છે, એકમાં દિવ્ય વસ્ત્ર છે, બીજો ભાગ દિગમ્બર છે, આવા શિવાને અને શિવને નમસ્કાર.