દિવાની જયોત
તમે ભગવાનના મંદિરમાં પુજા કરતા હોય છો ત્યારે તમારુ સમગ્ર ધ્યાન ભગવાનની મુખાકૃતિ ઉપર હોય છે તેની આભા જોવામાં તમને સંપુર્ણ આનંદ મળતો હોય છે.કયારેક તેના અલંકાર જોવામાં આનંદ મળે છે કયારેક તેણે કેવા કપડા પહેર્યા છે.કેવો શણગાર કર્યો છે તે જોવામાં જ આપ મશગુલ થઈ જાવ છો પણ તમે કોઈ દિવસ જોયુ છે તે મુખાકૃતિની નીચે એક દિવો પણ પ્રજવલિત હોય છે તેને ધ્યાનથી જોવામા રસ નહી હોય.હંમેશા પ્રગટાવિને ભગવાન સામે બે હાથ જોડયા હશે તેને નમસ્કાર કર્યા હશે.પણ જે ભગવાનની મુખાકૃતિમાં પ્રકાશ ફેલાવે છે તે દિવાને ધ્યાનથી જોજો.તમે જયારે દિવો પ્રગટાવતા હશો ત્યારે તમે તેને ધ્યાનથી જોઈ લેજો.દિવાની જયોત ધીમે ધીમે આગળ વધતી જશે અને એક ટાઈમ એવો આવશે કે તે સંપુર્ણ પણે ઝ્ળકી ઉઠશે તેના પ્રકાશને જોવામાં તમને આનંદ આવશે દિવો સંપુર્ણ ઝળકયા પછી તે તેની જયોત ધીમે ધીમે ઓછી કરતો જાય છે જયારે તે સંપુર્ણ પણે ઓલવાઈ જવાની તૈયારી કરતો હોય છે ત્યારે ત્તમે નિરિક્ષણ કરજો તે દિવાની વાટ સાથે ટકી રહેવા માટે કેટલું ઝઝુમતો હોય છે વાટને જોડવા તેની જયોત તૈયાર હોતી નથી સતત તેને પકડવાનો પ્રયત્ન કરે છે અને અંત તેને તેનાથી અલગ થવું પડે છે તે ભગવાનના સાનિધ્યમાં હોય છે છતાં જયોતને વાટથી અલગ થવું પડે છે ભગવાનના સાનિધ્યમાં અમુક ક્ષણ તેણે વિતાવી હોય છે સંપુર્ણ જીદગીં જીવી હોય છે જયારે ઓડવાનો ટાઈમ આવે છે ત્યારે જયોત ભગવાનના સાનિધ્યને છોડાવા તૈયાર હોતી નથી ઝઝુમે છે તેનો અંત આવે છે મનુષ્યનું જીવન પણ દિવાની જયોત માફક જ છે ભગવાનના આશરે રહેવા છતાં સંસાર રુપી બંધનમાં ટકવા માટે કેટલું ઝઝુમે છે પણ તેને ખબર નથી કે એક દિવસા જગતને છોડીને મારે પણ જવાનું છે જયારે તે જીવનમાં ઝઝુમવાનુ છોડી દેશે ત્યારે ભગવાનને પ્રાપ્ત થઈ જશે તેને તે વાતની ખબર નથી હોતી કે આ સંસાર સંસાર રુપી વાટને છોડશે તો ભગવાનને પ્રાપ્ત થશે.