વૈદિક જયોતિષ શાસ્ત્રમાં ચંદ્ર તરીકે પ્રચલીત આ ગ્રહના નામનો અર્થ થાય છે “તેજસ્વી અને ચમકતો”. ચંદ્રને સોમ પણ કહેવામાં આવે છે. “સોમ” એ માદક પણ#beak# પવિત્ર એવું પીણું છે જેનો ઉપયોગ ઐદિક આહુતિઓમાં કરવામાં આવતો. વિદેશોમાં સૂર્ય રાશીને અનુસરવામાં આવે છે. ભારતીય જયોતિષ શાસ્ત્રમાં ચંદ્ર અને તેની રાશિઓને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે.હિદું ધર્મમાં અંગ્રેજી કેલેન્ડરની તારીખો પ્રમાણે જન્મદિવસ અનુસરવામાં આવતો નથી. તેઓ જન્મ સમયે જે મહિનો હોય? અને તે વખતે ચંદ્ર જે રાશિમાં પ્રવેશ્યો હોય તેને અનુસરી તિથી પ્રમાણે જન્મદિવસ મનાવવામાં આવે છે, અમાસ દરમ્યાનનો ચંદ્ર હાનિકારક ગણવામાં આવે છે. ચંદ્રનો વૈદિક દંતકથાઓમાં શશ્ સસલાં તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણકે તેની ગતિ અન્ય કોઈપણ ગ્રહ કરતાં ઘણી જ ઝડપી છે. ચંદ્ર ઘણી બાબતોનો કારક-સૂચક છે તે માતા અને સામાન્યતઃ સ્ત્રીજાતીનો સૂચક છે આ સાથે તે પ્રજા, સામાન્ય કલ્યાણ, સુખ, સૌદર્ય, દૃષ્ટિ, મન અને યાદશકિતને લગતી બાબતોમાં લાભદાયી છે. ઘણાં વિદેશી વિધાર્થીઓ જયોતિષવિધાને જાણીને આશ્ચર્ય પામ્યા કે ચંદ્ર મન સાથે સીધો સંબંધ ધરાવે છે. સૂર્ય આત્માનો સૂચક છે અને ચંદ્ર મનનું વાહન છે, મન આત્માનો પ્રકાશ મેળવે છે. મનના વાહન તરીકે ચંદ્ર દરેક ઈન્દ્રિયોનો સૂચક છે અને દરેક ઈન્દ્રીયની પૂર્ણ જીવંત ક્ષમતાઓનો પણ સૂચક છે.