નિત્ય કર્મ માટેના મંત્રો
પ્રાતઃકાળે પથારીમાંથી ઊઠીને હાથનું દર્શન
કરાગ્રે વસતે લક્ષ્મીઃ કરમુલ્યે સરસ્વતી|
કરમધ્યે તુ ગોવિન્દઃપ્રભાતે કરદર્શનમ ||
ગુજરાતી ભાષાંતરઃ હાથના આગળના ભાગમાં લક્ષ્મી,મુળ ભાગમાં સરસ્વતિ અને વચલા ભાગમાં ગોવિન્દ વસે છે.માટે સવારે હાથનું દર્શન કરવું. જમીન પર પગ મુકતા પહેલાં પૃથ્વીદેવીને વદન
સમુદ્રવસને દેવી ! પર્વતસ્તનમંદડલે|
વિષ્ણુપત્નિ ! નમસ્તુભ્યં પઆસ્પર્શ ક્ષમસ્વ યે||
ગુજરાતી ભાષાંતરઃ સમુદ્રરુપી કપડાવાળી,પરતરુપી સ્તનવાળી અને વિષ્ણૂ ભગવનની પત્નિ હે પૃથ્વી દેવી ! તમને નમસ્કાર કરુ છુ.મારા પગનો તમને સ્પર્શ થાયએ માટે ક્ષમા કરો.
સ્નાન કરતી વખતે બોલવાનો શ્ર્લોકઃ
ગંગા સિધુ સરસ્વ્તિ ચ યમુના ગોદાવરિ નર્નદા
કાવેરી સરયુ મહેન્દ્રતનયા ચર્મણ્યતિ વેદિકા|
ક્ષિપા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગણ્ડકી
પુર્ણાઃ પુર્ણજલેઃ સમુદ્રસહિતાઃકુર્વન્તુ મે મેંગલમ્||
ગુજરાતી ભાષાંતરઃ ગંગા,સિધુ,સરસ્વતિ,યમુના,ગોદાવરિ,નર્મદા,કાવેરી,સરયુ,મહેન્દ્રતનયા, ચર્મણ્વતી અને ગંડકી,આ બધી સિધ્ધ નદીઓ પુર્ણ જળ વડે પરિપુર્ણ થઈ સમુદ્ર સાથે મળીને મારુ કલ્યાણ કરો.
ભોજન કરતી વખતે બોલવાનો શ્ર્લોકઃ
યજ્ઞશિષ્ટાશિનઃસન્તો મુજ્ધન્તે સર્વકિલ્બિષૈ|
ભુજ્જતે તે ત્વધં પાપા યે પચન્ત્યાત્મકારંઆત||
ગુજરાતી ભાષાંતરઃ રોજ પાચ મહાયજ્ઞ કરીને પ્રસાદીરુપે રહેલું અન્ન જમનાર એવા સદાચારી જનો બધાં પાપમાથી મુકત થાય છે.પરંતુ જેવો પોતાના માટે જ રાધે છે તે પાપીઑ પાપ જ ભોગવે છે.
રાત્રે સુતી વખતે બોલવાનો શ્ર્લોક:
કરચરણકૃતં વાકકાયજં કર્મજં વા
શ્રવણનયનજં વા માનસં વાડ્પરાધમ્|
વિહિતમવિહિતં વા સર્વમેતત ક્ષમસ્વ
જયજય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો ||