*બ્રાહ્મણની-ઉત્પતી*
બ્રહ્માજીએ તપોબળથી પોતાના મુખમાંથી વેદો ની રક્ષા કરવા માટે સર્વ પ્રથમ જે પુત્ર ઉત્પન્ન કર્યો તેને બ્રાહ્મણ કહેવાય છે. આમ બ્રાહ્મણો બ્રહ્માનું મુખ ગણાય છે. ઉત્તમ બ્રાહ્મણો દેવતુલ્ય ગણાય છે. બ્રહ્મ જાનનાતિ ઈતિ બ્રહ્મ (બ્રાહ્મણ).
બ્રાહ્મણ મહિમા
પ્રુથ્વિવ્યાં યાનિ તિર્થાની તાનિ તિર્થોની સાગરે
સાઘરે સર્વ તિર્થાની દક્ષિણ પાદે વેદાસ્તન્મુખ માશ્ચિતા
અર્થાત – પ્રુથ્વિ ઉપર જેટલાં તીર્થ છે. તે નદિઓમાં મળે છે. સમુદ્રમાં જેટ્લા તીર્થ છે. તે બધા બ્રાહ્મણો ના દક્ષિણાવર્તિ પગ મા છે. અને ચારેય વેદ બ્રાહ્મણો ના મુખમાં છે. બ્રાહ્મણના અંગમા દરેક દેવો નો વાસ છે. એટલા માટે જ બ્રાહ્મણની પુજા કરવી જોઇયે. અને પોતનું કલ્યાણ ઇચ્છનાર કદાપિ બ્રાહ્મણ નું અપમાન અને દ્વેષ કરવો ન જોઇયે.
બ્રાહ્મણની પુજા કરવા થી દેવની પુજા કર્યા તુલ્યા છે. પ્રુથ્વી ઉપર જે બ્રાહ્મણો છે તે વિષ્ણુ સ્વરુપ છે. ચારેય વર્ણમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે.
વર્ણાનામ બ્રાહ્મણો ગુરૂ – દરેક વર્ણ ના ગુરૂ બ્રાહ્મણ છે.
ભગવાન શ્રી ક્રિષ્ણએ યુધિષ્ઠિર ને કહેલો બ્રહ્માણમહિમા-
જેના કાન વેદોના શ્રવણ થી પવિત્ર થયા છે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે. હિંસા થી કાયમ દુર રહે છે. દાન લેવામાં સંકોચ માને છે. ગ્રુહસ્થાશ્રમમાં રહેવા છ્તાં બીજાને તરવામાં સમર્થ છે. જેને થોડુ મળે તો પન તે લોકહિત માં વાપરી નાખે છે એવા બ્રાહ્મણની સંગત કરવી અને તેના કાર્યો માં સહયોગ આપવો એ પુણ્ય નું કામ છે.
વાચક JITENDRA JANI દ્રારા