વૈદિક જયોતિષશાસ્ત્રમાં ચંદ્રના ઉત્તર મધ્યબિદુંને રાહુ કહે છે તથા દક્ષીણ મધ્યબિદુંને કેતુ કહે છે. આ બંને ગ્રહોને કાળા ગ્રહો કે છાયા ગ્રહો કહેવામાં આવે છે. આ બંને ગ્રહો ગ્રહણની બાબતો સાથે સંકળાયેલા છે. તેઓમાં શાસક હોવાથી કોઈ નિશાની નથી. છતાં પણ કહેવાય છે કે તે બુધ અને ગુરૂની રાશિને લાભ આપે છે, જયારે અન્ય લોકો કહે છે કે રાહુ કુંભરાશીને અને કેતુ વૃશ્વિક રાશીને લાભ આપે છે,ચંદ્રનું ઉત્તર મધ્યબિદું રાહુ છુપાવવું, ગળી જવું એમ અર્થ ધરાવે છે.