વૈદિક જયોતિષ શાસ્ત્રમાં મંગળ ને અંગારક તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રણેય નામોને સંસ્કૃત ભાષા પ્રમાણે “પવિત્ર સળગતો કોલસો અને સાનુકુળ” એમ અર્થ થાય છે. મંગળ કપરો કે હાનિકર્તા ગ્રહ છે એમ કહી શકાય. તેનું વર્ણન લાલ રંગના શરિરવાળાં દેવ તરીકે કરાયું છે, એવા દેવ જે અવકાશમાં ખગોળશાસ્ત્રને લગતાં સ્વાભાવિક રંગોને સિધ્ધ કરે છે.