ચંદ્રના દક્ષિણ મધ્યબિદુંને કેતુ કહેવાય છે. કેતુનો અર્થ પ્રતિક કે ધ્વજ થઈ શકે. રાહુ ભૌતિક સૂચવે છે તો કેતુ આધ્યાત્મિકતા, ધર્મની ઉત્પત્તી અને ભૌતિકતાનું પરિવર્તન આત્માની શોધ તરફ થાય તેમ સૂચવે છે. કેતુ ભૌતિક સુખ માટે હાનિકારક અને આધ્યાત્મિકતા માટે લાભદાયક ગ્રહ છે. તે શોક, ખોટ વગેરે સર્જે છે જે આખરે વ્યકિતને પરમ ઈશ્વરની સમીપે લઈ જનાર ગ્રહ છે, કુશાગ્ર બુધ્ધી, સ્વતંત્રતા કલ્પનાશકિત, આંતરીક, સુક્ષ્મદૃષ્ટિ, ચિત્તભ્રમ (પાગલપણ), હથિયાર – શસ્ત્રોને લગતું કાર્ય, અર્દશ્યતા અને શારીરિક ક્ષમતાઓ સૂચવનાર ગ્રહ છે.