નવરાત્રિમાં કરો પુજા,ધટસ્થાપના,તેમજ દેવીની આરાધના

નવરાત્રિમાં કરો પુજા,ધટસ્થાપના,તેમજ દેવીની આરાધના

હિન્દુ ધર્મમાં શક્તિ ઉપાસનાનું વિશેષ મહત્વ છે.નવરાત્રિ મહોત્વસમાં દરેક દિવસની શરૂઆત દેવીના આ વિશેષ મંત્ર બોલીને કરવી સુખ-સમૃદ્ધિની કામના સાથે જોડાયેલી બધી મન્નતોને પૂરી કરનારી સિદ્ધિ હશે.
જાણો,

આ દેવીમંત્ર સવારે ઊઠી સ્મરણ કરવું મંગળકારી હોય છે. પરંતુ પવિત્રતાની દ્રષ્ટિએ યથાસંભવ સ્નાન કર્યા પછી દેવીની તસ્વીર કે મૂર્તિને ગંધ, અક્ષત, ફૂલ અને ધૂપ, દીપ લગાવી કરવાથી પણ દેવી કૃપા આપનારી માનવામાં આવે છે.

प्रात: स्मरामि शरदिन्दुकरोज्वलाभां

सद्रलवन्मकरकुण्डलहारभूषाम्।।

दिव्यायुधोर्जितसुनीलसहस्त्रहस्तां

रक्तोत्पलाभचरणां भवतीं परेशाम्।।

ગુજરાતી ભાષાંતરઃ શરદકાલીન ચંદ્રમાની જેમ જ પવિત્ર તેજવાળી, શ્રેષ્ઠ રત્નો સાથે જોડાયેલ હાર અને મકર કુંડળ સાથે સજેલી, સુંદર વાદળી રંગના હજારો ભુજાઓવાળી, જેમાં અનેક પ્રકારના અદભૂત અસ્ત્ર-શસ્ત્ર, લાલ કમળના રંગની જેવા ચરણવાળી જગત જનની દુર્ગાને હું સવારે પ્રણામ અને વંદન કરું છું.

નવરાત્રિમાં માતા દુર્ગાની આરાધાનાનું મહાપર્વ છે. આ દિવસોમાં દેવી માતાની ભક્તિ કરનારા ભક્તની બધી મનોકાના પૂરી થાય છે.

કેવી રીતે વિધિ કરશો ઘટ સ્થાપના માટે?

હિન્દુ પરિવારોમાં નવરાત્રિનો પહેલો દિવસે ઘટ સ્થાપના કરવામાં આવે છે. જેમાં જવારા વાવામાં આવે છે. તેની શાસ્ત્રકથન વિધિ આ પ્રમાણે છે –

ઘટ સ્થાપના માટે સમ્મુખી એકમ શ્રેષ્ઠ હોય છે. અમાસવાળી એકમમાં પૂજન ન કરો. ઘટ સ્થાપના સવારે જ કરો પરંતુ ચિત્રા કે વૈધૃતિ યોગ હોય તો તે સમયે ઘટસ્થાપના ન કરો, બપોરના કરો. અભિજિત મુહૂર્ત કે બીજા શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપના કરો.

સર્વ પ્રથમ સ્નાન કરો ગોયના છાણથી પૂજા સ્થળે લેપન કરો. ઘટસ્થાપના માટે પવિત્ર માટીથી વેદીનું નિર્માણ કરો પછી તેમાં જવ અને ઘઉં વાવો તથા તેના પર પોતાની ઈચ્છા અનુસાર માટી, તાંબું, ચાંદી કે સોનાનો કળશ સ્થાપિત કરવો.

જો પૂર્ણ વિધિપૂર્વક ઘટસ્થાપના કરવી હોય તો પંચાંગ પૂજન (ગણેશ-અંબિકા, વરુણ, ષોડશમાતૃકા, સપ્તધૃતમાતૃકા, નવગ્રહ વગેરે દેવોનું પૂજન) તથા પુણ્યાહવાચન(મંત્રોચ્ચાર) બ્રાહ્મણ દ્વારા કરાવવો તથા પોતે કરવો.

આ પછી કળશ પર દેવીની મૂર્તિ સ્થાપિત કરો તથા તેના ષોડશોપચારપૂર્વક પૂજન કરવું. આ પછી શ્રીદુર્ગાસપ્તશતિનો સંપુટ અથવા સાધારણ પાઠ કરવો. પાઠની પૂર્ણાહુતિના દ્વશે દશાંશ હવન અથવા દશાંશ પાઠ કરવો જોઈએ.

દીપક સ્થાપન –

ઘટ સ્તાપનની સાથે દીપકની સ્થાપના પણ કરવામાં આવે છે. પૂજાના સમયે ઘીના દીપક પ્રગટાવે તથા તેના ચંદન, ચોખા તથા ફૂલથી પૂજા કરો. આ મંત્રનો જપ કરો –

भो दीप ब्रह्मरूपस्त्वं ह्यन्धकारनिवारक।

इमां मया कृतां पूजां गृह्णंस्तेज: प्रवर्धय।।

નવરાત્રિમાં આ મંત્રથી, દૂર થશે દરેક રોગ અને દુઃખ.

નવરાત્રિની શરૂઆત ધર્મગ્રંથો પ્રમાણે આ દિવસોમાં કરવામાં આવેલ સાધના વિશેષ ફળ પ્રદાન કરે છે. જો તમે પણ ઈચ્છતા હોવ કે તમને તથા તમારા પરિવારમાં બધા નિરોગી બની રહે તથા તેમને કોઈપણ પ્રકારની બીમારી ન થાય તો તેની માટે નીચે લખેલ મંત્રનો જાપ વિધિ-વિધાન પૂર્વક કરવો જોઈએ.

મંત્રઃ-

रोगानशेषानपहंसि तुष्टा, रूष्टा तु कामान् सकलानभिष्टान्।

त्वामामिश्रतानां न विपन्नराणां, त्वमाश्रिता हयश्रयंता प्रायन्ति।।

વિધિઃ-

-નવરાત્રિમાં દરેક દિવસે સવારે વહેલા ઊઠી નિત્ય કર્મોથી નવરા પડી માતા દુર્ગાની પૂજા કરો.

-પરિવારના બધા સદસ્યોના સારા સ્વાસ્થ્ય માટે દેવીદુર્ગાની સામે થોડી સરસો(રાયડો) રાખીને આ મંત્રનો નવ દિવસ સુધી જાપ કરો.

-ઓછામાં ઓછા એક માળા અર્થાત્ ૧૦૮ વાર રોજ આ મંત્રનો જાપ કરો.

-નવ દિવસ રાઈ(સરસિયાના)દાણા અગ્નિને સમર્પિત કરી દો.

-આ પ્રકારે મંત્ર જાપ કરવાથી તમે તથા તમારા પરિવારમાં કોઈ પણ બીમાર નથી થાય.

આ નવરાત્રી અનુષ્ઠાન, હવન વગેરે કરવા માટેનું પર્વ છે. દરેક વ્યક્તિ માતા શક્તિ પોતાનાં દુઃખ અને તમામ કષ્ટ હરી લે તે માટે શ્રદ્ધાપૂર્વક દૈવિક સાધના કરે છે. કોઈ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે મા બગલામુખીના જપ-હવન કરે છે, કોઈ મહાકાળીની ઉપાસના કરે છે તો કોઈ નવદુર્ગાની ઉપાસના કરે છે. ગમે તે સ્વરૂપ હોય, પરંતુ ઉપાસના તો દેવીની જ થાય છે. જો સાધક પર દેવીની કૃપા ઊતરે તો તે તમામ પ્રકારનાં સંકટો, રોગો, દુશ્મનો, પ્રાકૃતિક આફતો વગેરે જેવાં કષ્ટોથી બચી શકે છે. તેના શારીરિક તેજમાં વૃદ્ધિ થાય છે તથા મન નિર્મળ થાય છે.
નવદુર્ગાનાં નવ સ્વરૂપ
દેવીનું રૂપ ગમે તે હોય, મૂળે તો તેઓ એક જ છે, પરંતુ માતા શક્તિએ જુદાં જુદાં રૂપ લઈને કરેલાં કાર્યોને કારણે તેઓ અલગ અલગ નામે પુજાય છે.

સુખની પ્રાપ્તિ માટે દેવીને કેવા ભોગ ધરાવશો?
દેવી ભાગવતના આઠમા સ્કંધમાં દેવી ઉપાસનાનું વિસ્તૃત વર્ણન છે. દેવીનું પૂજન-અર્ચન, ઉપાસના, સાધના બાદ દાન આપવાથી આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે.

* એકમઃ દેવીનું ષોડ્શોપચાર પૂજન કરીને નૈવેદ્ય તરીકે ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ આ ઘી બ્રાહ્મણોમાં વહેંચી દેવાથી તમામ પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે.

* બીજઃ દેવીને સાકરનો ભોગ લગાવીને તેનું ગરીબોને દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિ દીર્ઘ આયુષ્ય ભોગવે છે.

* ત્રીજઃ દેવીને દૂધનો ભોગ ધરાવીને તેનું દાન કરી કરવું. દૂધનો ભોગથી વ્યક્તિને સમસ્ત દુઃખમાંથી છુટકારો મળે છે.

* ચોથઃ દેવીને માલપૂઆનો ભોગ ધરાવીને તેનું દાન કરવું જોઈએ. માલપૂઆનો ભોગ ધરાવવાથી વ્યક્તિની તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે.

* પાંચમઃ દેવીને કેળાંનો ભોગ ધરાવી તેનું દાન કરવું. કેળાંનો ભોગ ધરાવવાથી વ્યક્તિની બુદ્ધિ અને વિવેકનો વિકાસ થાય છે. વ્યક્તિના પારિવારિક સુખમાં વૃદ્ધિ થાય છે.

* છઠ્ઠઃ દેવીને મધુ (મધ)નો ભોગ ધરાવીને તેનું દાન કરવું. મધનો ભોગ ધરાવવાથી વ્યક્તિને સુંદર સ્વરૂપ મળે છે.

* સાતમઃ દેવીને ગોળનો ભોગ ધરાવવો જોઈએ. ત્યાર બાદ તેનું દાન કરવું. ગોળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સમસ્ત શોક દૂર થાય છે.

* આઠમઃ દેવીને શ્રીફળનો ભોગ ધરાવીને તેનું દાન કરવું. શ્રીફળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સંતાપ દૂર થાય છે.

* નોમઃ દેવીને વિવિધ રાંધેલાં ધાન (અનાજ)નો ભોગ ધરાવવો જોઈએ. ત્યાર બાદ તેનું દાન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિને આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે.

જાણો આ દિવસોમાં રાશિ પ્રમાણે કંઈ માતાની પૂજા કયા મંત્રથી કરશો.

મેષઃ-
-આ રાશિના લોકોને માતા દુર્ગાની વિશેષ આરાધના કરવી જોઈએ. તેની માટે જાપ મંત્ર –
ऊं ह्रीं दुं दुर्गायै नम:,
૨૧ માળા રોજ કરો.
દુર્ગા સપ્તશતી કે દુર્ગા ચાલીસાનો પાઠ કરો.

વૃષભઃ-
-માતા કાળીની આરાધના વિશેષ પુષ્ય ફળ આપનારી હોય છે. જાપ મંત્ર-
क्रीं ह्रीं क्लीं,
૨૧ માળા રોજ.
શ્રી કાલીકા સહસ્ત્રનામનો પાઠ કરો. બધી મનોકામના પૂરી થશે.

મિથુનઃ-
-માતા તારાની વિશેષ પૂજા કરો. જાપ મંત્ર-
ऊं ह्रीं त्रीं हुंफट,
૨૧ માળા રોજ કરો.
શ્રી તારા કવચનો પાઠ કરો. બધા કષ્ટો દૂર થશે.

કર્કઃ-
-આ રાશિના લોકોને માતા કમલાની વિશેષ પૂજા કરવી જોઈએ. જાપ મંત્ર-
नम: कमल वासिन्यै स्वाहा,
૧૧ માળા રોજ જાપ કરવો.
શ્રીસૂક્તનો પાઠ કરો. શુભ ફળ પ્રાપ્ત થશે.

સિંહઃ-
-માતા ત્રિપુર ભૈરવીની પૂજા ખાસ ફળ આપીનારી રહેશે. મંત્ર જાપ-
ऐं क्लीं सौ: सौ: क्लीं,
૨૧ માળા રોજ કરો. ભૈરવી ત્રૈલોક્ય વિજયનો પાઠ કરો.

કન્યાઃ-
-કન્યા રાશિના લોકોએ માતા માતંગીની વિશેષ પૂજા-અર્ચના કરવી.જાપ મંત્ર-
ऊं ह्रीं क्ली हूं मातंग्यै फट स्वाहा,
૧૧ માળા રોજ જાપ કરજો. માતંગી સહસ્ત્રનામનો પાઠ કરો.

તુલાઃ-
-મહાકાલીની આરાધના તુલા રાશિના લોકો માટે શ્રેષ્ઠ રહેશે. જાપ મંત્ર-
त्रीं त्रीं त्रीं,
૫૧ માળા નિત્ય જાપ કરજો.
કામાખ્યા કવચ તથા ચાલીસા પાઠ કરો. બધા કષ્ટોથી મુક્તિ મળશે.

વૃશ્ચિકઃ-
-માતા દુર્ગાની આરાધના કરો. જાપ મંત્ર-
ऊं ह्रीं दुं दुर्गायै नम:,
૨૧ માળા નિત્ય કરો. દુર્ગા સહસ્ત્રનામાવલીનો પાઠ કરો.

ધનઃ-
-તમે માતા બંગલામુખીની ખાસ પૂજા કરો. જાપ મંત્ર-
श्रीं ह्रीं ऐं भगवति बगले श्रियं देहि देहि स्वाहा,
૨૧ માળા રોજ જાપ કરજો. બંગલા ત્રૈલોક્ય વિજય કવચનો પાઠ કરો.

મકરઃ-
-માતા ષોડ્શીની આરાધના તમને વિશેષ ફળ આપનારી રહેશે. જાપ મંત્ર-
श्रीं,
૧૦૮ માળા ૧૦ દિવસ સુધી કરજો. લલિતા સહસ્ત્રનામનો પાઠ કરો.

કુંભઃ-
-માતા ભુવનેશ્વરીની વિશેષ પૂજા કુંભ રાશિના જાતકો માટે ખાસ ફળદાયી રહેશે. જાપ મંત્ર-
ऐं ह्रीं श्रीं,
૫૧ માળા રોજ જાપ કરજો. દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.

મીનઃ-
-માતા બંગલામુખીની પૂજા કરો. જાપ મંત્ર-
श्रीं ह्रीं ऐं भगवति बगले श्रियं देहि देहि स्वाहा,
૨૧ માળા રોજ જાપ કરો. ત્રૈલોક્ય કવચનો પાઠ કરો.

બધી રાશિના લોકો સમાન રીતે જો દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકે છે. આ બધા માટે સર્વસિદ્ધિ પ્રદાન કરનાર પાઠ છે.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
Font Converter online
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events