ઔદીચ્ય બ્રાહ્મણ નો ઈતિહાસ

ઔદીચ્ય બ્રાહ્મણ નો ઈતિહાસ

ઔદીચ્ય બ્રાહ્મણ મોટા ભાગે ગુજરાત માં વસેલા છે, ઔદીચ્ય એ ઉદીચ્ય શબ્દ નો  અપભ્રૌન્સ થયેલો ઉછર છે, સંસ્કૃત માં ઉદીચ એટલે ઉત્તર દિશા એવો અર્થ થાય અને ઉદીચ્ય એટલા ઉત્તર દિશા તરફથી.   તો ઈતિહાસ પ્રમાણે ઇસવી સન ૯૫૦ માં ઔદીચ્ય બ્રાહ્મણો ગુજરાત માં આવ્યા ઇસવી સન ૯૪૨ માં મુળરાજ સોલંકી એ એના મામા અને અણહિલપુર ના રાજા સામંત સિંગ ચાવડા ની હત્યા કરી રાજ ગાડી કબજે કરી ઈતિહાસ એવું કહે છે કે તે વખતે એ કરવું અનિવાર્ય થઇ ગયું હતું. તે સમય માં બે કૃત્યો ને સૌથી મોટા પાપ ગણવા માં આવતા હતા અને તે ૧) બ્રહ્મ હત્યા અને ૨) રાજ્ય માં ગાદીપતિ રાજા ની હત્યા. જેમાં મૂળરાજે રાજાની હત્યા કરી હતી, અઆના પ્રાયશ્ચિત માટે એ મહા રુદ્ર યજ્ઞ કરાવવા માંગતો હતો, પણ રાજ્ય ના ગોર શ્રીમાળી બ્રાહ્મણો એ આ કૃત્ય બદલ એનું આ કાર્ય કરાવવાની નાં પાડી પ્રાયશ્ચિત વગર મુળરાજ નો રાજ્યારોહણ પણ શક્ય ના હતો. આવું કરવા પાછળ શ્રીમાળી બ્રાહ્મણો નું એક કારણ એ હતું કે તેઓ ચાવડા રજા સાથે શ્રીમાળ પ્રદેશ (રાજસ્થાન) થી આવ્યા હતા.
આનું નિરાકરણ શોધતા મુળરાજ અને એનો મંત્રી માધવ વિચાર કર્યો કે જેમ સાવાન્ત્સિંગ શ્રીમાળ થી આવેલા અને શ્રીમાળી બ્રાહ્મણો ને લાવી કર્યો કરાવતા તો
મુળરાજ પોતે ઉત્તર એટલ કાન્યકુબ્જ (કન્નૌજ) થી આવેલ તો બ્રાહ્મણો પણ ત્યાંથી બોલાવી કાર્ય પૂર્ણ કરવું, તાત્કાલિક માધવ અને બીજા થો વિશ્વાસુ માણસો ને ઉત્તર તરફ રવાના કાર્ય અને સુચના આપી કે ત્યાના બ્રાહ્મણો ને માન સહીત મહારુદ્ર યજ્ઞ, સહસ્ર લિંગ અને રુદ્ર મહાલય ના નિર્માણ અને પૂજન કાર્ય અર્થે તેડી આવો.
આ સાથે ઉત્તર માંથી પુષ્પની માળા કમંડળ શુભ વનફૂલ અને વસ્ત્ર ધારણ  કરનાર અગ્નિહોત્રી જપ તાપ હોમ કરનાર શાંત વૃત્તિ ના ૧૦૩૭ બ્રાહ્મણો આવ્યા જેમાં:

  • ગંગા જમુના સંગમ પાસેના પ્રયાગ તીર્થ થી  ૧૦૫ બ્રાહ્મણો આવ્યા
  • પવિત્ર એવા ચ્યવન ઋષિના આશ્રમ માંથી ૧૦૦ સામવેદી બ્રાહ્મણો આવ્યા
  • સરયુ નદી ના તટેથી વેદશાસ્ત્ર સંપન્ન પવિત્ર સામવેદી ૧૦૦ બ્રાહ્મણો આવ્યા
  • કાન્યકુબ્જ (કન્નૌજ) થી યજુર્વેદી ૨૦૦ બ્રાહ્મણો આવ્યા
  • પવિત્ર નગરી કાશી થી યજુર્વેદી ૧૦૦ બ્રાહ્મણો આવ્યા
  • કુરુક્ષેત્ર થી યજુર્વેદી ૧૦૦ બ્રાહ્મણો આવ્યા
  • ગંગાદ્વાર (હરિદ્વાર) થી ઋગવેદી ૧૦૦ બ્રાહ્મણો આવ્યા
  • નૈમિષારાણ્યા થી ૧૦૦ ઋગવેદી બ્રાહ્મણો આવ્યા
  • પુષ્કર ક્ષેત્ર થી ઋગવેદી ૧૩૨ બ્રાહ્મણો આવ્યા

દેવાધિ દેવ મહાદેવ ની કૃપા થી મૂળરાજા એ તમાન કાર્યો સંપન્ન કર્યા ત્યાર પછી આ તમામ બ્રાહ્મણો ને સિદ્ધપુર પાટણ શિહોર માજ સ્થાયી વસવાટ માટે મૂળરાજાએ ગામો દાન આપી વસવાટ કરવા વિનંતી કરી જે ૧૦૩૭ બ્રાહ્મણો માંથી ૧૦૦૦ બ્રાહ્મણો એનો સ્વીકાર કરી સ્થાયી થયા અને ૩૭ બ્રાહ્મણો એનો અસ્વીકાર કર્યો ત્યારથી જે ૧૦૦૦ બ્રાહ્મણો હતા તે “ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ” તરીકે ઓળખાયા અને બાકી રહેલા ૩૭ બ્રાહ્મણ ઔદીચ્ય ટોળક્યા બ્રાહ્મણ તરીકે ઓળખાયા જે સમય જતા માની ગયા અને ખંભાત વિસ્તાર માં વસ્યા.આ તમાન ૧૦૩૭ બ્રાહ્મણો વેદ ને પોતાની રીતે સમજી ને એના સરળ રૂપે શિષ્યો અનુયાયીઓ ને શ્રુતિ સ્મૃતિ દ્વારા શીખવનાર ૮ ઋષિ

  1. જમ્દાગની,
  2. ગૌતમ,
  3. અત્રી,
  4. વિશ્વામિત્ર,
  5. વશીષ્ઠ,
  6. ભારદ્વાજ,
  7. કશ્યપ અને
  8. અગસ્ત્ય ઋષિ,

જેના અનુસાર શિષ્યો અનુયાયી એના ગોત્ર ના કહેવાતા થયા  એ ૮ ગોત્ર ના ૪૨ પ્રવર કહેવાયા
ઉપર જણાવેલ તમાન માહિતી ઉદીચ પ્રકાશ નામના સંસ્કૃત ગ્રંથ નો ગુજરાતી અનુવાદ શ્રી સ્થળ પ્રકાશ માંથી સાભાર લીધેલ છે.

ઔદીચ્ય બ્રાહ્મણ નો ઈતિહાસ (ઇ-મેલ દ્રારા)
રાહુલ પંડ્યા
નાની દમણ

By pandyamasters

pandyamastersI am residing at Nani Daman, (Union Territory of Daman & Diu), I am Audichya Sahastra Brahman, I work as a technician in Engineering section for ALL INDIA RADIO (AKASHVANI) DAMAN since last 22 years

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
Font Converter online
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events