એકવાર રાજા વિશ્વરથ (જે પછી બ્રહ્મર્ષી વિશ્વામિત્ર બન્યા) પોતાની સેના સાથે યુધ્ધમાં વિજય પ્રાપ્ત કરી પાછા વળી રહ્યા હતા, ત્યારે વચ્ચે ઋષિ વસિષ્ઠના આશ્રમે ગયા, ઋષિ વશિષ્ઠે રાજાનું સ્વાગત કરી ભોજન સમય હોઈ, રાજા સહિત સમગ્ર સૈન્યને બત્રીસ જાતના ભોજન કરાવ્યા એક તપસ્વી ઋષિ પોતાને તો ઠીક પણ લાખો સૈનિકોને પણ ભોજન અને એ પણ બત્રીસ જાતના ભોજન કરાવી શકે છે, ઋષિની આવી ક્ષમતાથી રાજાને આશ્ચર્ય થયું. પછી તેને જાણવા મળ્યું કે ઋષિ વસિષ્ઠ પસે કામધેનું નામની ગાય છે જે બત્તીસ પ્રકારના ભોજન તો શું તેની પાસે જે માગો તે આપે છે અને ખરેખર ગાયે માનવને શું નથી આપ્યું તેના મધુર દૂધમાંથી આપણે દહિં, છાસ, ઘી વગેરે બનાવીએ છીએ. ગોપાલન કરતા લોકો આ બધી વસ્તુઓ વેંચીને પોતાનો જીવન ગુજારો કરે છે. તેના ગોબરમાંથી છાણાં વગેરે બનાવી તેનો બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. આ ગોબરને ખેડૂતો ખેતરમાં ખાતર તરીકે ઉપયોગી કરી મબલખ કૃષિ પાકનું ઉત્પાદન કરે છે. વૈજ્ઞાનિકો દ્વારા થયેલા તાજા સંશોધનો મુજબ ગાયના મૂત્રથી ડાયાબિટીસ અને કેન્સર જેવા અસાધ્ય રોગોમાં પણ ફાયદો થાય છે. આમ તેનું પંચગત્ય સર્વ રીતે ઉપયોગી છે. આર્યોના જીવનનો આધાર પણ ગાય જ હતી તેથી જ તેઓને ગોપાલક-આર્યો કહેવામાં આવતા.