ભારતીય સંસ્કૃતિનાં આધારસ્તંભો
* હજારો વર્ષ પુરાણી ભારતીય સંસ્કૃતિ અનેક આક્રમણૉ પછી પણ આજપર્યત ટકી રહી છે.તેનું કારણ તેના અદભુત આધારસ્તંભો છે આપણી સંસ્કૃતિના મુખ્ય ત્રણ આધારસ્તંભો છેઃ
(૧)શાસ્ત્ર
(૨)મંદિર
(૩)સંત
હિંન્દુ સંસ્કૃતિનાં આધારરુપ મહાન શાસ્ત્રો
* શાસ્ત્રો માનવ જીવનને ધડે છે.શાસ્ત્રો આપણી પરંપરાઓનું જ્ઞાન આપે છે.શાસ્ત્રો આપણી આધ્યાત્મિક અને ભૌતિક પ્રગતિ કરાવે છે.ભારતિય સંસ્કૃતિએ આવાં શાસ્ત્રોની લાબી શ્રેણી આપી છે. એ પૈકી સંસ્કૃતિના આધારરુપ કેટલાક આપણા મહાન શાસ્ત્રો આ મુજબ છેઃ
(૧)ચાર વેદો,
(૨)દસ ઉપનિષદો,
(૩)ભગવદગીતા,
(૪)બ્રહ્મસુત્ર,
(૫)શ્રીમદભાગવત વગેરે ૧૮ પુરાણો
(૬)રામાયણ નએ મહાભારત જેવા ઇતિહાસગ્રંથો
હિન્દુ સંસ્કૃતિનાં આધારરુપ મહાન મંદિરો
* હજારો વર્ષોથી મંદિરોએ ભારતીય સંસ્કૃતિને ટકાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.મંદિરોથી ઉપાસના જળવાઈ છે,શ્રધ્ધા જન્મે છે,શ્રધ્ધાથી નૈતિકતા પ્રગટે છે અને આપણા સંસ્કારો જળવાઈ છે.મંદિરો માણસને મનની શાંતી આપે છે.માટે મંદિરો અનિવાર્ય છે.
* ભારતના ઉત્તર-દક્ષિણ-પુર્વ-પશ્ચિમમાં અસંખ્ય મંદિરો નએ તીર્થો દ્રારા સંસ્કૃતિના મુલ્યો જળવાયા છે.આપણા અનેક મહાન મંદિર તીર્થોમાંથી કેટલાંક મંદિરોનાં નામનું સ્મરણ કરીએ.
(૧)બદ્રરીનાથ મંદિર,
(૨)કેદારનાથ મંદિર,
(૩)મુક્તિનાથ મંદિર,
(૪)કાશી-વિશ્વનાથ મંદિર,
(૫)હનુમાનગઢી(અયોધ્યા),
(૬)જગન્નાથ મંદિર,
(૭)ભુવનેશ્વર મંદિર,
(૮)મીનાક્ષીમંદિર(મદુરાઈ),
(૯)વેંકટેશ મંદિર(તિરુપતિ),
(૧૦)રામેશ્વર મંદિર,ત્ર્યંબકેશ્વર મંદિર(નાસિક),
(૧૧)સોમનાથ મંદિર,
(૧૨)દ્રારકાધીશ મંદિર,
(૧૩)કૃષ્ણ-જન્મ મંદિર(વૃંદાવન)વગેરે.