ભારતીય સંસ્કૃતિનાં અન્ય મહાન પ્રદાનો…
* સંગીત અને નૃત્યઃ ભારતીય સંસ્કૃતિએ સામવેદમાથી મેળવેલું શાસ્ત્રીય સંગીત ભારતની વિશ્વને એક અદભુત ભેટ છે.જુદા જુદા સમય અને જુદી જુદી ઋતુઓ પ્રમાણે રાગ અને તાલની વૈજ્ઞાનિક પધ્ધતિ વિશ્વમાં અન્યત્ર કયાંય જોવા મળતી નથી.માનવ મન અને આત્મા પર આ સંગીતની અદભુત અસર થાય છે.
સંગીતની સાથે ભારતીય સંસ્કૃતિએ શાસ્ત્રીય નૃત્યની સૌથી પ્રાચીન ભેટ આપી છે.આ નૃત્ય દ્રારા વિવિધ પ્રકારના નવ રસ પ્રગટવવાની કલા વિશ્વમાં અજોડ છે.
*યોગઃ આધુનિક વિશ્વને અત્યણ્ત પ્રભાવિત કરનાર યોગ (યોગાસન)પણ ભારતીય સંસ્કૃતિની વિશ્વને એક સૌથી મોટી ભેટ છે.યોગ એટલે માત્ર શરીર જ સ્વસ્થ રહે તેનું વિજ્ઞાન નહિ,પરંતુ મન પ્રફુલ્લિત રહે અને આત્માપરમાત્મા સાથે જોડાઈ શકે તેવું અદભુત વિજ્ઞાન છે.યોગ પતંજલિ ઋષિની દેણ છે.
* પ્રાચીન રમતોઃશતરંજ (ચેસ)બુધ્ધિની કસોટી કરતી વિશ્વની એક અજોડ રમત છે.આ શતરંજની ભેટ ભારતીય છે.આ ઉપરાંત વિશ્વને હોકી જેવી વિવિધ અદભુત રમતોની ભેટ ભારતે આપી છે.
* અન્ય પ્રદાનોઃઆ સંસ્કૃતિએ શિલ્પકલા અને સ્થાપત્યવિધા(આર્કિટેકચર)માં પણ અદ્રિતીય પ્રદાનો આપ્યાં છે.લોખંડના ઉપયોગ વિના ગગનચુંબી મંદિરો અને મહેલો બનાવવાની પ્રાચીન ભારતીય પદ્રતિ આજેય સૌને આશ્ચર્ય પમાડે છે.