દરેક ગ્રહનાં મૂળ રત્નો હોય છે. પરંતુ કેટલાંક એવાં રત્નો હોય છે કે જેને મૂળભૂત રીતે કોઈ ગ્રહના રત્ન તરીકે ઓળખાવી શકાય નહીં. તેમને મૂળ રત્નના સહાયક કે ઉપરત્નો તરીકે ઓળખવામાં આવે છે.
દરેક વ્યક્તિ મૂળ કે સાચાં ગ્રહરત્નો મોંઘા હોવાના કારણે ઘણીવાર ધારણ કરી શકતી નથી. તેવા સંજોગોમાં ઉપરત્નો કમસે કમ એકાદ ગ્રહખામીને ટાળવા માટે સમર્થ હોઈ તથા મૂલ્યમાં સસ્તાં હોઈ ઘણાં લોકો ધારણ કરે છે. આવાં કેટલાંક રત્નો વિશે આપણે જોઈશું.
વિષમણિ : આ પથ્થર પન્નાની ખાણમાંથી મળે છે અને તે લીલાશ પડતા રંગનો હોય છે. એવું પણ માનવામાં આવે છે કે સર્પના નેત્રમાં પણ વિષમણિ હોય છે. ઝેરી પ્રાણીઓના ડંખની ઝેરી અસર દૂર કરવા માટે આ નંગ ઘસીને દંશ ઉપર ચોપડવાથી ઝેર દૂર કરી શકાય છે.
મુનસ્ટોન : સફેદ રંગનો, ભૂરાં કિરણોવાળો, ચંદ્રના ઉપરત્ન તરીકે પહેરવામાં આવે છે.
ઉપરાંત મેલાકાઈટ, બ્લડ, સ્ટોન, રક્તસીમાક સ્ટોન, લાજવંતી, તામડો, ફીલોસ્ફર્સ સ્ટોન, સ્ટાર સ્ટોન, ટીલચર, સંઘ અબરી, કાસલા, પન્નાટોડી, મરગજન પન્ના, જલ પથ્થર, દાંતલો પથ્થર, કસોટી પથ્થર (કાળો કિરણવાળો), દૂધિયો, ચકમક સ્ટોન ઈત્યાદિ પથ્થરો પણ તેની સંશોધિત સ્થિતિમાં ઉપરત્નો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
રત્નો અને આકારો
દરેક રત્ન વિશેષ આકારથી વિશેષ અસરદાયક બને છે. સામાન્ય રીતે સૂર્યનું માણેક ગોળાકાર અને પહેલવાળું હોય છે.
ચંદ્રનું રત્ન મોતી કુદરતી સ્વરૃપમાં ચંદ્રમા જેવું ગોળ હોય છે.
મંગળનું રત્ન પ્રવાલપિષ્ટી ત્રિકોણ આકારનું વધુ ત્વરિત અસરદાયક ગણવામાં આવે છે.
બુધનું પાનું ઓવલ આકારનું, શુક્રનું હીરો ડાયમંડ આકારનું,
ગુરુનું લંબચોરસ પહેલવાળું પોખરાજનું નંગ,
શનિનું ચતુષ્કોણ આકારનું નીલમ પહેલવાળું,
રાહુનુ ગોમેદક શનિના જેવા પહેલવાળા ચોરસ આકારનું નીલમ પહેલવાળું,
રાહુનું ગોમેદક શનિના જેવા પહેલવાળા ચોરસ આકારનું,
જ્યારે કેતુનું લસણ જેવા રંગનું પહેલ વગરનું ચીમળાયેલા અને ઉપસેલા દાણા આકારનું કુદરતી સ્વરૃપમાં વધુ ફળદાયી છે.
કુદરતી રત્નોમાં જેના આકારમાં ફેરફાર કરવામાં નથી આવતો તે ચંદ્રનું મોતી અને કેતુનું લસણિયું છે.