વૈદિક જયોતિષ શાસ્ત્ર પ્રમાણે સૂર્યને રવિ તરીકે ઓળખવામાં આવે છે. તેની ગરમ અને સુકી પકૃતિને ધ્યાનમાં રાખતાં તેની કંઈક અંશે ખોટી અસર પણ થઈ શકે છે તેમ માનવામાં આવે છે. તે સિંહ રાશીનો અધિપતિ છે. તે મેષ રાશીમાં ઉચ્ચનું અને તુલા રાશીમાં નસચનું સ્થાન ધરાવે છે. સૂર્યને આત્માકારક પણ કહેવામાં આવે છે. આ શબ્દનું મૂળ સંસ્કૃત ભાષમાં છે, આત્મા અને કારક-કારકનો અર્થ છે સુચક “આત્મા સુચક”ગુણ ધરાવનાર સૂર્ય જીવનદાતા ગણાય છે. સૂર્ય પિતા સૂચક છે. તે અહંકાર,માન મોલો, પ્રતિષ્ઠા, પ્રસિધ્ધી, હ્રદય, આંખો, શકિત અને જીવનશકિતને સૂચવે છે. સૂર્ય વિશેષ રીતે અગ્નિનું અધિપત્ય ધરાવનાર રાશિઓ મેષ, સિંહ, અને ધન માટે લાભદાયક છે. તેની પ્રકૃતિ પિત્તની છે, જે દાહકવૃતિ દર્શાવે છે. સૂર્ય તેની પૂર્ણતા અને કુશળતા સાથે ૨૨ વર્ષની વયે પરિપકવતા પામે છે.