જ્યોતિષશાસ્ત્રમાં રોગ માટે છઠ્ઠો ભાવ-ષષ્ઠેશ ૬-૮નો સંબંધ, રાશિ આધારિત જાતકને ક્યા દર્દો થઈ શકે તેનું સ્પષ્ટ નિદાન થઈ શકે છે.
રાશિ સંબંધિત થતા રોગો :
મેષ :– મસ્તકનાં દર્દો, મગજની અંદરના અવયવો, માથું દુઃખવું, આધાશીશી, નસ તૂટવી, મગજની અંદર રક્તશાસ્ત્રવ, વગેરે દર્દો આપે.
વૃષભ :– નાનું મગજ, ગળાનો ભાગ, સ્વર નળી, ટોન્સીલ, કાન, ખોપરીનો પાછળનો ભાગ, હડપચી, ગળાની મુખ્ય ધમની, કબજિયાત, ગુપ્તરોગ, સ્ત્રીઓમાં માસીકની અનિયમિતતા વગેરે દર્દો આપે.?
મિથુન :– જમણો હાથ તથા ખભાઓ, ફેફસાં, પાંસળીઓ, ન્યુમોનિયા, શ્વાસ, હાંફી જવું, બ્રોન્કાઈટીસ, હ્રદયના આવરણ પર સોજો આવે.
કર્ક :- અન્નનળી, હોજરી, છાતીનો દુઃખાવો, શ્વાસપટલ, અગ્નાશય, લીવરનો ઉપલો ભાગ, સ્તન, સ્તન સાથે સંકળાયેલી દૂધવાહી નસો, અપચો, અજીર્ણ, આમ્લપિત્ત, હેડકી, જલોદર, હિસ્ટીરિયા, પથરી, કમળો, સ્તનનું કેન્સર, હોજરીનો બગાડ વગેરે.
સિંહ :- હ્રદય, હ્રદયની મુખ્ય ધમનીઓ, હ્રદયના વિકારો, વાલ્વની બીમારી, છાતીની ધડકન વધવી, હાર્ટએટેક, છાતીમાં દુઃખાવો, પાંડુ રોગ, લોહીવિકાર, કરોડરજ્જુ સંબંધિત રોગો, વગેરે.
કન્યા :- નાના-મોટા આંતરડા, કમર-કટિપ્રદેશના દર્દો, લીવરનો નીચેનો ભાગ, ઉદરપટલ, એપેન્ડીક્ષ, કૃમિ, આંતરડાનો તાવ, (ટાઈફોઈડ) કોલેરા, સારણગાંઠ સંબંધિત રોગ થાય.
તુલા :- કિડની, મૂત્રપિંડ, કમરનો દુઃખાવો, બહુમુત્રતા અથવા અટકાયત, પથરી, કમરનો વાયુ, ચર્મ વિકાર, ખસ-ખરજવું-દાદર, ખુજલી વગેરે.
વૃશ્ચિક :- મૂત્રાશય, મૂત્રમાર્ગ, જનન અવયવો (શિશ્ન, યોનિ) સ્ત્રીમાં બીજકોષ, પુરૂષમાં (અંડકોષ) ગુદામાર્ગ, પથરી, મૂત્રનળીનો સોજો, ગરમીના વિકારો, પ્રમેહ, વૃશ્ચિક :- મૂત્રાશય, મૂત્રમાર્ગ, જનન અવયવો, સ્ત્રીમાં બીજકોષ, પુરૂષમાં (અંડકોષ) ગુદામાર્ગ, પથરી, મૂત્રનળીનો સોજો, ગરમીના વિકારો, પ્રમેહ, પ્રદર, ગર્ભાશયમાં ચાંદી, બીજકોષ વાહિનીનો અવરોધ, હરસ, વૃષણ વૃદ્ધિ, પુરૂષમાં વીર્ય-વીર્યબીજ, સ્ત્રીમાં ઋતુધર્મ, વ્યંધત્વ વગેરે.
ધન :- થાપા, જાંઘ, નિતંબ, જાંધનું હાડકું, નસો, સાયટિકા, નસનો સોજો, સંધિવા, અસ્થિભંગ, ફેફસાંની તકલીફ વગેરે થાય.
મકર :- ચામડી તથા ઘૂંટણનો ભાગ, ખસ, ખરજવું, કોઢ, પાચનના વિકારો, ગોઠણનો વા, હાડકું તૂટવું વિગેરે.
કુંભ :- ઘૂંટણથી પગની પિંડીનો ભાગ, ઉપસેલી નસો, પગના હાડકાનું ખસી જવું, પિંડી પરનો દુઃખાવો, હ્રદયના વિકારો અથવા જલોદર પર અસર.
મીન :- પગના તળિયાનો ભાગ, અંગૂઠો અને તેમાં થતા વિકારો, વાતરક્ત, વિગેરે.