૧.પંચામૃત : દૂધ, દહીં, ઘી, મધ અને સાકરનું મિશ્રણ.
૨.પંચપ્રાણ : પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન.
૩.પંચમહાપાતક : બ્રહ્મહત્યા, સુરાપાન, પરસ્ત્રીગમન, ચોરી અને આવા પાપીનો સંગ.
૪.પંચબ્રાહ્મણ : અરવિંદ, અશોક, નવમાલિકા, આંબામોર અને નીલોત્પલ.
૫.પંચવૃક્ષ : સ્વર્ગમાં પાંચ વૃક્ષ આ પ્રમાણે છે : પારિજાત, મંદાર, સંતાન, કલ્પ અને હરિચંદન.
૬.પંચાગ્નિ : ગાહ, પત્થ, આહવનીય, દક્ષિણ સભ્ય અને આવસથ્ય.
૭.પંચાંગ : ભારતીય પંચાંગના પાંચ અંગ આ પ્રમાણે છે : તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ.
૮.પંચાજીરી : સૂંઠ, ખસખસ, અજમો, કોપરું અને સવાનું ખાંડયુક્ત મિશ્રણ.
૯.પંચાયતન : ગણપતિ, દેવી, સૂર્ય, વિષ્ણુ અને શિવ એમ પાંચ દેવદેવીનો સમુદાય.
૧૦.ષડઋતુ : (૧) હેમંત (કારતક-માગશર) (૨) શિશિર (પોષ-મહા) (૩) વસંત (ફાગણ-ચૈત્ર) (૪) ગ્રીષ્મ (વૈશાખ-જેઠ) (૫) વર્ષા (અષાઢ-શ્રાવણ) અને (૬) શરદ (ભાદરવો-આસો)
૧૧.વિક્રમ સંવતના બાર માસ : (૧) કારતક (૨) માગશર (૩) પોષ (૪) મહા (૫) ફાગણ (૬) ચૈત્ર (૭) વૈશાખ (૮) જેઠ (૯) અષાઢ (૧૦) શ્રાવણ (૧૧) ભાદરવો અને (૧૨) આસો
૧૨.ગીતાના અઢાર અધ્યાયો : (૧) અર્જુન વિષાદયોગ (૨) સાંખ્ય યોગ (૩) કર્મ યોગ (૪) કર્મ બ્રહ્માર્પણ યોગ (૫) કર્મ સન્યાસ યોગ (૬) આત્મસંયમ યોગ (૭) જ્ઞાનવિજ્ઞાન યોગ (૮) અક્ષરબ્રહ્મ યોગ (૯) રાજવિદ્યારાજગુહ્ય યોગ (૧૦) વિભૂતિ યોગ (૧૧) વિશ્વરૂપ દર્શન યોગ (૧૨) ભક્તિ યોગ (૧૩) ક્ષેત્રક્ષેત્રત્રજ્ઞ યોગ (૧૪) ગુણત્રય વિભાગ યોગ (૧૫) પુરુષોતમ યોગ (૧૬) દૈવાસુર સંપદ વિભાગ યોગ (૧૭) શ્રદ્ધાત્રય વિભાગ યોગ અને (૧૮) મોક્ષ સન્યાસ યોગ.
૧૩.ગીતાના ત્રણ ઘટક : (૧) કર્મ યોગ : અધ્યાય ૧ થ ૬ (૨) ભક્તિ યોગ : અધ્યાય ૭ થી ૧૨ અને (૩) જ્ઞાન યોગ : અધ્યાય ૧૩ થ ૧૮
૧૪.બૌદ્ધ ધર્મના સંપ્રદાય : (૧) મહાયાન અને (૨) હીનયાન
૧૫.બૌદ્ધ ધર્મ ગ્રંથ ત્રિપિટકના વિભાગ : (૧) વિનય (૨) સ્તૂત અને (૩) અભિદ્યમ્મ
૧૬.અષ્ટ દ્રવ્ય : સોનું, રૂપુ, તાંબું, કથીર, પિત્તળ, સીસું, લોઢું અને પારો.
૧૭.અષ્ટ સૌભાગ્ય : સેંથામાં સિંદૂર, કપાળે ચાંલ્લો, આંખમાં કાજળ, નાકે વાળી, કાનમાં ઘરેણું, કેડમાં કીડિયાસેર, હાથમાં ચૂડો/ બંગડી અને પગમાં અઠ્ઠાસિયાં.
૧૮.ષડ્ગુણ : ઉદ્યોગ, સાહસ, ધીરજ, બળ, બુદ્ધિ અને પરાક્રમ.
૧૯.ષડરાગ : ભૈરવ, માલકોશ, હિંદોલ, શ્રીરાગ, કેદાર અને મલ્હાર.
૨૦.ત્રિગુણ : સત્વ, રજ અને તમ.