જ્યોતિર્લીંગ એટલે કે જ્યોતિનું બિંદુ. ભગવાન શંકર આ પૃથ્વી પર ૧૨ સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયાં છે. આ બાર સ્થળોને જ્યોતિર્લીંગની સંજ્ઞા આપવામાં આવી છે.
આ બાર જ્યોતિર્લીંગના નામ છે-
મહાકાલ
મહાકાળેશ્વર મંદિર ભારત દેશમાં આવેલાં બાર જ્યોતિર્લિંગોં પૈકીનું એક છે.આ જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશ રાજ્યના ઉજ્જૈન નગરમાં આવેલું, મહાકાળેશ્વર ભગવાનનું મુખ્ય મંદિર છે. પુરાણો, મહાભારત અને કાલિદાસ જેવા મહાકવિઓની રચનાઓમાં આ મંદિરનું મનોહર વર્ણન મળી આવે છે. સ્વયંભૂ, ભવ્ય અને દક્ષિણમુખી હોવાને કારણે મહાકાળેશ્વર મહાદેવની અત્યંત પુણ્યદાયી મહત્તા રહેલી છે. આ જ્યોતિર્લિંગનાં દર્શન માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થઇ જાય છે એવી માન્યતા છે. મહાકવિ કાલિદાસે તેમના સુપ્રસિદ્ધ કાવ્યગ્રંથ મેઘદૂતમાં ઉજ્જયિની નગરનું વર્ણન કરતી વેળા આ મંદિરનો ઉલ્લેખ કર્યો છે.
દેવાધિદેવ મહાદેવે ઉજ્જૈની નગરીમાં મહાકાલ જ્યોતિર્લીંગ સ્વરૂપે ત્રીજો અવતાર લીધો હતો. ભગવાન મહાકાલ ભક્તોની રક્ષા કરનારા છે.મહાકાલ જ્યોતિર્લીંગનાં પ્રાગટ્યની એક કથાનો શિવમહાપુરાણમાં ઉલ્લેખ છે. જેમાં જણાવાયું છે કે, એક વાર રત્નમાલ નગરનો એક દૂષણ નામનો અસૂર ઉજ્જૈનમાં આવી પહોંચ્યો. વૈદિક ધર્મનાં વિનાશ માટે તત્પર રહેતા